દુબઇ, સિંગાપુર તેમજ થાઇલેન્ડ ફરવા જવા SBI ની ખાસ ઓફર, નહી ચુકવવા પડે સાથે પૈસા

દરેક વ્યક્તિ ને વિદેશ મા ફરવા જવાની ઘણી ઈચ્છા હોય જ છે પરંતુ એક સાથે ઘણા પૈસા ખરચવા થી દરેક ને તકલીફ પડતી હોય છે. તેમાં જો થાઇલેન્ડ, દુબઇ, સિંગાપોર, મલેશિયા તેમજ યૂરોપ જેવા દેશો મા ફરવા જવા ઈચ્છો છો તો SBI આ વખતે એક નવી ઓફર તેમના ગ્રાહકો ને આપી છે. આ સ્કીમ થી પૈસા થી લગતી તમામ તકલીફ માંથી છુટકારો મળશે તેમજ એક સાથે ઘણા પૈસા નુ રોકાણ પણ નહિ કરવું પડે.

SBI આ ઓફર ને થોમસ કુક નામ ની ફાઈનાન્સિયલ સર્વિસ પૂરી પાડતી કમ્પની સાથે મળીને ચલાવી રહી છે. આ સ્કીમ મા થોમસ કુક ના કોઇપણ વિદેશ પ્રવાસ પેકેજ નો ચયન કરી શકો છો. આ પેકેજ નો ભાવ જે ભી હોય પરંતુ તેની રકમ ને ૧૩ હપ્તા મા વિભાજીત કરવામાં આવશે. તેમજ આ હપ્તા એક RD ખાતા ની જેમ દર મહિને તમારા ખાતા માંથી રકમ ઉપાડવા મા આવશે. આ સિવાય બીજી અગત્ય ની વાત એ છે કે માત્ર ૧૨ હપ્તા ભરવાના રેહશે અને ૧૩મા હપ્તો તમારા વ્યાજ થી તેમજ થોમસ કુક તરફ થી ચુકવવા મા આવશે.

શું છે આ સ્કીમ ના લાભ અને તેની કાર્યપ્રણાલી

આ સ્કીમ નો લાભ લેવા માટે તમારા સર્વપ્રથમ www.thomascook.in વેબસાઈટ ખોલવાની રહેશે. તેમાં દર્શાવેલ થાઇલેન્ડ, દુબઇ, સિંગાપોર, મલેશિયા, શ્રીલંકા, યૂરોપ ના વિદેશ પ્રવાસ આપવામાં આવ્યા છે. આ દર્શાવેલ તમામ પ્રવાસ ચાર થી પાંચ દિવસ ના છે. તેમજ ૩૬ હજાર થી શરૂ કરીને સવા લાખ રૂપિયા સુધી ના છે. આ સાથે જ ૧.૨૮ લાખ રૂપિયા મા યૂરોપ નો પ્રવાસ ૭ રાત અને ૮ દિવસ નું પેકેજ છે.

આની અંદર વિદેશ સિવાય ભારત ના ગોવા, હિમાચલ, કેરળ, આંદમાન, કાશ્મીર, ભૂતાન, નોર્થઇસ્ટ કોન્ટીનેન્ટ જેવા પ્રવાસ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રવાસ ત્રણ થી ચાર દિવસ તેમજ સાત થી આઠ દિવસ ના છે. તેમજ આ પ્રવાસ ૧૧ હજાર થી લઇ ને ૩૮ હજાર રૂપિયા સુધી નો ખર્ચ આવે છે. આમાં થી કોઇપણ પેકેજ નો ચયન કરવામાં આવે તેને ૧૩ હપ્તા મા વિભાજીત કરવામાં આવશે. આ સ્કીમ નો લાભ મેળવવા SBI ના પોર્ટલ ઉપર થી e-RD શરૂ કરવી જે ૧૨ હપ્તા માટે બનાવવા મા આવશે.

તમને આ ૧૨ મહિના ના સમયગાળા મા વ્યાજ પણ મળશે જે આ સમયગાળો પૂરો થતા ની સાથે જ બધી રકમ થોમસ કુક ની વેબસાઈટ મા ટ્રાન્સફર કરી દેવા મા આવશે. તમારા ચયન મુજબ ના પેકેજ પ્રમાણે રકમ નક્કી કરવામાં આવશે. આટલું કર્યા બાદ માત્ર તમારે તમારા પ્રવાસ ની મોજ માણવાની રેહશે પૈસા થી લગતી તમામ ચિંતાઓ ને ભૂલી જવાનું

શું છે આ સ્કીમ ના નિયમો

આ e-RD ખાતું કોઇપણ SBI બેંક મા હોલિડે સેવિંગ્સ ના નામે સ્કીમ હેઠળ ખોલી શકાય છે. તેમના કરાર થોમસ કુક સાથે કરેલ હોય છે. તેમજ આ સ્કીમ નો લાભ માત્ર ૧૨ મહિના માટે હોય છે.

શું બીજું ખાસ સામેલ કરવામાં આવ્યું છે આ પેકેજ મા

આ સ્કીમ હેઠળ કોઇપણ પેકેજ ના ચયન કર્યા બાદ પ્રવાસ દરમિયાન ફ્લાઇટ થી આવવા-જવાનું, હોટલ મા રોકાવું, ખાવા-પીવા નું આ પેકેજ માં જ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ આ સિવાય એક મોટો ફાયદો એ છે કે ભવિષ્ય મા વિદેશ પ્રવાસ જવા ની તૈયારી અત્યાર ના ભાડા પ્રમાણે જ બુક કરાવી શકાય છે. જો ભવિષ્ય મા તમે ચયન કરેલા પ્રવાસ ની કીમત મા વધારો આવે તો તમારે માત્ર ચયન કરતા સમયે દર્શાવેલ રકમ જ ચુકવવા ની રેહશે.

Comments

comments


3,679 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 1 = 2