એક સ્ત્રીને કેવીરીતે અને શું બનવું એ પોતાની જાતે જ નક્કી કરવાનું હોય છે… વાંચો અને સમજો.

રોની એની વાઈફ ડેઇઝીને ટિપિકલ પતિને બદલે એક દોસ્તની જેમ ટ્રીટ કરતો. એમની આસપાસના લોકો ડેઇઝીને લકી માનતા ખાસ કરીને બધી બહેનો અને ભાભીઓ અને ફિમેલ ફ્રેન્ડઝ…

કેમ કે, રોની ક્યારેય કોઈ વાત પર ડેઇઝીને ઊંચા અવાજે વાત પણ ન કરતો. ફક્ત ને ફક્ત એ ડેઇઝીને પ્યાર કરતો. કોઈ બાબતમાં રોકટોક નહિ, કંઈક કહેવું હોય તો એટલા પ્યારથી એ પોતાની ડેઇઝીને સલાહ સુચન કરતો કે એની વાત ડેઇઝી ખુશીખુશી માની જતી.
બધી લેડીઝ, ડેઇઝીને પૂછતી, “એવા તે કેવા તે વ્રત કર્યા કે આવો બેસ્ટ પતિ મળ્યો ?”
ડેઇઝીને પણ મજા આવતી, પોતાના પતિની પ્રસંશા સાંભળીને ખુશ ખુશ થતી અને ગૌરવ અનુભવતી. એ બિન્દાસ્ત બધાની સામે રોનીને બેધડક કંઈ પણ બોલી જતી.

એમાં ક્યારેક, એક પતિ એની પત્નીથી માન પામવાને બદલે થોડીઘણી લાગણી ઘવાઈ જતી પણ, રોની પોતાના મન પર ન લેતાં, ખૂબ જ સલુકાઈથી ડેઇઝીને એમ જ ખૂબ પ્યારથી સંભાળતો.

એક વખત, ડેઇઝીના મમ્મીએ નોંધ્યું કે જ્યાં આપણાં સમાજમાં હજુ પણ પતિ, પોતાની પત્ની પર પોતાના બધા જ હક્ક સર્વોપરી સમજે છે. એને બદલે એનો જમાઈ એની દીકરીને રાણીની જેમ, ના કોઈ મહારાણી કે પોતાની સામ્રાગ્નિની જેમ રાખે છે. અને ડેઇઝી, આવો પતિ મેળવીને એવી અલ્લડ બની જીવે છે કે ક્યારેક એ રોનીને બધાની સામે નીચો પાડી દેતાં અચકાતી નથી.

એક વખત, ડેઇઝી, તહેવારમાં પિયર આવી ત્યારે, તેના મમ્મીએ તેને પાસે બેસાડી, ખૂબ ખુશખુશાલ એના કાળજાના કટકાને હૈયે લગાડી, આમતેમ આડીઅવળી વાતો કરી પછી, એનો હાથ પકડી કહ્યું, “દીકરી, તને ખૂબ સારો પતિ મળ્યો છે ! જે દરેક સ્ત્રીના સપનાનો રાજકુમાર હોય ! પતિપત્ની એકબીજાના સાચા સાથીદાર છે.

સમાજમાં પોતાના પતિને કે પત્નીને સન્માનનીય સ્થાન અપાવવામાં પતિપત્ની બન્નેનો જ મોટો ફાળો હોય છે. ઘણી પત્ની, પોતાનો પતિ, જાણે કોઈ રાજા મહારાજા હોય એમ જતાવે જ્યારે કોઈ પત્ની એના પતિને કાઈ જ નથી ખબર પડતી, એમ કહી બધાની હાજરીમાં ઉતારી પાડે જાણે કે એનો નોકર હોય !”

ડેઇઝીએ મોમને ગળે વળગતા કહ્યું, “મોમ, ગોળગોળ વાત ન કર. આપણે બન્ને તો બેસ્ટફ્રેન્ડ છીએ, જે પણ, કહેવું હોય તે સીધેસીધું બોલી દે !”

મમ્મી બોલી, “ડેઇઝી, હું તને પૂછવા માંગું છું… કોઈ સ્ત્રીએ, પત્નીએ, એના પતિને રાજા મહારાજા કે પોતાની દુનિયાના સમ્રાટ માનીને પોતે, રાણી, મહારાણી કે એના સમ્રાજ્યની સામ્રાગ્નિ બનવું જોઈએ કે… પતિને સાવ સામાન્ય, નિમ્ન કક્ષાનો જતાવી નોકરની જેમ તેની સાથે વર્તીને એની પત્ની, મતલબ નોકરની પત્ની એટલે કે નોકરાણી બનવું જોઈએ ?”

મમ્મીને ગળેથી હાથ હટાવીને, ડેઇઝી બોલી, “ઑય, મમુ, હું સમજી ગઈ… તું શું કહેવા માંગે છે. તારે હવે ક્યારેય આ બાબતે નહિ કહેવું પડે. આઈ લવ રોની, આઈ સૂટ રિસ્પેક્ટ હિમ ઓલ્સો… આઈ, મસ્ટ !”

ત્યાં સેલફોનની રિંગ વાગી… ડેઇઝી હસીને મમ્મીને કહે, “મારા રાજાનો કોલ છે. અમારા સમ્રાટ, એની સામ્રાગ્નિને લેવા આવવાના છે !

ચલ મોમ, હું રેડી થઈ જાવ. લવ યુ મમ્મા !”બાય, બાય…

લેખક : દક્ષા રમેશ “લાગણી “

વાત તો લેખકની સાચી છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,756 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 0