કોલેજકાળનો પ્રેમ જયારે પરિપકવ થઈને થાય છે સફળ પણ આવીરીતે…

“અનમોલ પ્યાર”

“ડોક્ટર મેડમ, આપ કુછ ભી કીજીએ, પર મેરે દોસ્ત કો ઇસ નશે કી ચૂંગાલ સે બહાર નિકાલીએ !” સુશીલ કાકલૂદી કરી રહ્યો હતો.
‘નશા મુક્તિ કેન્દ્ર’માં આજે એક બિહારી ડોક્ટર સુષ્માને એક નવા જ ડ્રગ એડિકટ યુવાનનો કેસ હેન્ડલ કરવાનો આવ્યો. એ યુવાન રેવીન, મેલોઘેલો, કપડાં ય લઘરવઘર. પણ એને મળવા આવનાર એના મમ્મી અને પપ્પા એકદમ વ્યવસ્થિત, અને ખાસ એનો ફ્રેન્ડ, સુશીલ, એની એવી કાળજી લેતાં જાણે કે રેવીન એક નાનું બાળક કેમ હોય ?

માતાપિતા તો સમજ્યા કે હોય,પણ દોસ્ત ? સુશીલ ખુદ અહીં રહીને બીજા યુવાનોને, નશામુક્ત કરવા, નશામુક્ત રહેવા માટે સમજાવી રહ્યો હતો. અને જ્યારથી એનો દોસ્ત રેવીન પણ, આ નશાના ભરડામાં ફસાઈ ગયો છે, એવી જાણ થતાં જ સુશીલ દુઃખનો માર્યો ગળગળો બની ગયો.

ડોક્ટર સુષ્માએ જણાવ્યું કે એ પોતાની પૂરી કોશિષ કરી રહ્યાં છે અને રેવીનને કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે. પણ રેવીન જરાય સહકાર નહોતો આપતો. એટલે એનું શરીર પણ એને સાથ નહોતું આપતું અને એ ડ્રગના ડોઝ લેવા માટે તરફડી રહ્યો હતો ત્યારે સુશીલ સુષ્મા મેડમ, ચોંકી ઉઠ્યા ! જ્યારે સુશીલ એમની પાસે આવ્યો. અને એણે પોતાના દોસ્તની હિસ્ટરી, એનું જીવન ડોક્ટર પાસે ખુલ્લું મૂક્યું.
સુશીલ અને રેવીનબાળપણનાગોઠીયા.રેવીન, ખાતાપીતા ઘરનો એકનોએક દીકરો એ જ્યારે દસ પાસ કરી સ્કૂલમાં પ્રથમ નમ્બર મેળવી અગિયારમા ધોરણમાં આવ્યો ત્યારે એણે ઘરમાં જાહેરાત કરી, “મારે કોચિંગ માટે કોટા ( રાજસ્થાન ) જવું છે. ત્યારે કચવાતે હૈયે, આર્થિક રીતે ખેંચાઈને પણ, એકના એક દીકરાને માબાપે, મંજૂરી આપી.

દસ પાસ કરનાર છોકરો, રેવીન, ટીનેજર, લબરમુછીયો, ભણવા તો ગયો, મેથ્સ રાખ્યું, એક જ સપનું આઈ.ટી. એન્જીનીયર બનવા દેશની, સારામાં સારી કોલેજમાં એડમિશન લેવું બસ !

પણ, થનગનતા, વછેરા જેવો તરુણ અહીં આવીને યુવાનીમાં પ્રવેશ્યો જ્યારે એણે કોચિંગ કલાસમાં એક છોકરીને જોઈ… જોતો જ રહી ગયો..! એનું મન ભણવામાં ન લાગતું, બસ આખો દિવસ એના દિલોદિમાગમાં એક જ ચિત્ર રહેતું, જેનું હજુ તો નામ પણ ખબર નહોતી.

એની ટેસ્ટમાં જ્યાં એ ફર્સ્ટ કેડર માં આવતો હતો એને બદલે, પાસિંગ માર્કસના ય ફાંફાં પડવા લાગ્યા. એ વખતે વિકેન્ડમાં સુશીલ એને મળવા ગયો.

રેવીનને એણે ભણવા બાબતે પૂછ્યું અને એણે સાચું કહી દીધું. “સટ્ટાક..!” કરતો, કચકચાવીને એક તમાચો સુશીલે, રેવીનને લગાવી દીધો !
રેવીન સ્તબ્ધ બની ગયો. સુશીલે એને એના માતાપિતાની હાલત, એની બહેનો નાના મોટા કામ કરીને રેવિનના પિતાને મદદ કરે છે અને એ બધાએ તેને ભણવા મોકલ્યો છે, પ્રેમ કરવા નહિ, એમ સમજાવ્યું. અને સુશીલે કહ્યું, “જો તું એ છોકરીને સાચો પ્રેમ કરતો હોય તો એ પ્રેમ તારી કમજોરી બની નિષફળતા અપાવે નહિ. પણ, સાચો પ્રેમ તારી તાકાત બની તને સફળ બનાવવો જોઇએ.”

આ વાત રેવીને ગાંઠ વાળી લીધી અને એણે એક વખત, છુપાઈને મોબાઈલથી લીધેલી એ છોકરીની તસ્વીર સામે રાખીને ભણવામાં મન લગાવ્યું. એણે સુશીલની એ વાત દિલમાં ઉતરી ગઈ કે “જો તું તારી જિંદગીમાં સફળ હશે તો પ્રેમ પણ મેળવી શકાશે.”

એ ભણવામાં તેજસ્વી તો હતો જ ! એના મનમાં એક ધૂન લાગી કે હું કાંઈ સફળ હોઈશ તો કોઈ પિતા પાસે જઈને એની દીકરીનો હાથ પણ માંગી શકીશ… અને આ દરમિયાન એ પેલી છોકરીને પોતાની પ્રેરણા મૂર્તિ માનીને ચુપચાપ જોઈ લેતો. એ છોકરી પણ જાણે કે સમજી ગઈ હતી હવે તો નજરથી નજર મળતી તો રેવિનની ડ્રીમગર્લ પણ શરમાઈને આડાઅવળું જોઈ જતી અને સામું મસ્ત મજાનું સ્માઈલ આપતી.
રેવીન પણ, પોતાની લાઇન ક્લિયર છે એ સમજી ગયો હતો. આગ બન્ને બાજુ બરાબર લાગી હતી એનો પુરાવો મળ્યા કર્યો. મનોમન નક્કી કર્યું કે કોચિંગ કલાસની લાસ્ટ ટેસ્ટ હોય ત્યારે પોતાના પ્રેમનો એકરાર કરી લઈશ…! રેવિનના ઉમંગોને પાંખો ફૂટી હતી એના જોસમાં વધારો થતો ગયો.

એ દિવસ પણ ઝાઝો દૂર ન હતો. હવે તો બસ, ડ્રીમગર્લ, હા એનું નામ ઉષ્મા હતું એની સાથે અલપઝલપ વાત પણ થઈ ગઈ હતી અને રીડિંગ ટાઈમ પડ્યો અને પૂરો થયો એકઝામ આવી…!

પણ, એ ન આવી !

ખૂબ અજંપાથી રેવીને બધી એકઝામ ભરી પણ, એના જોશ અને કડી મહેનત તથા હોંશિયારી અને માબાપની દુવાઓથી રેવીન ખૂબ સારા રેન્કથી સારી કોલેજ મેળવવામાં સિલેક્ટ થયો !

જે કોલેજમાં એડમિશન મેળવવું એ આઈ.ટી. એન્જીનીયર ફિલ્ડમાં એક સપનું હોય તે રેવીન માટે સાકાર બન્યું. એ પણ ત્યાં ગયો.. પરંતુ.. એનું મન અહીં જરાપણ લાગતું નહોતું. કારણ કે હવે એની ડ્રીમગર્લ, પ્રેરણા મૂર્તિ, સાથે નહોતી. વળી, એનો કોન્ટેક્ટ પણ થતો નહોતો.
એ ખૂબ નિરાશ થયો. આવી જ્વલંત સફળતા મેળવ્યા પછી, એની ગાડી ટ્રેક પર આવીને હવે પટરી પરથી ઉતરી જવા છટપટતી હતી.
હવે એ માબાપની આશાનું કિરણ હતો જે સૂરજ થઈ પ્રકાશે એની રાહ જોવાઈ રહી હતી. એની બહેનોનો એક જવાબદાર ભાઈ અને કુટુંબનો એ જ તો આધાર હતો. પણ, ઘરે આવીને એની ઉદાસીનતાનું કારણ પૂછતાં રેવીને એના માતાપિતાને સુશીલની હાજરીમાં પોતાની વિરહી પ્રેમકથાનું વર્ણન કર્યું. અને કહી દીધું કે જો એ છોકરી એને નહિ મળે તો એના વગર જીવી નહિ શકે.
જે માવતરે, પોતાના બધા જ દુઃખનો અંત પોતાનો કુળદીપક લઈ આવશે એમ માનતા હતા એને બદલે એનું જીવન ઉલઝનોમાં ફસાયેલું જોઈ ખૂબ મૂંઝાઈ ગયાં.

પોતાની યુવાન દીકરીઓનો પ્રશ્ન, સમાજની બીક બધું મૂકી ભારે હૈયે સુશીલને એની સાથે મોકલી, એને એ અજાણી પ્રેમિકાની ભાળ મેળવવા જુવાન દીકરાને ભારે હૈયે હા પાડી !

સુશીલ અને રેવીન, પહેલા તો કોટા ગયા, ત્યાં ક્લાસીસના સંચાલકને મળ્યા એણે સીધી રીતે કોઈનું એડ્રેસ આપવા આનાકાની કરી ત્યારે, સુશીલે તેમને પાંચ આંકડાની રકમ બતાવી, પોતાના દોસ્તની પ્રેમ કહાની આગળ વધારી…

રેવીનને, જે એડ્રેસ મળ્યું તે હતું, બિહારનું એક તાલુકા સ્થળ ! બન્ને દોસ્ત ત્યાં પહોંચ્યા અને તપાસ કરતાં માલૂમ પડ્યું કે એ છોકરીના પપ્પા, ડોન છે. અને હિંમત કરીને બન્ને દોસ્ત જ્યારે એમને મળવા, એ સરનામે પહોંચ્યા, તો ત્યારે જ ત્યાં ફાયરિંગ થઈ રહ્યું હતુ અને પોલીસ આવી હતી. હવે, ભાગમભાગ જેવી પરિસ્થિતિમાં, પ્રેમ, વેવિશાળ કે લગ્નની વાતો નો તો કોઈ અવકાશ જ નહોતો.

બન્ને દોસ્ત જાન બચાવીને એવા ભાગ્યા કે ઘરે આવીને જ શ્વાસ હેઠો બેઠો. ઘરે પહોંચ્યા પછી, બધી વાત સાંભળીને રેવિનના મમ્મી, પપ્પા એટલા ડરી ગયા કે આપણે તો સીધા સાદા માણસો ! આપણે આવા લોકોથી દૂર જ સારા !

રેવીન પણ, સમજી ચુક્યો હતો કે પોતાના નહિ બનેલા સંસારથી, આ બન્યા બનેલા સંસારને… દુઃખી કરવાનો પોતાને કોઈ અધિકાર નથી.
એ ફરી પાછો, મન લગાવી, નોકરી માટે પ્રયત્ન કરવા લાગ્યો. પણ, એનું મન, બળવો કરવા લાગ્યું. એ ફરી ફરીને એની ડ્રિમગર્લને યાદ કરીકરીને, પોતાની જાતને ભૂલવા, નશાને રવાડે ચડી ગયો !

એ નિરાશાની ખીણમાં ધસતો ગયો એનું ભવિષ્ય એમાં કચડાતું ગયું ! જે માબાપે, પોતાના દીકરા માટે બધું જ જતું કરવા તૈયારી બતાવી હતી એ હવે, પોતાના દીકરાને આવી પરિસ્થિતિમાં જોઈ શકતા નહોતા…

પણ, રેવીન, હવે પોતાને, એના માતાપિતાનો બેજવાબદાર પુત્ર બનવા બદલ, જાતને વધુ કોસવા લાગ્યો અને એ ગમ ભૂલવા વધુ માત્રામાં ડ્રગ્ઝ લેવા લાગ્યો.

સુશીલ, પોતાના કામધંધા માટે બહાર ગયેલો, એ આવ્યો અને દોસ્તની હાલત જોઈ એનું અંતર વલોવાઈ ગયું… એ ખુદ યુવાનોને નશામુક્ત રહેવા સમજાવતો અને આજે એના દોસ્તની હાલત જોઈ એ ખૂબ ખૂબ દુઃખી થઈ આ બધી વાત આજે ડોક્ટર સુષ્માને કહી રહ્યો હતો.

ડોક્ટર સુષ્માએ, રેવિનની આ બધી વાત સાંભળી, એણે રેવિનમાં અંગત રસ લઈ, એને પ્રેમ આપીને એનામાં જીવનરસ ભરવા માંડ્યો ! સુશીલ અને સુષ્મા આ દરમિયાન ઘણા નજીક આવ્યાં…

એક લવસ્ટોરી હજુ તો અધૂરી હતી. પણ, બીજી ચાલુ થઈ અને.. એમાં.. કોઈ.. જ ચડાવ ઉતાર નહોતા.. બસ, પ્યાર હી પ્યાર !
અને એ પ્યારના એકરાર પછી, સુષ્માએ રેવીનની જે વાત કરી, એમાં સુશીલ જાણે કે, પોતાનો દોસ્ત કોઈ જંગ જીતી ગયો. એવું અનુભવી રહ્યો અને ખરેખર, રેવીન નશામુક્ત થયો..! સુષ્માની પ્યારભરી દેખભાળ અને ટ્રીક ભરી માવજતથી રેવીન ફરી બેઠો થયો.. હારી ગયેલ જિંદગીને એકવાર ફરી મોકો આપવા !

સુશીલ અને સુષ્માએ આપેલ, સંજીવની સમાન સારવારથી, રેવીન, એક તરોતાજા યુવાન બની, એક કંપનીમાં સારા એવા પગારથી સિલેક્ટ થયો અને માતાપિતાની નજર સામે નજર મિલાવી વાત કરવા સક્ષમ બન્યો..!
એક દિવસ,

રેવીન ઘરે આવ્યો.. એણે જોયું તો.. સુશીલ અને ડોક્ટર સુષ્મા એની ઘરેથી બહાર નીકળ્યા અને રેવીને એમને ફરી ઘરમાં આવવા કહ્યું પણ “અત્યારે ઉતાવળ છે !”નું બહાનું કરી બન્ને નીકળી ગયાં.

રેવીન, ઘરમાં ગયો, તેના પપ્પાએ તેને બોલાવીને કહ્યું, ‘તારા લગ્નનું વિચારીએ છીએ, પણ એક વખત, તું તારી પ્રેમકથાનું પ્રકરણ.. ભૂલી જઈશ કે ?”

રેવીન, નીચું જોઈ ગયો. એ કહી ન શક્યો કે, “આ તો હજુ એની એ જ જિંદગીની નવી શરૂઆત છે.. કદાચ બીજો અવતાર લઉં તો ય એને ભૂલી શકવાનો નથી ! ભવોભવનુબન્ધન છે… પણ, એ કશું ન બોલ્યો.
એને આમ, ચૂપ જોઈ, એના પપ્પાએ કહ્યું, “તને હજુ એમ હોય તો, એક વખત, જઈ આવ.. જોઈ આવ.. કે તું જેને તારી માને છે એ

હકીકતમાં હજુ છે કે પછી એનો બીજે સંસાર…? અને હું, મારા મન પર બોજો રાખી તને બીજે પરણાવવા નથી માંગતો.. જા અને તારી જે નિયતિ હશે.. એને નજરોનજર જોઈ આવ ! પછી, જેવા જેના લેણદેણ ! એમ સમજી અમારી વાત માની લે !”

રેવીન, હજુ અસમંજસમાં જ હતો. એની બહેનોએ આવીને કહ્યું, હવે તો અમારે ભાભી જોઈએ જ હો ભાઈ ! આપની, ડ્રિમગર્લ નહિ તો અમારી ભાભી.. કોઈ કમલા, વિમલા, સુષ્મા કે ઉષ્મા…!”

રેવીન, જોઈ રહયો.. એના પપ્પાએ કહ્યું, ” હજુ એકવાર તું વિચારી લે !! જાવું જ હોય તો આવતાં શનિરવીમાં જ જઈ આવ !”
રેવીને એક લાંબો શ્વાસ લઈ કહ્યું, “હું એક વાર જઈ આવું !”

રેવીન, રવિવારે બપોર પછી, એની ડ્રિમગર્લના ગામે, એના રહેઠાણ પાસે પહોંચી ગયો. એ આ વખતે એકલો જ આવ્યો હતો. પણ એણે, હિમ્મત કરીને પગ ઉપાડ્યા, દરવાજો ખટખટાવ્યો.

અંદરથી હસવા બોલવાના અવાજ સંભળાતા હતા એને બદલે નીરવ શાંતિ છવાઈ ગઈ ! દરવાજો ખુલ્યો, એક તિરછી નજરવાળા, પતલીમૂછો વાળા, મોટી ઉંમરના બિહારી ભૈયાએ તરત પૂછપરછ કરી, “કોન હો ? ક્યું આયે હો ?”

રેવીન, જરા અચકાઈને ઊભો રહ્યો, પેલા કડક લાગતાં બિહારીએ જરા નરમાઈથી એને અંદર લીધો. પછી, રેવીન વિચારે કે શું કહું ? રસ્તામાં ઘણી તૈયારી કરી હતી ! પણ, અહીં એ રિહર્સલ કોઈ કામ ન આવી !

રેવીને, એકી શ્વાસે, બોલી નાખ્યું, “આપકી બેટી.. આપકી બેટી.. સે મિલને આયા હું !”
બિહારીએ બૂમ પાડી, “બિટિયા !”

રેવીન જોઈ રહ્યો. એક યુવતી બહાર આવી, આ લે.. લે.. એ તો.. આ તો.. ડોક્ટર, સુષ્મા ? એ અહીં ક્યાંથી ?
“ઇસ કો મિલને આયા હે કા ?”

રેવીન તો, આશ્ચર્યચકિત થઈ જોઈ જ રહ્યો. એ બોલી ઉઠ્યો કે “આ તો મારી “life saver ” મુઝે નયા જીવન દેને વાલી ! યે યહાં ? કૈસે ? યે તો સુષ્માજી, ડોક્ટર હૈ.. વો કહા હૈ ? વો..? ઉષ્મા.. ઉષ્મા જી !”

બધા હસી પડ્યા.. હસતાં હસતાં બહાર આવ્યાં, સુશીલ, રેવિનના મમ્મી પપ્પા, બહેનો, અને ઉષ્મા જી ! બધા અહીં જ હતાં !
રેવીન તો આભો બની જોઈ જ રહ્યો, એને કઈ સમજાતું નહોતું ! અહીં, સુશીલ, સુષ્મા ? પોતાનો પરિવાર ? સુષ્માએ સસ્મિત ચહેરે જણાવ્યું કે, “યે, તેરી ડ્રિમગર્લ મેરી હી બહન હૈ, જો.. તેરે ઇંતેઝાર મેં જોગનબન કે બૈઠી થી !”

અને, રેવીન તો, જોઈ જ રહ્યો, એની ડ્રિમગર્લ ! ઉષ્મા ! જે અત્યાર સુધી, એના માબાપે બતાવેલા સારા સારા, મુરતિયાઓને એમ કહીને ટાળી દેતી હતી..

“કિ, કોઈ હૈ રાજકુમાર જો, મુઝે ઢૂંઢતા હુઆ યહાં તક આયેગા !”
અને, પ્યારની તાકાત જુઓ, એ નાદાન, માસૂમ પ્રેમ, પરિપક્વ બની, સમજણભર્યો બની આજ અહીં સુધી બન્નેને આમને સામને ખેંચી લાવ્યો !

અને યોગાનુયોગ જુઓ, એ બન્નેના પ્રેમની પરાકાષ્ઠા અનુભવીને કુદરતે ડોક્ટર સુષ્માને રેવીન તથા સુશીલ જોડે ભેટો કરાવ્યો અને એક બેનના પ્રેમને બચાવવા, બીજી બેન ત્યાં સુધી પહોંચી ગઈ અને રેવીનને ફરી નવજીવન મળ્યું ! જ્યારે સુશીલે પ્રથમ વખત વાત કરી ત્યારે જ સુષ્મા સમજી ગઈ હતી કે સેંકડો કિલોમીટર દૂર રાહ જોતી એની બહેનનો આ જ હમસફર છે અને એક ડોક્ટર, રેવીનને મોતના મુખમાંથી બહાર ખેંચી લાવી… ને… પહેલા, રેવિનના મમ્મીપપ્પાને મળી, સમજાવીને રેવીન અહીં આવવા નીકળ્યો એ પછી એ બધાને લઈ, રેવિનની પહેલા પહોંચી ગઈ અને એના મમ્મી પપ્પા સાથે બધાએ દુલ્હેરાજાનું સ્વાગત કર્યું.
….અને રંગેચંગે, આ અનોખી પ્રેમ કહાનીનો એક સુખદ અંત આવ્યો સાથે બીજી પણ સફળ થઈ..સુશીલ ને સુષ્મા ! રેવીન ને ઉષ્મા !

લેખક : દક્ષા રમેશ “લાગણી”

ઓહ આટલા વર્ષ અને આટલી તકલીફો પછી પણ અંતે મળ્યા તો ખરાં.

Comments

comments


4,327 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 2 =