દૂધના પેડા વિથ ગોળ બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને …

કેમછો મિત્રો? આજે હું દૂધના પેડા બનાવીયે એ પણ સુગર વગર. આ પેડા માં મે સુગર ની જગ્યાએ દેશી ગોળનો ઉપયોગ કરી ઓ છે.
ગોળ પાચનતંત્રને મજબૂત બનાવે છે. એને ખાવાથી પેટમાં ગેસ બનતો નથી અને કબજિયાતની ફરીયાદ પણ રહેતી નથી.
ગોળને આદુ સાથે ગરમ કરીને ખાવાથી ગળાની ખરાબી દૂર થાય છે.

ગોળ આપણા લોહીમાંથી હાનિકારક ટોક્સિનને બહાર નિકાળે છે અને શરીરમાં લોહી નો પ્રવાહ સારો બનાવે છે. ગોળ ના તો બહુજ ફાયદા છે .આ એમાના થોડા ઉદાહરણ છે.તો ચાલો આજે આપણે બનાવીયે થોડું હેલ્ધી કઈ શકાય એવા. દૂધના પેડા વીથ ગોળ

સામગ્રી :-

  • * ૧ લીટર દૂધ
  • * ૪૦ ગ્રામ ગોળ
  • * ૧/૨ ટી.સ્પૂન ઈલાયચી નો પાવડર
  • * પીસ્તા કતરણIMG_20180902_102959

રીત :-
એક કડાઈમાં દૂધ ને ઉકળવા મૂકો .દૂધ નો માવો થાય ત્યાં સુધી ઉકાળ વાનુ છે. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.photo_collage11535870883804માવો તૈયાર થાય એટલે તેમાં ગોળ નાખી એને બે થી ત્રણ મિનિટ હલાવુ . મિશ્રણ ધટ થાય એટલે ઈલાયચી પાવડર નાખી ગેસ બંધ કરી મિશ્રણને મિકસ કરી ઠંડુ થવા દેવું.photo_collage11535870952285મિશ્રણ ઠંડું થાય એટલે તેને પહેલાં મસળવુ પછી તેના નાના નાના પેડા વાળી તેના ઉપર પીસ્તા ની કતરણ મૂકવી.IMG_20180902_120713તો તૈયાર છે દૂધના ગોળ વાળા પેડા. આ યુનીક પેંડા બનાવો અને મારી રેસીપી ગમી હોય તો લાઈક અને શેર જરૂર કરજો.

રસોઇની રાણી : કાજલ શેઠ ( મોડાસા )

Comments

comments


4,302 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 13