દીવાલ તોડતા પુરું શહેર દેખાયુંઅંદર જતાં મુસ્તફા અને મજુરોની આંખો પહોળી થઈ ગઈ તુર્કીમાં રહેવાવાળા પચાસ વર્ષના મુસ્તફા બોજ્દેમિર નામના વ્યક્તિએ જુનું મકાન ખરીદયું. મકાનની હાલત વધારે ખરાબ હોવાથી મુસ્તફાએ મકાન રીનોવેશન કરવાનો વિચાર કર્યો.
રીનોવેશન દરમ્યાન એક દીવાલ એકદમ ઝર્ઝરિત તેથી તેને તોડવામાં આવી કે જેથી નવી બનાવી શકાય. મજુરોએ દીવાલ તોડી તો સામે સામેનો નજારો સમજમાં ન આવે તેવો હતો. સામે એક દરવાજો હતો. દરવાજાની અંદર જતાં મુસ્તફા અને મજુરોની આંખો પહોળી થઈ ગઈ.દરવાજાની પાછળ પૂરું શહેર દેખાય રહ્યું હતું. અચરજની વાત કહેવાય ને ? આ શહેરની બનાવટ અને આકારને દરેકને અસમંજસમાં નાંખી દીધા. તેમજ કોઈને કઈ સમજ આવ્યું નહીં. કારણકે જુના ઘરના રીનોવેશનમાં કરાવતાં હોય અને કોઈને ખજાનો મળ્યો અથવા તો કંકાલ મળ્યું અથવા સુરંગ મળી એવી જાણકારી મળે છે, પરંતુ….
આપણા ઘરની દીવાલ તોડો અને ત્યાં કોઈ ગુપ્ત દરવાજો જોવા મળે અને તેને ખોલતાં કોઈ એવું શહેર નજરે પડે કે, જેના વિષે તમને આજ સુધી કોઈ અંદાજ સુધ્ધા ન હોય. તે સમયે કોઇપણની હાલત કાપો તો લોહી ના નીકળે તેવી થઈ જાય. એવી જ હાલત મુસ્તફા અને મજુરની હતી. મુસ્તફાએ તરત જ તેની જાણકારી ગવર્નર ઓફીસર અને કલ્ચર ટુરીજ્મ ડાયરેક્ટરને કરી. પુરી તપાસ કર્યા પછી સરકારી અધિકારીઓએ જણાવ્યું કે, આ દીવાલ પાછળ ખુબ જુનું શહેર હતું. આ શહેરમાં વીસ હજાર માણસો રહેતા હતાં.
આ શહેરને દુશ્મનોથી સામાન્ય માણસની પુરી રીતે સુરક્ષા માટે બનાવવામાં આવેલ હતું. દ્રેંકુયુ શહેરની જમીનથી લગભગ ૬૦મીટર ઊંડાઈમાં છે. તે શહેરમાં અઢાર જેટલી બિલ્ડીંગ છે. તેમાં ચર્ચ, શહેર અને દુકાનો જેમાં જરૂરીયાતની ચીજવસ્તુઓ મળે છે. આ શહેર વસાવવાનું મુખ્ય ઉદેશ્ય માણસોને પ્રાકૃતિક મુસીબતોથી બચાવવા અને યુદ્ધની સ્થિતિમાં ત્યાં છુપાયને માણસો પોતાનો જીવ બચાવી શકે.
દ્રેંકુયુ શહેર મળ્યા પછી પુરાતત્વ વિભાગે એવી રીતે અન્ય અંડર ગ્રાઉંડ શહેરોની શોધખોળ ચાલુ કરી દીધી. પુરાતત્વ વિભાગે થોડા સમય માટે દ્રેંકુયુ શહેરનું પરીક્ષણ કર્યું અને ત્યારપછી તેને ટુરીસ્ટો માટે ખુલ્લું મુકવામાં આવ્યું જેથી પુરા વિશ્વના માણસોને જાણકારી મળે કે, પહેલાંના માણસો પાસે અનેક પ્રકારની કળા અને ટેકનોલોજી દ્વારા જમીનની અંદર બિલ્ડીંગ બાંધી શકતા હતા.
લેખક : કીર્તિ ત્રાંબડીયા
દરરોજ આવી અનેક જાણવા જેવી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.