ઘોરણ 12 પછી આ રીતે બની શકાય છે કોમર્શીયલ પાઈલોટ, જાણો ફીસ-સેલેરીથી માંડી ને દરેક માહિતી વિષે

ભારત માં એવિએશન સેક્ટર તેજી થી વિકાસ કરી રહ્યું છે. કોમર્શીયલ પાઈલોટ એક એવી જોબ છે જેની માંગ ક્યારેય ઓછી નથી થતી. ભારત નું સિવિલ એવિએશન ઘણું ગ્રોથ કરી રહ્યું છે. 2020 સુધીમાં એવું લાગે છે કે ભારત વિશ્વ નું ત્રીજા નંબર નું એવીએશન માર્કેટ બની જશે. એવા માં આ સેક્ટર માં ઘણી ભરતીઓ થશે. અને તેમાં કોમર્શીયલ પાઈલોટ ની માંગ ખુબ જ વધી જશે. આ જોબ કરવા માટે ક્ખુબ જ સાહસ અને સમજદારી ની જરૂરિયાત છે.

જો તમને તમારા માં આ ખૂબી દેખાય છે તો એવીએસન સેક્ટર તમારા જેવા યુવાનો ની જ રાહ જોઈ રહ્યું છે. આ માટે તમારી શેક્ષણીક યોગ્યતા 12 પાસ હોવી જરૂરી છે. 12 માં મેથ્સ અને ફીઝીક્સ માં પાસ હોવું જરૂરી છે. જો તમે 12 માં આ વિષયો નતા રાખ્યા તો ટેન્સન લેવાની જરૂર નથી. તમે ઓપન સ્કૂલિંગ દ્વારા આ પરિક્ષા પાસ કરી શકો છો. આ બાદ તમારે પાઈલોટ ના લાઇસન્સ મેળવવા ના રહેશે. જે ત્રણ પ્રકાર ના હોય છે.

એક છે સ્ટુડન્ટ લાઇસન્સ આ માટે તમારે 12 સાયન્સ માં 50 ઉપર માર્ક્સ મેળવવા જરૂરી છે.તેના માટે ઉમર 16 વર્ષ ની અને હાઈટ 5.5 ની હોવી જરૂરી છે.પછી ઓન્જેક્તીવ ટેસ્ટ હશે. પછી આ લાયસન્સ મળશે. આ બાદ હોય છે પ્રાઇવેટ પાઈલોટ લાઇસન્સ આ માટે તમારે થીયરી અને પ્રેક્ટીકલ બંને પરિક્ષ દેવાની રહેશે. આ માટે તમારી ઓછા માં ઓછી ઉમર 17 વર્ષ હોવી જરૂરી છે.  આ મેળવવા માટે 2 થી 5 લાખ નો ખર્ચ થશે. આ બાદ છેલ્લે હોય છે કોમર્શીયલ પાઈલેટ લાયસન્સ જે છેલ્લું સ્ટેજ છે.

પાઈલોટ દરેક વિમાન માટે ખુબ જ મહત્વ નો હોય છે. એમના પાસે ઘણી વિપરીત પરિસ્થિતિ સામે લડવા ની ક્ષમતા હોવી જરૂરી છે. આ શિવાય અમુક ટેકનીકલ જ્ઞાન પણ તેની પાસે હોવું જરૂરી છે. આ થોડું અધરું છે પણ પછી જ તમને લાયસન્સ મળશે. આ પોસ્ટ માટે ઘણી સેલેરી મળે છે. ટ્રેની પાઈલોટ ને મહીને 15 થી 20 હજાર સેલેરી મળે છે. અને પછી જુનિયર પાઈલોટ ને 1 લાખ થી વધુ સેલેરી મળે છે. અને સીનીયર પાઈલોટ ને 2.50 લાખ જેટલી સેલેરી મળે છે. આ પછી એમની યોગ્યતા અનુસાર સેલેરી વધ ઘટ થાય છે.

Comments

comments


3,198 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 4