ગરીબી દૂર કરી દોહ્મ દોહ્મ સાહેબી લાવે છે આ સરળ કામ
જ્યોતિષ અનુસાર ધન પ્રાપ્તિ દેવી લક્ષ્મીની કૃપા હોય તો જ શક્ય બને છે. પરંતુ જો તમે માત્ર લક્ષ્મીને ભજશો તો પણ ધનપ્રાપ્તિ શક્ય નથી. ધન પ્રાપ્તિ માટે લક્ષ્મીજી સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવી પણ જરૂરી છે. જે ઘરમાં લક્ષ્મી-વિષ્ણુની આરાધના થાય છે ત્યાં જ લક્ષ્મીજી સ્થાયી વાસ કરે છે. કારણ કે જ્યાં લક્ષ્મીજીના સ્વામીનો વાસ નથી હોતો ત્યાં માતા લક્ષ્મી પણ વાસ કરતાં નથી.
લક્ષ્મીપ્રાપ્તિ માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો પણ પ્રચલિત છે. જેમકે દક્ષિણાવર્તી શંખથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો. આવી રીતે પૂજા કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
આ ઉપરાંત પીળા રંગના વસ્ત્રમાં પાંચ પીળી કોડી અને થોડું કેસર તેમજ એક ચાંદીનો સિક્કો બાંધી તેને શુભ ચોઘડિયામાં તિજોરીમાં મૂકી દેવું. આ ઉપાય કર્યાના થોડા જ દિવસોમાં ઘરમાં ધનની આવક વધતી જણાશે અને કરજનો બોજો પણ દૂર થવા લાગશે.
ઘરમાં નિયમિત રીતે સાંજે ઈશાન ખૂણામાં દીવો કરવો જોઈએ. આ દીવો રૂથી નહીં પરંતુ નાળાછડીથી કરવો. આ સાથે જે ધનપ્રાપ્તિ માટે સૌથી વધારે ચમત્કારી ઉપાય છે શ્રીયંત્રની પૂજા. શુક્રવારના દિવસે શ્રીયંત્રની પૂજા કરવી. પૂજા કરતાં પહેલા શ્રીયંત્રનો અભિષેક દૂધથી કરવો અને પછી તેની પૂજા કરી અને તિજોરીમાં મૂકી દેવું. અભિષેક અને પૂજા કરેલું જળ ઘરના દરેક રૂમમાં છાંટી દેવું.