દરેક વ્યક્તિ પોતાની સફળતાનું નસીબ જાતે લખવા સક્ષમ હોય છે. તે પોતાની મહેનત અને ઉત્સાહથી ગમે તે મુકામ સુધી પહોંચી શકે છે. આજે એવા શખ્સિયતની વાત કરીએ, જે પોતાની મહેનત અને લગનથી સફળતાની ઊંચાઈ સુધી પહોંચી શક્યો. પાનની દુકાન પર મહેનત કરીને તેના નસીબ ચમકી ગયા. દિલ્હીના યશ ટેકવાની દિલ્હીમાં પાનની દુકાન ચલાવે છે અને પાન વેચીને જ તેમનું વાર્ષિક ટર્નઓવર 100કરોડની આસપાસ પહોંચી ગયું છે. તમે પણ વિચારમાં પડી જશો કેકોઈ માત્ર પાન વેચીને કેવી રીતે આટલા બધા રૂપિયા કમાવી શકે છે.
1965માં શરૂ કરી હતી પાનની દુકાન
1965માં યશ ટેકવાનીના પિતા ભગવાન દાસે આ દુકાનની શરૂઆત કરી હતી. આજે યશ ટેકવાનીની લગભગ 7પાનની દુકાનો છે, જેમાંથી 2 થાઈલેન્ડમાં છે અને હવે તેઓ જલ્દી જ લંડનમાં પણ પોતાની પાનની દુકાન શરૂ કરવા જઈ રહ્યા છે. યશ ટેકવાનીનો આખો પરિવાર આ બિઝનેસ સાથે જોડાયેલો છે. તેમનું માનવું છે કે કોઈ નાનું-મોટું નથી હોતું.
યશ ટેકવાનીના પાનની દુકાન દેશભરમાં ફેમસ છે. સામાન્ય માણસોથી લઈને મોટામોટા નેતાઓ અને સ્ટાર્સ પણ તેમના પાન ખાવા આવે છે. રાજનેતાથી લઈને અંબાણી… દરેકે તેમના પાનના સ્વાદ ચાખેલા છે. યશ ટેકવાનીએ પોતાની દુકાનમાં અંબાની, અમિતાભ બચ્ચન અને કપૂર પરિવારના લોકોની અનેક તસવીરો લગાવી છે, જેમાં તેઓ અનેક મોટી હસ્તીઓને પાન સર્વ કરતા નજરે આવી રહ્યા છે.
યશ ટેકવાની ખુદને પાન બનાવવાના માસ્ટર માને છે. તેમની દુકાન પર પાનની લગભગ 12 વેરાયટીઓ મળે છે અને કિંમતની વાત કરીએ તો અહીં પાન 30 રૂપિયાથી શરૂ થઈને 5000 રૂપિયા સુધી મળી આવે છે. યશ ટેકવાનીની દુકાનમાં મહિલાઓ માટે ચોકલેટ પાન, કૈટરીના પાન અને કરીના પાન સૌથી વધુ ફેમસ છે. કૈટરીના સ્પેશિયલ પાનમાં કાથો અને ચૂનો લગાવવામાં નથી આવતો. તો કરીના પાનમાં માત્ર મિન્ટ જ હોય છે.
યશ ટેકવાની કહે છે કે, કોઈ કામ નાનું-મોટું નથી હોતું. કામ તો કામ હોય છે, જેનાથી આપણા પરિવારની રોજીરોટી ચાલે છે. 1965માં શરૂ કરાયેલી પાનની નાનકડી દુકાને આજે યશ ટેકવાનીએ એક નવો જ મુકામ આપી દીધો છે. તેમના પાન ન માત્ર ભારતમાં જ, પરંતુ વિદેશોમાં પણ ધૂમ મચાવી રહ્યા છે. તેથી જ તેઓ વિદેશોમાં બ્રાન્ડ શરૂ કરવા પર પહોંચી ગયા છે.
લેખન સંકલન : અશ્વિની ઠક્કર
દરરોજ આવી અનેક રસપ્રદ અને જાણવા જેવી વાતો વાંચો ફક્ત આપણા પેજ પર.