દરરોજ રાત્રે સુતા પહેલા માત્ર ૭ દિવસ માટે ખાવ ગોળ, અનેક તકલીફ થઇ જશે દુર તો આજે જ અપનાવો…

ગોળ ના ફાયદાઓ તો આપળે જાણીએ છીએ પણ આજે અમે તમને જણાવવા માંગીએ છીએ કે જો રોજ રાતે સુતા પેલાં ખાવામાં આવે અને સાત દિવસ સુધી આ ક્રમ જળવાઈ તો તેનાથી તમને વધુ ફાયદાઓ મળે છે. આયુર્વેદ માં પારંગત એવા અબરાર મુલતાની ના જણાવ્યા મુજબ ચુસ્ત રેહવા માટે રોજ વીસ ગ્રામ જેટલો ગોળ અરોગવો જોઈએ.

આજ નુ ખાન પાન એટલું અયોગ્ય છે કે જેનાથી ઘણી બધી બીમારીઓ આપળા શરીર ને તેમનું ઘર બનાવી લે છે. આજ નો યુવાન આનો શિકાર વધુ છે તે થોડાક પરિશ્રમ થી પણ થાકી જાય છે તો એવા જ થાક ને દુર કરવા માટે ગોળ એકમાત્ર અમુલ્ય ઔષધી છે. તેમાં રહેલ તત્વો શરીર ના એસીડ ને દુર કરે છે ત્યારે ગોળ ને ખાંડ નો વિરોધાભાસી બતાવ્યો છે.

આપળે જમ્યા બાદ ગળ્યું ખાતા જ હોઈ છીએ પણ જો આરોગ્ય ની દ્રષ્ટિ એ જોવા જઈએ તો ગળ્યા માં ગોળ નુ સેવન અતિ ગુણકારી માનવામાં આવ્યું છે. ભારત ની સંસ્કૃતિ પ્રમાણે ગોળ નો મ્હ્વ્ત કાઈક અલગ જ છે.ગોળ હોય કે ખાંડ બન્ને શેરડી ના રસ માંથી જ બનાવવા માં આવે છે.

એક વૈજ્ઞાનિક સંશોધન મુજબ નિયમિત ગોળ નુ સેવન આપળા શરીર માટે હિતાવત સુચવવા માં આવ્યું છે. તેમાં વિટામીન બી વધુ માત્રા માં જોવા મળે છે જે મોટા ભાગ ની તકલીફો માં ફાયદારૂપ થાય છે.

ગોળ ના અનન્ય ફાયદાઓ…

ચામડી બને ચમકદાર :

માત્ર ૭ દિવસ સુધી રોજ ગોળ ખાવા આવે તો તેનાથી ટોક્સીન શરીર થી બહાર નીકળે છે અને આપળી ચામડી સાફ અને સ્વસ્થ થઇ જાય છે તેમજ ચામડી થી લગતા પ્રશ્નો નો પણ સમાધાન થાય છે.

હાડકા ને બનાવે મજબુત :

કેલ્શિયમ અને ફોસ્ફરસ હોવાને લીધે હાડકાઓ મજબુત બને છે.

શરીર ની નબળાઈ દુર કરે :

જો દૂધ અને ગોળ નુ સાથે સેવન કરવામાં આવે તો તેનાથી શરીર નુ ઉર્જા પ્રમાણ વધે છે અને નબળાઈ દુર થતી જણાય છે.

વાયુ અને પિત્ત માટે :

રાત્રે સુતા પહેલા થોડો ગોળ ખાવાથી વાયુ તેમજ પિત્ત માં રાહત મળે છે.

માઈગ્રેન અને માથાનો દુખાવો :

દિવસ દરમિયાન બે વાર સવારે ભૂખ્યા પેટે તેમજ રાતે સુતા પહેલા ગાયનુ ઘી ૫ મી.લી અને દસ ગ્રામ ગોળ સાથે આરોગવા માઈગ્રેન અને સામાન્ય માથાનો દુખાવા દુર થાય છે.

રક્ત શુદ્ધિકરણ:

ગોળ થી પાચનતંત્ર મજબુત થાય તેમજ પાચન ક્રિયા ને યોગ્ય રાખી લોહી ને ચોખ્ખુ કરે છે અને મોટાબોલીજમ ઠીક કરે છે.

એનીમિયા :

એનીમિયા ના રોગીઓ માટે અકસીર ગણાતા ગોળમાં આઇરન હોવાથી તે બહુ ઉપયોગી છે.

શરદી અને કફ :

ગોળ શરદી અને કફ માં રાહત આપે છે, તેને તમે ચા અથવા લાડુ માં નાખીને પણ આરોગી શકો છો.

તાવ અને દમ શ્વાસ :

ગોળ થી તાવ માં નિયંત્રણ રાખી શકાય તેમજ એન્ટી એલર્જીક તત્વો ને લીધે દમા ના રોગી માટે પણ તે ગુણકારી સાબિત થાય છે.

સાંધા માં થતી પીડા:

નિયમિત આદુ અને એક કટકો ગોળને સાથે ખાવાથી સાંધાના દુખાવા માં રાહત થાય છે.

બી.પી :

વધુ માત્રા માં પોટેશિયમ હોવાથી તે રક્ત પ્રવાહ ને નિયંત્રણ માં રાખે છે.

ગોળને આરોગવા ની રીત:

દૂધ ની સાથે :

રાત્રે જમવા ની સાથે ગોળ ખાવામા આવે છે. દૂધ સાથે ગોળ લેવાથી શરીરમા હિમોગ્લોબીનની માત્રા વધે છે અને શરીર મા નવી ઉર્જા નો સંચાર થાય છે.

છાશ સાથે :

શિયાળા ની ઋતુ માં પરોઢ સમયે ગોળ અને છાશ સાથે લેવાથી શરીર ચુસ્ત બને અને શરીર ને નવી ઉર્જા પણ મળે છે.

દેશી ઘી મા ભેળવી :

જો ખાલી ગોળ ના ભાવે તો તેને ઘી માં ભેળવી રોટલી સાથે ખાવા માં આવે છે. તેનાથી શરીર ને બહુ ઉર્જા મળે છે.

Comments

comments


3,529 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + = 4