દરેક ઉંમર ના વ્યક્તિ માટે, શરીર મા લોહી નુ પ્રમાણ વધારો આ ઘરગથ્થુ ઉપાયથી…

શરીરમાં લોહીની કમી હોવાના કારણે કમજોરી આવે છે. જો સમય રહેતા આનો ઈલાજ કરવામાં ન આવે તો માથામાં દુ:ખાવો,થાક અને ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઇ શકે છે. લોહીની કમીને બચવા માટે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ,દિલ્લી ના ડોક્ટર પાલક નું પીણું પીવાની સલાહ આપે છે. તેમના અનુસાર પાલક નુ શાક કે સલાડ માં મિક્ષ કરીને ખાવાથી હિમોગ્લોબીન લેવલ વધે છે અને કમજોરી દૂર થાય છે.

લોહીને શુદ્ધ કરવાની આ રીત પણ છે બેસ્ટ :

આયુર્વેદિક દાકતર મુજબ લોહીને સાફ કરવા માટે

૧) આદુનો રસ અને તેમાં ૧ લીંબુનો રસ, કાળા મરી અને મીઠું મિક્ષ કરીને પીવાથી.

૨) રોજ ૧ આમળું ખાવાથી લોહી શુદ્ધ થાય છે.

૩) લસણમાં રહેલ એલિસિન થી લોહી શુદ્ધ થાય છે અને આને તમે તમારા ભોજન માં ઉપયોગ કરવાથી એનિમિયાથી બચાવ પણ થઇ શકે છે.

જાણો લોહી વધારવાનો એક સરળ ઘરેલુ નુસખો :

રોજ પાલક જ્યુસમાં મધ મિકક્ષ કરીને પીવો. આનાથી લોહી વધે છે અને ઈચ્છા હોય તો પાલકનું શાક બનાવીને ખાઓ. પાલકમાં આયરન,વિટામિન B12 અને ફોલિક એસિડ હોય છે. આનામાં મધ મિક્ષ કરીને પીવાથી આયર્નની માત્રા વધે છે. લોહીની કમી દૂર થાય છે.

હજુ શું કરવું જોઈએ :

ખાવાનું શક્ય હોય તો દરરોજ લોંખડની કઢાઈમાં બનાવો. આમાં ખાવામાં આયર્નની માત્રા વધે છે.

શું નહી કરવું જોઈએ:

કોફી અને ગ્રીન ટી પીવાનું ટાળો. આનાથી શરીર માં આયર્ન પૂરી રીતે પાચન થતું નથી અને તેનાથી લોહીની કમી વધે છે.

ખાસ જાણવા જેવું કે જેને પણ પોટેશિયમ વધુ રહેતું હોય તે આ પ્રયોગ કરતા પહેલા પોતાના ડોક્ટરની સલાહ અવશ્ય લે.

Comments

comments


3,222 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + 6 =