સિંધિ દાલ પક્વાન
સામગ્રી:
પક્વાન માટે :
- મેંદો – ૧ વાટકી,
- અજમો- ૧ ચમચી,
- જીરું – ૧ ચમચી,
- મીઠું,
- તેલ- ૩ ચમચી,
- પાણી જરૂર મુજબ,
- તેલ તળવાં માટે,
દાલ માટે :
- ચણાની દાલ – ૧ વાટકી,
- હળદર- ૧ ચમચી,
- મીઠું,
- પાણી જરૂર મુજબ,
- તેલ- ૩-૪ ચમચી,
- રાય- ૧ ચમચી,
- જીરું- ૧ ચમચી,
- લીલું મરચું- ૨ નંગ,
- મીઠો લીમડો,
- ડુંગળી – ૧ મોટી,
- ગરમ મસાલા – ૧ ચમચી,
- લાલ મરચું પાવડર- ૨-૩ ચમચી,
- ધાણાજીરું પાવડર- ૧ ચમચી.
- કોથમીર.
રીત:
સૌપ્રથમ ચણાની દાળ અડધી કલાક માટે પલાળવી અને તે સમયમાં પકવાન બનાવવા.
સૌપ્રથમ એક વાસણમાં મેંદો લેવો ને પછી અજમાને અને જીરાને હાથ વડે મસળીને લેવાં.
પછી મીઠુ ઉમેરવું, તેલ ઉમેરવું પછી બધું બરાબર મિક્સ કરી લેવું.
પછી હળવે હળવે પાણી ઉમેરીને ના કઠણ કે ના ઢીલો એવો લોટ બાંધવો.
પછી પાતળી ને મીડીયમ સાઈઝ ના પકવાન બનાવવા.
પછી છરી ની મદદ થી નાના નાના કાપા કરી લેવા જેથી પકવાન ફૂલે નહિ.
ગુલાબી બ્રાઉન થાય ત્યાં સુધી પકવાન તળવા.
પકવાન તૈયાર છે, હવે અપને દાળ બનાવસું.
દાળ માટે સૌપ્રથમ કુકર માં દાળ લેવી પછી તેમાં હળદર ને મીઠું ઉમેરવું.
એક કઢાઇમાં તેલ લેવું પછી તેમાં રાઈ ઉમેરી રાય તટળે એટલે જીરું લીલા મરચી ની ચીરીને લીમડાનાપાન પણ ઉમેરવા પછી ઝીણી સમારેલ ડુંગળી સાંતળવી.
પછી બાફેલી દાળ ઉમેરવી ને હલાવતા જવું.પછી ગરમ મસાલો, ધાણા જીરૂ, લાલ મરચું ઉમેરી મિક્સ કરવું.છેલ્લે કોથમીર ઉમેરી ગેસ બંધ કરી દેવો.
દાલ પકવાન ને આપણે મસાલા સિંગ , ડુંગળી, સેવ ,આંબલી ની ચટણી, લસણ ની ચટણી, લીલી ચટણી ઉમેરી સર્વ કરશુ.
રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર )