બટાકા અને દહીંનું એક ચટપટું કોમ્બિનેશન ટ્રાય કરો… શીખી લો અને આજે જ બનાવો આ દહીંવાલે આલુ… ગરમાગરમ ભાખરી કે પરોઠા સાથે ખાવાની બહુ જ મજા આવશે…
- વ્યક્તિ : ૨
- સમય : ૨૦ મિનિટ
સામગ્રી :
- ૪ બટાકા (મધ્યમ કદનાં)
- ૧/૨ કપ મોળું દહીં
- ૪ ટે.સ્પૂ. તેલ
- ૧ ટી.સ્પૂ. જીરૂં
- ૧/૨ ટી.સ્પૂ. રાઈ
૧૧/૨ ટે.સ્પૂ. કાશ્મીરી લાલ મરચું - ૧ ટી.સ્પૂ. ધાણાજીરૂં
- ૧/૪ ટી.સ્પૂ. હળદર
- ૩ ટે.સ્પૂ. લીલા ધાણા
- મીઠું સ્વાદ અનુસાર
રીત :
૧) સૌ પ્રથમ બટાકાને પાણી વડે બરાબર ધોઈ લો. વચ્ચેથી કાપીને બે ટુકડા કરી લો. એક વાસણમાં બટાકા, થોડું મીઠું અને પાણી ઉમેરીને કૂકરમાં બાફી લો.
૨) બટાકા બફાય ત્યાં સુધી લીલા ધાણાને ઝીણા સમારી લો. કુકર ઠંડુ થાય એટલે બટાકાની છાલ ઉતારીને ૧ ઇંચ માપના ટુકડા કરી લો.
૩) એક કઢાઈમાં વઘાર માટે તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે જીરૂં ઉમેરો. જીરૂં તતડે એટલે તેમાં હળદર અને બટાકાના ટુકડા ઉમેરીને હલાવી લો. જરૂર મુજબ મીઠું ઉમેરો અને ૨-૩ મિનિટ શેકી લો.
૪) ત્યારબાદ લાલ મરચું અને ધાણાજીરૂં ઉમેરો. છેલ્લે દહીં ઉમેરીને હલાવી લો અને તરત જ ગેસ બંધ કરી દો.
૫) તૈયાર છે દહીંવાલે આલુ… ઉપરથી દહીં અને લીલા ધાણા વડે સજાવીને પીરસો…
નોંધ :
★ દહીં એકદમ મોળું જ લેવાનું છે અને જો ઘટ્ટ હોય તો ૧-૨ ટે.સ્પૂ. પાણી ઉમેરી શકાય.
★ દહીંને વલોવ્યા વગર જ શાકમાં ઉમેરી દેવાનું છે. દહીં ઉમેર્યા પછી શાકને શેકવાનું નથી. તરત જ ગેસ બંધ કરી દેવો.
★ જૈન રેસીપી માટે બટાકાના બદલે કાચા કેળાં બાફીને ઉપયોગમાં લેવા.
રસોઈની રાણી : ભૂમિ પંડ્યા – આણંદ
આપ સૌને મારી આ વાનગી કેવી લાગી ? અચૂક જણાવજો !