આજે દાઢી દિવસ છે, તો ચાલો જાણીએ એના વિષે વધુ

આજનો દિવસ   ૧ સપ્ટેમ્બર    વિશ્વ દાઢી દિવસ

‘કાકા’ દાઢી રાખિએ, બિન દાઢી મુખ સુન,
જ્યોઁ મસુરી કે બિના, વ્યર્થ દેહરાદુન
વ્યર્થ દેહરાદુન, ઇસી સે નર કી શોભા
દાઢી સે હી પ્રગતિ કર રહે સઁત વિનોબા
મુનિ વશિષ્ઠ યદિ મુખ પર દાઢી નહીઁ રખાતે
તો ક્યા વે ભગવાન રામ કે ગુરુ બન પાતે ?
શેક્સપિયર, બર્નાર્ડ શો, ટાલ્સટોયે, ટૈગોર
લેનિન, લિઁકન બન ગએ જનતા કે સિરમૌર
જનતા કે સિરમૌર, યહી નિષ્કર્શ નિકાલા
દાઢી થી, ઇસલિયે મહાકવિ હુએ નિરાલા
કહ ‘કાકા’ , નારી સુઁદર લગતી સાડી સે
ઉસી ભાઁતિ નર કી શોભા હોતી દાઢી સે.

દાઢીની ‘ગાથા’ હળવી શૈલીમાઁ રજુ કરતી ખ્યાતનામ હાસ્યકવિ કાકા હાથરસીની આ રચના છે. વાત એમ છે કે, દર વર્ષે ૧ સપ્ટેમ્બરની ઉજવણી ‘વર્લ્ડ બીયર્ડ ડે’ એટલે કે ‘વિશ્વ દાઢી દિવસ’ તરીકે કરવામાઁ આવે છે. છીપલા, શાર્ક માછલીના દાઁત, તીક્ષ્ણ પથ્થરથી શેવિઁગ એટલે દાઢી કરવાનુઁ કહેવામાં આવે તો તેની કલ્પના માત્ર વિચિત્ર લાગે. પરઁતુ પ્રાચિન કાળમાઁ દાઢી કરવા માટે પુરુષોએ આ વસ્તુનો ઉપયોગ પણ કર્યો છે. સદીઓ અગાઉ ઇજિપ્તના લોકો દાઢી કરવા માટે નાની કુહાડી દ્રારા બઁને તરફ ધાર વાળુઁ અને બ્લેડ બદલી શકાય તેવુઁ રેઝર બનાવવામાઁ આવ્યુઁ અને તેને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ પછી શેવિઁગે હવે ઇલેક્ટ્રોનિક રેઝર સુધીની મજલ કાપી લીધી છે.

સર્વેક્ષણ અનુસાર એક વ્યક્તિને શેવિઁદ કરવામાઁ પાઁચ મિનિટનો સમય લાગે છે. એક વ્યક્તિ પચાસ વષ સુધી દરરોજ પાઁચ-પાઁચ મિનિટ શેવિઁગ કરે તો એ તેના જીવનના ત્રેસઠ દિવસ શેવિઁગ પાછળ જ ફાળવી દે છે તેમ કહી શકાય. દાઢી રાખવી કે કેમ તેની ફેશનમાઁ વર્ષોથી પરિવર્તન થતુઁ રહે છે. હાલમાઁ ખાસ કરીને વિરાટ કોહલી, રણવીર સિઁહ જેવી સેલિબ્રિટીને કારણે આપણે ત્યાઁ દાઢી રાખવી તે એક ફેશન બની ગઇ છે. બાય ધ વે, વિરાટ કોહલીએ તેની દાઢી માટે વીમો પણ કઢાવ્યો છે. આજના સમયની સરખામણીએ થોડા વર્ષ અગાઉ કોઇ પુરુષનુઁ બ્રેકઅપ થયુઁ હોય કે કવિ બની ગયો હોય તો જ તેના ચેહરા પર દાઢી જોવા મળતી.

અમેરિકાના સોળમા પ્રેસિડેન્ટ અબ્રાહમ લિઁકન માટે તો દાઢી તો ગાદી સુધીનો રસ્તો બની ગઇ હતી તેમ કહી શકાય. ઇ.સ. ૧૮૬૦ની અમેરિકાની ચુઁટણી અગાઉ ગ્રેસ બેડેલ્લ નામની છોકરીએ અબ્રાહમ લિઁકનને પત્ર લખીને એવી સલાહ આપી હતી કે તમે દાઢી વધારશો તો તમે અમેરિકાના પ્રમુખ બની જશો. આ છોકરીના અનુરોધને ધ્યાનમાઁ રાખીને લિઁકને દાઢી વધારી નહીઁ અને તેઓ અમેરિકાના પ્રમુખ બન્યા હતા. દાઢીને રાખવા અઁગે અઁધશ્રધ્ધા પણ પ્રવર્તતી હોય છે. ઇ.સ.૨૦૧૬માઁ કોપા અમેરિકા ફુટબોલ ટુર્નામેન્ટ શરુ થઇ ત્યારથી આર્જેંન્ટિનાના સુપરસ્ટાર ફુટબોલર લિયોનેલ મેસ્સીએ દાઢી રાખવાનુઁ શરુ કર્યુઁ. યોગાનુયોગ મેસ્સીની દાઢી વધતી ગઇ તેમ આર્જેન્ટિનાની ટીમના દેખાવમાઁ સુધારો થતો ગયો અને તે ફાઇનલ સુધી પહોઁચવામાઁ સફળ રહી હતી. આવી જ રીતે અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા ૯/૧૧ના હુમલા બાદ ગ્રે વેડલ નામના અમેરિકન શિક્ષકે એવુઁ પ્રણ લીધુઁ હતુ કે બિન લાદેન નહી પકડાય ત્યાઁ સુધી તે દાઢી વધારતો જશે. ખેર, આ મહાશયને તો દાઢી કરવાનો મોકો મળ્યો પણ આપણે ત્યાઁથી કોઇએ ઇ.સ. ૧૯૯૩ના મુઁબઇના બ્લાસ્ટ બાદ દાઉદના પકડાવવા માટે આવી બાધા રાખી હોત તો તે મહાનુભાવનુઁ નામ અત્યાર સુધી સૌથી વિશાળ દાઢી માટે ‘ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝ’માઁ નોઁધાઇ ચુક્યુઁ હોત. રિયલ લાઇફમાઁ અમિતાભ બચ્ચનને તેની કારકિર્દીની બીજી ઇનિઁગ્સમાઁ દાઢી કેટલી ફળી છે તે આપણે જાણીએ જ છીએ. રિલ લાઇફમાઁ ‘ગોલમાલ’માઁ ઉત્પલ દત્ત મુઁછવાળાને જ નોકરી આપે છે, ‘શરાબી’ ફિલ્મમાઁ વિક્કીબાબુ તેમને ત્યાઁ કામ કરતા નથ્થુલાલજીની મુછો પર ફિદા હોય છે, કિશોરકુમારે દાઢીના વિષયા પરા ‘બઢતી કા નામ દાઢી’ ફિલ્મ પણ બનાવી હતી. દાઢી-મુછ મેઇન્ટેન્સ માગી લેતી વસ્તુ છે, તેને વગડના વેલાની જેમ નહીઁ પણ બગીચાના છોડની જેમ ઉછેરવી પડતી હોય છે. રવિન્દ્રનાથ ટાગોર, ફ્રેડરિચ નિત્શે, અર્નેસ્ટ હેમિઁગ્વે, કાર્લ માર્ક્સ, ડબલ્યુ. જી. ગ્રેસ, અબ્રાહમ લિઁકન એવી ચુનઁદા હસ્તીઓ છે જેમના ચહેરાની કલ્પના પણ દાઢી વિના થઇ શકે નહીઁ.

લેખક – ચિઁતન બુચ

પોસ્ટ : વસીમ લાંડા

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,761 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 9 =