“વાયુ”ને તેનું નામ કેવી રીતે મળ્યું ? અને ચક્રવાતોને સામાન્ય રીતે કેવી રીતે નામ આપવામાં આવે છે?

વાવઝોડા નું નામ “વાયુ”  કેવી રીતે પાડવામાં આવ્યું?

જ્યારે ભારત ના ઉત્તરીય રાજ્યો ગરમીના પ્રકોપ થી ઘેરાયેલા છે, ત્યારે પશ્ચિમી ભારત નું રાજ્ય ગુજરાત માં ચક્રવાત “વાયુ” એ એક ભયભીતિ પેદા કરી છે. ગુજરાતના સૌરાષ્ટ્ર- વેરાવળ કિનારે દક્ષિણે આવેલા ચક્રવાતને ભારત દ્વારા “વાયુ” તરીકે નામ આપવામાં આવ્યું છે. વાયુ એટલે પવન.

“વાયુ”ને તેનું નામ કેવી રીતે મળ્યું ? અને ચક્રવાતોને સામાન્ય રીતે કેવી રીતે નામ આપવામાં આવે છે?

પાછલા ચક્રવાતને બંગાળની ખાડીમાંથી બહાર આવવા માટે ફાની નામ આપવામાં આવ્યું હતું, જેના કારણે ઓડિશા માં રૂ.9,336.26 કરોડનું નુકસાન થયું હતું. તેના પહેલા 2017 માં ચક્રવાત ઓખી અને તેની પહેલા વર્ષે તિતલી અને ગજા નામના વાવાઝોડા આવેલા હતા.

વિશ્વભર ના ઉષ્ણકટિબંધીય દરેક તટપ્રદેશો માં આવનારા ચક્રવાત ના નામો ની નામસૂચિ છે જે નામો વારાફરતી બદલાતા રહે છે. બંગાળની ખાડી અને અરેબિયન સમુદ્ર મા આવતા ચક્રવાતોને, WMO/ESCAP (ડબલ્યુએમઓ / ઇએસએસએપી) તરીકે ઓળખાતા જૂથના આઠ સભ્ય દેશો દ્વારા નામકરણની સિસ્ટમ માટે સહમત થય હતા, આ સિસ્ટમ 2004 થી અમલમાં આવી હતી. વિશ્વ હવામાનશાસ્ત્ર સંગઠન [World Meteorological Organisation (WMO) (ડબ્લ્યુએમઓ)] એ ચક્રવાતના નામકરણ ની યાદી તૈયાર કરેલી છે.

cyclone-names(Image source: IE)

આ દેશોએ આઠ નામો ના પ્રસ્તાવ મૂક્યા છે જે પછી 8 × 8 ટેબલમાં ગોઠવવામાં આવે છે. જેમ કે પ્રથમ ચક્રવાત માટે , જ્યારે સૂચિ માંથીપસંદગી કરવામાં આવી હતી ત્યારે તે પ્રથમ કોલમની પહેલી પંક્તિમાં નામ આપવામાં આવ્યું હતું – ઓનિલ, જે બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યું હતું. અને ત્યાર પછી ના ચક્રવાતો ના નામ ક્રમશઃ, સ્તંભ મુજબ રાખવામાં આવ્યા છે, જેમાં દરેક ચક્રવાત સાથે છેલ્લું ચક્રવાત નીચે તરત જ નામ આપવામાં આવ્યું છે.

fani cyclon

જેમ જેમ ટેબલ સ્તંભની નીચે પહોંચી જાય તેમ, નામોનું અનુક્રમ પછી આગલા સ્તંભની ટોચ પર થી આગળ ખસેડે છે. પ્રથમ આઠ કૉલમનો ઉપયોગ ફાની (બાંગ્લાદેશ દ્વારા સબમિટ કરાયેલ) સાથે છેલ્લો છે. ફાની શબ્દનો અર્થ સાપ છે.

અને આવી રીતે જ આ ચક્રવાતનું નામ “વાયુ” રાખવામાં આવ્યું છે. જે આપેલ 8 x 8 ના ટેબલ માં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. અને હવે જ્યારે પણ કોઈ નવું ચક્રવાત આવે ત્યારે આગામી ચક્રવાત ની યાદી પ્રમાણે રાખવામાં આવશે.

ગયા વર્ષે “તીતલી” નામના ચક્રવાતે આંધ્રપ્રદેશ અને ઓડિશાને ધમરોળ્યું હતું, તે નામ પાકિસ્તાન દ્વારા સૂચવવામાં આવ્યું હતું. વર્ષ 2017 માં આવેલ ઓખી નામનું ચક્રવાત તમિલનાડુ અને કેરાલા ત્રાટક્યું હતું, તે નામ થાઇલેન્ડ દ્વારા 2017 માં આપવામાં આવ્યું હતું.

કોષ્ટક માં આપેલા 64 નામોનો ઉપયોગ કર્યા પછી, આઠ દેશો નવા નામો સબમિટ કરે છે. નોંધનીય છે કે બંગાળની ખાડી અને અરેબિયન સમુદ્રમાંથી ઉદભવતા ચક્રવાતો માટે, ભારતના હવામાનશાસ્ત્ર વિભાગના પ્રાદેશિક વિશિષ્ટ હવામાન કેન્દ્ર (આરએસએમસી) દ્વારા ઉત્તરીય ભારતીય સિસ્ટમ પર ઉષ્ણકટિબંધીય ચક્રવાતો માટે સમજાવ્યા મુજબ, આ નામ દર થોડા વર્ષે ફેરવવામાં આવતા નથી.  ગુજરાતના સૌરાષ્ટ્ર- વેરાવળ કિનારે દક્ષિણે આવેલા ચક્રવાતને ભારત દ્વારા “વાયુ” તરીકે નામ આપવામાં આવ્યું છે.

ચક્રવાતો ના નામ કેમ આપવામાં આવે છે ?
વિશ્વ હવામાનશાસ્ત્ર સંગઠન ((WMO)) World Meteorological Organisation અનુસાર, ચક્રવાતનું નામ આપવાનો મુખ્ય હેતુ એ છે કે લોકોને કોઈ એક વિસ્તારમાં આવતા તોફાનનો ટ્રૅક રાખવામાં મદદ કરવી એ છે.અલગ અલગ નામો, આ વાવાઝોડાઓને ઓળખવા માટે સંબંધિત અધિકારીઓને પણ મદદરૂપ થાય છે અને રેખાંશ અને અક્ષાંશ જેવી બોજારૂપ તકનીકી માહિતીને બદલે આસાન ટ્રૅક રાખે છે.

Comments

comments


3,951 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 14