કેટલાય માણસોને સૂતાં પહેલાં જ નીંદર આવી જાય છે પરંતુ કેટલાય માણસોને રોજ રાત્રે જલ્દી સુવામાં તકલીફ પડે છે. કેટલાય રિસર્ચમાં કહ્યું છે કે રોજના રાત્રે ૭થી ૯ કલાક નીંદર કરવી બહુ જરૂરી છે, પરંતુ કેટલાય માણસો એવા છે જે આનાથી પણ બહુ ઓછી નીંદર કરે છે. કેટલાય ઉપાયો એવા છે કે જેની મદદથી આ સમશ્યાને ઓછી કરી શકાય. રાત્રે વહેલાં સુવાના ઉપાય અને ફાયદાઓ ઉપર એક નજર નાખીએ.
૧) જો તમે વૃદ્ધ છો, તો રોજના ૭થી ૮.૩૦ કલાકની આસપાસ નીંદર કરવી જોઈએ. બાળકો (૫વર્ષ કે તેનાથી ઉપર) અને યુવાનોએ ૮.૩૦ કલાકથી ૧૧ કલાક એટલે કે વૃદ્ધથી વધારે નીંદર કરવાની જરૂરત હોય છે.
૨) સૂતાં પહેલાં રાત્રિના કેફિન મિક્સવાળી કોઈ પણ ચીઝ જેવી કે ચા-કોફી ન પીવી જોઈએ. જો તમે રાત્રે જલ્દી સૂવાનો પ્રયત્ન કરો છો તો કેફિનમિકસીંગ વાળા અને નિકોટિન વળી ચીઝથી દૂર રહો તેની અસર કલાકો સુધી રહે છે અને જો તમે નીંદર કરવા માંગો તો તેના પરિણામે તમે નીંદર નથી કરી શકતા. તેનાથી વધારે સૂતાં પહેલાં શરાબ પણ ન પીવો જોઈએ કેમકે તેનાથી નીંદર તો આવશે પણ નીંદર સારી અને ઊંડી નથી થતી.
૩) તમારો રાત્રિના જમવાનું સૂતાં પહેલાં ૨થી ૩ કલાક પહેલા પૂરું થઈ જવું જોઈએ. જો તમે સૂતાં પહેલાં જમશો તો તમને સુવામાં તકલીફ પડશે અને રાત્રે જાગવું પડશે.
૪) રાત્રે સૂતાં પહેલાં કાઈ એવું કરો કે જેનાથી નીંદર આશાનીથી આવી શકે જેમકે ચોપડીઓ વાંચવી, સ્નાન કરવું, મૂડ સારો કરવા વાળા ગીતો સાંભળવા. આ સિવાય તમારૂ પથારી, ઓસીકું વગેરે આરામદાયક હોવું જોઈએ જેનાથી રાત્રે સુવામાં કોઈ પ્રકારની તકલીફ ન પડે.
૫) ચેરી, દૂધ, કેળાં, બદામ, આંબળા, ઈંડા, હર્બલ ચા વગેરે એવિચીઝો છે જેનાથી રાત્રે જલ્દી સુવા અને સારી નીંદર આવવામાં મદદરૂપ થશે.
૬) તનાવ ઓછો થાય છે, સવારે સ્ફૂર્તિ મહસૂસ કરે છે, યાદદાસ્તમાં સુધાર આવે છે, વજન ઓછું કરવામાં મદદ મળે છે, સુગરનું જોખમ ઓછું રહે છે.
લેખન : સંજયકુમાર ત્રિવેદી
તમારા મિત્રોને પણ આ માહિતી જણાવો અને તેમના સ્વાસ્થ્યને સારું બનાવવામાં મદદરૂપ થાવ.