કોફી ચોકલેટ સ્વિસ રોલ – બાળકોની મનપસંદ વાનગી બનશે આ વેકેશનમાં, તમે એકવાર ટ્રાય કરો અનેકવાર ફરમાઇશ થશે ……

બાળકો નું વેકેશન પડતા ની સાથે જ નવું નવું ખાવા ની ડીમાંડ નું લીસ્ટ પણ આવી ગયું હશે…!!! તો ચાલો આજે એકદમ નવી જ પ્રકાર નો કોફી ચોકલેટ સ્વીસ રોલ બનાવીએ.

સામગ્રી :

 • 1 કપ મેંદો
 • 1/2 કપ કન્ડેન્સ્ડ દૂધ
 • 1/4 કપ પાઉડર ખાંડ
 • 1/2 કપ દૂધ
 • 2 tbsp કોકો પાવડર
  2 tbsp બટર
 • 2 tbsp તેલ
 • 1 ટીસ્પૂન ચોકલેટ એસેન્સ
 • 1 ટીસ્પૂન સરકો (વીનેગર)
 • 1 ટીસ્પૂન બેકિંગ પાઉડર
 • 1/3 tsp બેકીંગ સોડા
 • 1/2 વાટકો વીપ ક્રીમ
 • 4 tbsp કોફી પાઉડર

રીત:

૧)સૌ પ્રથમ એક બાઉલમાં બટર, તેલ, ખાંડના પાવડર અને કન્ડેન્સ્ડ દૂધ લો, અને આ બધી સામગ્રી ને યોગ્ય રીતે મિશ્રણ કરો. અને તેને સાઈડ પર રાખો.

૨)હવે એક બીજા બાઉલ માં કોકો પાઉડર, ખાવાનો સોડા, બેકીંગ પાવડરલો, અને તેને બે વાર મેદા ની ઝીણી ચારણી થી ગાળી લો.

૩) હવે નાની વાટકી માં દૂધ લો અને તેમાં વીનેગર અને એસેન્સ ઉમેરો.

૪) હવે એક પછી એક સામગ્રી એક સાથે મિશ્રણ કરો. અને આ મિશ્રણ ને લોટ વાળા મિશ્રણ માં એડ કરો અને બરાબર મિક્ષ કરી લો. આ મિશ્રણ માં કોઈ પણ જાત ની નાની મોટી ગાગણી ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. અને આ કેક નું મિશ્રણ તૈયાર થઇ ગયું.

૫) એક નાની ઓવેન પ્રૂફ નાની ટ્રે લો અને તેના પર પર બટર પેપર મૂકો. અને ત્યારબાદ તેના પર કેક નું મિક્ષર પાથરો.

૬) ઓવન ને 180 ℃ 10 મિનિટ માટે પ્રી હીટ કરો.

૭) ટ્રેમાં કેક સેટ કરવા ટ્રેને ટેપ કર્યા પછી ૨૦-૨૨ મિનિટ માટે કૂક કરો. ટ્રેને ટેપ અ થી અંદર રહેલા એર બબલ નીકળી જશે એ કેક સ્પોનજી થશે.

૮) હવે ઓવન માંથી કેક ને કાઢી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દો. ઠંડી થયેલ કેક લો અને ચરણી ની મદદ થી પાવડર ખાંડ નો છંટકાવ કરો.

૯) હવે અન્ય બટર પેપર ની મદદથી કેક ને બરાબર ટ્રાન્સફર કરો.
૧૦) એક બાઉલ માં 4 tbsp પાણીમાં 1/2 tsp કોફી અને ખાંડના પાવડરને મિક્સ કરો અને તેને કેક પર સમાનરૂપે ફેલાવો. જરૂર લાગે તો કેક ને ફોર્ક સ્પુન થી પાણી ને કેક માં સોક કરવા ની કોશિશ કરવી.

૧૧) હવે ક્રીમ ના મીક્ષર માં માં કોફી સીરપ ઉમેરો અને તે સારી રીતે મિક્ષ કરો.

૧૨) તેમાં કોફી ની ફ્લેવર આવે એટલે તે મીક્ષર ને સમાન રીતે કેક પર સ્પ્રેડ કરી લો.

૧૩) હવે આ કેક ને સાચવી ને ગોળ રોલ કરી લો.

૧૪) પછી બટર પેપર ની મદદ થી રોલ ને બરાબર સીલ કરી લો.અને ત્યાર બાદ આ રોલ ને ડીપ ફ્રીઝરમાં સેટ કરવા માટે 1 કલાક સુધી રાખો.

૧૫) 1 કલાક પછી ફ્રિઝરમાંથી સ્વિસ રોલ લઈ લો અને તેમાંથી બટર પેપર દુર કરો અને તેને ઉપર થી બધેલ ક્રીમ થી ડેકોરેટ કરો.

૧૬) સ્વિસ રોલ ને પ્રોપર રાઉન્ડ સેપ માં કાપી લો, તો માટે તૈયાર છે યમ્મી ચોકલેટ કોફી સ્વીસ રોલ..ફાયદાઓ:

– બજાર માં મળતી ઘણી કેક માં ઈંડા હોઈ છે અને હી તમે વેજીટેરીયન છો તો આ કેક એ એક ખુબ જ સરસ ઓપ્સન છે.

– ઘરે બનાવેલી હોવા ના કારણે તેની ચોક્ખાઈ અને સ્વસ્થતા ઉપર કોઈ પણ વહેમ કરવા નો સવાલ જ નથી ઉઠતો.

– જો તમારે ચોકલેટ કોફી સિવાય વેનીલા ફ્લેવર પણ બનાવવો હોઈ તો પણ તમે નાનકડા ફેરફાર થી આસાની થી બનાવી શકો છો.

તો રાહ કોની જુઓ છો તમારા ભૂલકાઓ માટે આજે જ બનાવો આ સુપર યમ્મી કેક.

રસોઈની રાણી : દર્શિતા પટેલ 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Comments

comments


3,419 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × = 18