ચોટીલામા બિરાજમાન માં ચંડી-ચામુંડા ના મંદિર પાછળ રહેલી છે આ દંતકથા…

ચોટીલામાં ચામુંડા માતાજીના ડુંગરનો હજારો વર્ષ જૂનો ઈતિહાસ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે. મહંત ગોસાઇ ડુંગર ઉપર ચામુંડા માતાજીની રાતદિન ભક્તિ-પૂજા કરતાં હતા.તેના પરિવારના વડવા સ્વ.ધનબાઇ માતા એક વખત વહેલી સવારે ડુંગર ઉપર ચામુંડા માતાજીની ભક્તિમાં લીન હતાં ત્યારે અચાનક જ એક ઋષિમુનિ જેવા દેખાતા સાધુપુરુષે ધનબાઇ માતાને ‘અહીં એક મોટો કુંડ હતો તેનું શું થયું ?’ આવું પૂછ્યું.અને પછી તે અલોપ થઈ ગયા.

ચોટીલા માં ચામુંડા મ નું મંદિર આવેલું છે. તે સૌરાષ્ટ્રનું મુખ્ય પ્રવેશદ્વાર ગણાય છે. પાંચાળ પ્રદેશના રાજવીની પુત્રી પાંચાળી એટલે કે દ્રૌપદીનું પિયર પાંચાળ વિસ્તારનો મુખ્ય પ્રદેશ ચોટીલા છે.

કવિ ઝવેરચંદ મેઘાણીનો જન્મ પણ ચોટીલામાં થયો હતો, ચોટીલાના ડુંગર પર માતા ચામુંડા બિરાજમાન છે. લાખો લોકો માતાજી ના દર્શન કરવા માટે ચોટીલા જાઈ છે. ચોટીલા પંથકની ભૂમિમાં પ્રજાના વાણી વિચાર, મહેમાનગતિ, નીતિરીતિ, દિલેરી, બહાદુરી, સંત, સતી અને શૂરા તથા ભક્તોની ભવ્ય રૂડી ગાથા જોડાયેલી છે.

પાંચાળ પંથકના ચોટીલાના ડુંગર પર ચામુંડા માતાજીના સ્થાનકે દેશ-વિદેશથી લાખો ભક્તો શ્રદ્ધા સાથે ચાલીને માતાજી સામે મસ્તક ઝુકાવે છે. ૧૪૦ વર્ષથી ડુંગર પર ચામુંડા માતાજીની સેવા-પૂજા ગોસાઇ પરિવારના સભ્યો કરે છે.

ચોટીલા ડુંગર પર વર્ષ માં નવરાત્રિ મહા ચૈત્ર તથા આસો માસમાં માતાજીના ડુંગર પર ઉજવવામાં આવે છે. હાઇવે પર ધાર્મિક મિની કુંભમેળો ભરાયો હોય તેવાં દ્રશ્યો જોવાં મળે છે. ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી ચાલે છે. ત્યારે મોટી ઉંમરના લોકો પણ ડુંગર ચડી જાઈ છે. એવી માતાજીની કૃપા છે.

અમુક ભક્તો ખુલા પગે અમુક આળોટતાં આળોટતાં કે પછી દંડવત્ પ્રણામ કરતાં ડુંગરનાં ૬૨૫ પગથિયાં ચડે છે. તે દ્રશ્ય જોઇને ભલભલા નાસ્તિક પણ આસ્તિક થઈ જાઈ છે. ડુંગરની તળેટીમાં ભોજનાલયમાં દરરોજ બપોરે લાપસી-દાળભાત-શાકનો પ્રસાદ બધા ભક્તો ને જમાડવામાં આવે છે.

લોકો નું કહેવું છે કે પહેલા ડુંગર પર ભૃગુઋષિનો આશ્રમ હતો. ચોટીલાના પવિત્ર પુરુષ મનાતા કાઠી દરબાર સ્વ.સોમલાબાપુ ખાચર ચામુંડા માતાજીના પરમ ભક્ત હતા. સોમલાબાપુ ખાચર જ્યારે બહારગામ જાય ત્યારે તેની સાથે ભાલું રાખતા તે ભાલા પર માતા ચામુંડા ચકલીનું સ્વરૂપ ધારણ કરીને તેમની રક્ષા કરતા હતાં.

ચોટીલા માં ડુંગરની તળેટીમાં દુકાનોમાં ધાર્મિક કેસેટો-પ્રસાદ-ચૂંદડી-માતાજીના છત્ર-માનતા માટેનાં પારણાં- સ્ત્રી શણગાર- રમકડાં વગેરે વસ્તુ વેચાઈ છે. ચોટીલા ચામુંડા માના દર્શન કરવા માટે લાખો ભાવિકો ઉમટી પડે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,338 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 3