ચોખા નો આ સચોટ નુસ્ખો તમને પણ બનાવી શકે છે રાતોરાત ધનવાન, જરૂર અજમાવો આ ઉપાય…

આજે લોકો રૂપિયા કમાવવા માટે રાત- દિન જીવ-જાન થી મહેનત કરે છે, પરંતુ એમના કરેલા મહેનત મુજબ ધન ની પ્રાપ્તિ થતી હોતી નથી. અલબત, કેટલાક લોકોની ઓછી મહેનત તે પણ વધુ ઘણું ધન મેળવતા હોય છે. પણ આજે અમે ચોખા ના ઉપયોગ ની સાચી દિશા વિષે બતાવવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરવા થી તમારું લક બદલાઈ શકે છે.

ધાર્મિક દ્રષ્ટિ એ ચોખા ખૂબ મહત્વપૂર્ણ છે

હિન્દુ ધર્મ મા જ્યારે કોઈ શુભ કામ કે કોઈ પૂજા અર્ચના હોય ત્યારે ચોખા નો પેલા ઉપયોગ કરવામાં આવે છે. લોકોનું એવું માનવું છે કે વગર ચોખા ના પૂજા સંપન્ન નથી થતી. નાના બાળક ના જન્મ વખતે એના નામકરણ થી માંડીને અંતિમ સંસ્કાર જેવી બધીજ ક્રિયાઓ માટે ચોખા ની જરૂર પડે છે. આજે આપણે ચોખાનો એક એવા ઉપયોગ વિશે જાણવાનું છે જે તમારુ નસીબ બદલી શકે છે.

ચોખાની અંદર દૂધ તથા તલ મેળવીને હવન કરવો

હિન્દુ ધર્મ માં સદીઓ થી ચાલતા હવન નું મહત્વ કઈક અલગ છે. હવન સિવાઈ દેવી કે દેવતાઓ ને પ્રસન્ન કરવું મુશ્કેલ છે. હવન કરી દેવી-દેવતાઓ ને પ્રસન્ન કરી ને લોકો સુખી જીવનના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. અલબત લોકો દેવી-દેવતાઓ ને પ્રસન્ન કર્યા પછી ધન ધાન ની પણ આશા રાખે છે. ચોખા ને દૂધ તથા તલ ની સાથે મેળવી ને હવન પૂજન કરવા થી શ્રીપ્રાપ્તિ થાય છે. આના થી લોકો ની દરિદ્રતા દૂર થઈ જાય છે. પરંતુ આવા હવન શુભ મુહૂર્ત જોઇને જ કરવા જોઈએ, જેનાથી વધારે ફળ ની પ્રાપ્તિ થાય.

ધન ને લગતી બધી સમસ્યાઓનો અંત ચોખા દ્વારા

જૂના શાસ્ત્રો મુજબ જો કોઈ વ્યક્તિ આર્થિક તંગી ની સમસ્યાથી પસાર થઇ રહ્યું છે તો ચોખા થી પૂજા સૌથી સારો ઉપાય છે. એ માટે સૌથી પહેલા શિવલિંગ ની પાસે તમે અડધા કિલો ચોખા લઈને બેસો. ત્યાર બાદ શિવલિંગ ની પૂજા કરી ને એક મુઠ્ઠી ચોખા હાથ માં લઈ ને શિવલિંગ પર ચઢાવો. હવે બાકી વધેલા ચોખા ને એવા વ્યક્તિ ને દાન કરી દો કે જેને સૌથી વધારે જરૂર હોય. આ પ્રયોગ ફક્ત પૂર્ણિમા ના પછી આવવાવાળા સોમવાર થી શરુ કરીને સળંગ 5 સોમવાર સુધી કરતાં રહો. આવું કરવા ના કારણે તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ નો ઉકેલ આવી જશે.

Comments

comments


3,329 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 9 = 16