બાળકોને લંચબોક્સમાં શું ભરીને આપવું કે બાળક સ્કૂલમાંથી ઘરે આવે એટલે શું નાસ્તો આપવો તે દરેક માં માટે ટેન્સન છે આપણે આપણા બાળકને એવો નાસ્તો આપીએ કે જે સ્વાથ્યવર્ધક પણ હોય અને બાળક પણ ખુશી ખુશી ખાય તો એવીજ એક રેસીપી છે આ,
સામગ્રી:
• ૪ પરોઠા જેટલો મીઠા વગરનો પરોઠાનો બાંધેલો લોટ
• ૧૦/૧૨ ચોકલેટ વાળા બિસ્કિટ(ગુડ્ડે,હાઇડ એન્ડ શીક,ઓરીયો વગેરે)
• ૩ ચમચી કોકો પાઉડર
• ૨ ચમચી ખાંડ
• શેકવા માટે બટર
• ગાર્નિશ માટે ચોકલેટ સોસ
રીત:
૧ મિક્ષરમાં બિસ્કિટ,કોકો પાઉડર અને ખાંડ સાવ ઝીણુ પીસી લેવુ.
૨ પરોઠાનો લોટ લઇ એક મિડીયમ સાઇઝનું પરોઠુ વળીને વચ્ચે બે ચમચી મિશ્રણ ભરવુ પછી ચારે બાજુથી પરોઠુ પેક કરીને મિડીયમ સાઇઝનું પરોઠુ વળી લેવું.
૩ લોઢીમાં બટર મુકીને લાઇટ બ્રાઉન કલરનું પરોઠુ શેકી લેવું.લ્યો તૈયાર છે ચોકલેટ પરાઠા ઉપર ચોકલેટ સોસથી ગાર્નિશ કરીને સર્વ કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.