રાત્રે જ કરવાનો હોય છે આ ઉપાય તો વિગતે જાણી લો અને અચૂક અજમાવો…

આર્થિક સ્થિતીમાં ઉતાર ચઢાવ આવે તે સ્થિતી દરેક માણસના જીવનમાં બનતી જ હોય છે. ચઢતી અને પઢતી તો સમયાંતરે આવતી જ હોય છે. પરંતુ આ સ્થિતીમાં જે વ્યક્તિ સમજણ પૂર્વક ધીરજ રાખે તો તે આ કપરા સમયમાંથી સરળતાથી પસાર થઈ જાય છે પરંતુ જે વ્યક્તિ આર્થિક સ્થિતીમાંથી બચવા ઉધારી કરી ક્ષણિક સુખ પામવા જાય છે તેની હાલત વધારેને વધારે ખરાબ થવા લાગે છે.

ઉધાર એવું વમણ છે જેમાં ફસાયેલી વ્યક્તિ સરળતાથી પાર આવી શકતી નથી. આવા સમયમાં તેનો ઉદ્ધાર પ્રભુ જ કરી શકે છે. જીવનમાંથી ઉધારી દૂર થાય અને જીવન સામાન્ય બને તે માટે જ્યોતિષ શાસ્ત્રમાં એક ઉપાય પ્રચલિત છે. કોઈપણ માસની શુક્લ પક્ષની આઠમની તિથિ પર રૂ ખરીદવું. મેડિકલ શોપમાં મળતું રૂ ન વાપરવું આ ઉપાય માટે શુદ્ધ કપાસનો જ ઉપયોગ કરવો. આ રૂમાંથી ચાર લાંબી વાટ બનાવવી અને તેને થોડી ભીની કરી જાવંત્રી, નાગકેસર તેમજ કાળા તલમાં અડાડવી. આ ચાર વાટને મોટા કોડીયામાં રાખી તેમાં તલનું તેલ ભરી લેવું.

રાત્રે આ દીવો લઈ ચાર રસ્તા પર જવું અને તેને પ્રજ્વલિત કરી દેવો. મનમાં ભગવાનને આર્થિક સ્થિતી સુધારવાની પ્રાર્થના કરવી. આ કાર્ય કરી ઘરે પરત ફરવું અને સવારે સ્નાન કરી સૌથી પહેલા ગાયને રોટલી અને ગોળ ખવડાવી દેવી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

તો હવે પછીની આઠમ ના દિવસે તો રાત્રે આ ઉપાય કરવાનું ભૂલતા નહિ.

Comments

comments


5,188 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 10