કેન્સરની શરૂઆતના ૯ સૌથી મોટા સંકેતો જાણી તમે પણ બચાવી શકો છો કોઈનુ જીવન……

આમ તો બધી જ બીમારીઓ પોતાની રીતે ઘણી ગંભીર છે, પણ કેન્સર અને એઇડ્સ બે એવી બીમારીઓ છે, જે જીવ લીધા સિવાય સરળતાથી કોઈનો પીછો છોડતી નથી. દર વર્ષે લાખો લોકો કેન્સરનો ભોગ બની મરી જાય છે. કેન્સર ભલે કેવું પણ હોય અને કોઈપણ સ્ટેજનું કેમ ન હોય? તે સૌથી વધુ તકલીફ અને પીડા આપે છે.

મોટેભાગે માણસોને કેન્સરના શરૂઆતી લક્ષણો ની જાણ હોતી જ નથી. તેથી તેઓ તેને પ્રથમ સ્ટેજમાં પકડી શકતા નથી. જે માણસોને કેન્સરના પ્રથમ સ્ટેજમાં પકડાઈ જાય છે. તેને બચવાના ૯૯ ટકા આશા રહે છે. પહેલું સ્ટેજ વીતી ગયા પછી સતત દવાઓ અને ઇન્જેક્શન થી શરીર અંદરથી ખોખલું થઇ જાય છે અને છેલ્લે તે જીવ લઈને જ માને છે.

હવે આરોગ્ય સંસ્થાએ દર વર્ષે ૪ ફેબ્રુઆરીનો કેન્સર દિવસ મનાવવાનું શરુ કર્યું છે. આ દિવસને મનાવવાનું સાચું કારણ છે કે લોકો આ બીમારી પ્રત્યે વધુને વધુ જાગૃત થઇ શકે. આજના આ લેખમાં અમે તમને કેન્સરના શરૂઆતી લક્ષણ જણાવવા જઈ રહ્યા છીએ. જે જાણીને તમે સરળતાથી કેન્સરના પ્રથમ સ્ટેજમાં જ તેને અટકાવી શકો છો. તો આવો જાણીએ છેવટે શું છે તે લક્ષણો.

આ છે કેન્સર થવાના મુખ્ય લક્ષણ :
૧. પેશાબમાં લોહી આવવું :-
ઘણા માણસોને કેન્સરના પહેલા સ્ટેજમાં પેશાબની સાથે લોહી આવવા લાગે છે. આ લોહીનો અર્થ છે કે તમને કીડની કે લીવરમાં કેન્સર છે. કે પછી તે ઉપરાંત તે કોઈ પ્રકારના ચેપથી પણ હોઈ શકે છે. તેવામાં ઉત્તમ છે કે તમે તમારા ડોક્ટરની એક વખત સલાહ જરૂર લો.

૨. ખાવાનુ પચાવવામાં તકલીફ થવી :-
જો તમને ખાવાનું હજમ થતું નથી તો તરત નજીકના ડોક્ટરનો સંપર્ક કરો કેમ કે ખાવાનું પાચન થવું એ તમારા માટે ઘણું જરૂરી છે.

૩. ગળામાં ખીચ-ખીચ કે ખાંસી થવી :-
આમ તો ગળામાં ખારાશ કે ખાંસી સાથે લોહી પડવું એ ટી.બી ના લક્ષણ છે. પરંતુ તમારી સાથે એવું થઇ રહ્યું છે તો એક વાર ડોક્ટર પાસે જરૂર બતાવો.

૪. દુ:ખાવો બંધ ના થવો :-
ઘણી વાર માથું અને પેટ માં સતત દુ:ખાવો રહે છે. તેનું કારણ કેન્સર પણ હોઈ શકે છે. તેથી વધુ સમય સુધી જો તમને આ દુ:ખાવો રહે છે. તો એક વખત તમારા ડોક્ટરની સલાહ જરુર લેવી.

૫. તલ જેવુ નિશાન થવું :-
ક્યારેક-ક્યારેક શરીરમાં તલ જેવું નિશાન થઇ જાય છે. એ જરૂરી નથી તે તલ જ હોય, એ પણ કેન્સર હોઈ શકે છે, તેથી એક વખત ડોક્ટરને જરૂર બતાવી દો.

૬. ઘા જલ્દી ના મટવા :-
ક્યારેક-ક્યારેક શરીરમાં થયેલી ઈજાના ઘા ઘણા અઠવાડિયા સુધી ભરાતા નથી. તેવામાં એક વાર તમે ડોક્ટરને જરૂર બતાવી દો.

૭. પીરીયડ મા અનિયમિતતા :-
ઘણી વાર છોકરીઓ અને મહિલાઓને માસિક યોગ્ય સમયે નથી આવતું. તેમના માસિકચક્ર માં પણ ફેરફાર આવે છે અને પછી લોહી નીકળવા મંડે છે. તેવામાં એક વખત ડોકટરનો જરૂર સંપર્ક કરો.

૮. વજન ઘટવુ :-
ઘણી વાર કેન્સરથી પીડિત માણસોનું વજન અચાનક ઓછું થવાનું શરુ થઇ જાય છે. કેમ કે તેને સારી રીતે ખાવાનું પચતું નથી અને વજન ઘટતું જાય છે. તેવામાં સાવચેતી રાખવી અને ડોક્ટર ને જરૂર બતાવી દો.

૯. ગાંઠ દેખાવી :-
શરીરમાં નાની મોટી ગાંઠ ખતરનાક નથી હોતી પણ મહિલાઓને આ ગાંઠનો અનુભવ થાય તો એ સ્તન કેન્સર નો સંકેત હોઈ શકે છે. તેથી ગાંઠ થવાથી એક વાર ડોક્ટર પાસે ટેસ્ટ જરૂર કરાવી લો.

Comments

comments


4,236 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 1 = 3