કેનેડા જવા માંગતા મિત્રોએ આ વાતો ખાસ જાણી લેવી જોઈએ…

અત્યારે મોટા ભાગના યુવાનો, કેનેડાના અલગ અલગ રાજ્યોમાં જઇ રહ્યા છે. કોઈ ભણવા માટે તો કોઈક PR બનીને. આજે અમે એવા જ લોકો, જે કેનેડા જવાનો પ્લાન બનાવી રહ્યા છે અથવા પહેલીવાર કેનેડા જઇ રહ્યા છે તેઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતીઓ લાવ્યા છીએ.

સિક્કાની ૨ બાજુ હોય એમ આ દેશની પણ સારી અને ખરાબ બંને બાબતો છે જેની આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું.

– સારી બાબતો૧Main

Image source: affinityvr

૧. કેનેડાના લોકો એકદમ મદદરૂપ અને ફ્રેન્ડલી હોય છે. ખાસ કરીને ઠંડા વિસ્તારના લોકો.

૨.ચોખ્ખા સરોવરો, નદીઓ, જંગલોની હરિયાળી અહીની ખાસિયત છે. જો તમે કુદરતના પ્રેમી છો, તો કેનેડા તમને ખૂબ જ ગમશે.

૩.એક વાર તમે અહી રહેવાનું શરુ કરો પછી કેનેડીયન ગવર્મેન્ટ તરફથી તમને સારો સપોર્ટ પણ મળશે.

૪. પ્રાઈમરી એજ્યુકેશન સીસ્ટમ ખૂબ જ સારી છે અને અહીંની સાક્ષરતા બીજા બધા દેશોની સરખામણીમાં ઊંચી છે.

૫. કેનેડાની ખાસ વાત તેની મજબુત બેન્કિંગ સીસ્ટમ છે. ૧૯૮૩થી અત્યાર સુધી એક પણ વાર બેંક ફેલરનો પ્રોબ્લેમ નથી આવ્યો.

૬. ખૂબ જ સારી કોલેજો અને યુનીવર્સીટીઓ. દુનિયાની ૧૦૩ બેસ્ટ કોલેજોમાં કેનેડાની પણ ૪ યુનિવર્સિટી સામેલ છે.

૭. કોઈ પણ પ્રકારનો મેડીકલ ખર્ચો કેનેડામાંમોટે ભાગે ફ્રી જ હોય છે.main

૮. કેનેડાની પ્રાઈમરી અને સેકન્ડરી સ્કુલની ફી નહીવત હોય છે.. કેનેડાનો ક્રાઈમરેટ પણ ખૂબ જ ઓછો છે.. અહીંની વિવધતાને કારણે ખાવામાં પણ ખૂબ જ નવીનતા જોવા મળે છે.

Image source: tripsavvy

– ખરાબ બાબતો

૧. જોતમે ઠંડી સહન નથી કરી શકતા, તો કેનેડા થોડું અઘરું પડી શકે છે. કારણ કે નવેમ્બરથી માર્ચ દરમિયાન અહીં ખૂબ જ ઠંડી પડે છે અને જાન્યુઆરીમાં-૨૦ ડીગ્રીથી પણ ઓછી જાય છે.

૨. અહીંના ટેક્સ રેટ ખૂબ જ ઊંચા છે. એક કેનેડીયન સીટીઝન તેની ઇન્કમના ૪૨% જેટલી રકમ ટેક્સમાં જ ભરી દેતા હોય છે જે ખૂબ જ વધારે કહેવાય.

Image source: ctvnews

૩. જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા જઇ રહ્યા છો તો તેની ફી ખૂબ જ મોંઘી હોય છે. ગ્ર્માની, ઈજીપ્ત, ડેન્માર્ક, આર્જેન્ટીનાની જેમ અહીં ફ્રીમાં એજ્યુકેશન નથી મળતું.

૪. અહીં જોબ શોધવા માટે મોટા ભાગની કંપનીઓ કેનેડીયન વર્ક એક્સપીરીયન્સ માંગે છે જે શરૂઆતમાં ખૂબ જ અઘરું પડી જાય છે.

૫. અહીંની ભૌગોલિક સ્થિતિને લીધે ખૂબ જ મોટા વાવાઝોડા પણ આવતા હોય છે જેને કારણે સંપતિને નુકસાન થઈ શકે છે.

લેખન સંકલન: યશ મોદી

જે મિત્રો કેનેડા જવા માંગે છે તેમને આ પોસ્ટમાં ટેગ જરૂર કરજો.

Comments

comments


7,587 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 7