હેલ્થ એક્સપર્ટ માને છે સ્વસ્થ રહેવા માટે વ્યક્તિએ રોજ 8 કલાકની ઊંઘ લેવી બહુ જ જરૂરી છે. જો તમે એવું નથી કરતા તો તમને અનેક બીમારીઓ ઘેરી શકે છે. પરંતુ તમને જણાવી દઈએ તમારી આદત તમને સફળ બનાવી શકે છે. જે લોકો બુદ્ધિમાન હોય છે, તેઓ ઓછી ઊંઘ લે છે. આ દુનિયાની સૌથી બુદ્ધિમાન વ્યક્તિ આલ્બર્ટ આઈન્સ્ટીન દિવસમાં માત્ર 2 કલાક જ ઊંઘ લેતા હતા. જોકે, આઈન્સ્ટાઈનની વાત તો જૂની થઈ ગઈ છે. પરંતુ આજે આપણે એ લોકોની વાત કરીએ જે આજે પણ બહુ જ ઓછી ઊંઘ લે છે. આ કારણે તેઓ સફળતાના રસ્તે પહોંચી શકે છે.
ભારતના સૌથી સફળ લોકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ સામેલ છે. પીએમ નરેન્દ્ર મોદીએ તેમના જીવનમાં બહુ જ મહેનત અને સંઘર્ષ કર્યો છે. આ જ પરિણામે તેઓ આજે દેશના વડાપ્રધાનની સફર સુધી પહોંચી શક્યા છે. બધા જાણે છે કે એક સમયે તેઓ ચા વેચતા હતા અને ત્યાંથી પીએમ બનવા સુધીની સફર સરળ ન હતી. પીએમ મોદી માત્ર 4થી 5 કલાક સુધીની જ ઊંઘ લે છે.
દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ કરાયેલ બિલ ગેટ્સ માઈક્રોસોફ્ટ કંપનીના માલિક છે. તેઓ અમેરિકા જ નહિ, પરંતુ આખા દુનિયામાં પોતાની અમીરી માટે ફેમસ છે. તેમની ઊંઘની વાત કરીએ તો તેઓ માત્ર 6 કલાક જ ઊંઘ લે છે.
જો પોતાના દમ પર સફળતા અને રૂપિયા હાંસિલ કરવાની વાત હોય તો તેમાં શાહરૂખ ખાનનું નામ પણ આવે છે. ભારતના સુપરસ્ટાર્સના લિસ્ટમાં સામેલ શાહરૂખ ખાન હંમેશાથી જ બહુ જ મહેનતુ રહ્યા છે. શાહરૂખ ખાનની કમાણીનો મોટો હિસ્સો ફિલ્મોથી નહિ, પરંતુ તેના સાઈડ બિઝનેસથી ચાલે છે. પોતાના એક ઈન્ટરવ્યૂમાં શાહરૂખ ખાને ખુદે જણાવ્યું હતું કે, તે માત્ર 3 થી 4 કલાકની જ ઊંધ લે છે.
સમગ્ર દુનિયાને ફેસબુક જેવા એક જ પ્લેટફોર્મ પર લાવીને ઊભા કરી દેનાર માર્ક ઝુકરબર્ગ દુનિયાના સૌથી અમીર વ્યક્તિમાં ગણાય છે. તેમના જ બદોલત તમને ફેસબુક મળ્યું છે. બાકી સફળ લોકોની જેમ માર્ક ઝુકરબર્ગ પણ દિવસમાં માત્ર 5 કલાકની ઊઁઘ લે છે.
જે પ્લેટફોર્મ પર તમે આખી દુનિયા સુધી તમારા વિચારો પહોંચાડી શકો છે, તે ટ્વિટરના ફાઉન્ડર અને માલિક જૈક ડોરસે રોજ 8થઈ 10 કલાક ટ્વિટર પર કામ કરે છે. તેમની ઊંઘની વાત કરીએ તો તેઓ માત્ર 5 કલાક ઊંઘ જ લે છે.
તમે કેટલા કલાકની ઊંઘ લો છો? જણાવો કોમેન્ટમાં.
લેખન સંકલન : અશ્વિની ઠક્કર