બ્રેડના ઇન્સ્ટન્ટ વડા – ખુબ જ ઝડપથી બનતા આ વડા બાળકોને નાસ્તામાં અને મહેમાનોને જમવામાં પીરસી શકો છો ..

બ્રેડ અને ઘર ની સામાન્ય વસ્તુ માંથી બનતા આ instant સ્વાદિષ્ટ વડા , બનાવા માં ખૂબ જ સરળ છે. ના પલાળવાની જંજટ , ના વટવા ની માથાકૂટ. ઇન્સ્ટન્ટ બનતા આ વડા માં આપ મરજી મુજબ શાક ઉમેરી શકો છો. બાળકો ને સાંજ ના નાસ્તા માં , કે મહેમાનો ને જમવા માં પીરસો ..

આ વડા માં આપ ચાહો તો ચીઝ નું કે કોઈ બીજું સ્ટફિંગ કરી શકો છો.

સામગ્રી :

• 4 સ્લાઈસ બ્રેડ (સફેદ કે બ્રાઉન),
• 1/4 વાડકો ચોખા નો લોટ,
• 3 મોટી ચમચી રવો,
• 1 વાડકો દહીં,
• 1/2 વાડકો ગાજર , ખમણેલું,
• 1 ડુંગળી , બારિક સમારેલી,
• 2 લીલા મરચા અને એક ટુકડો આદુ , પેસ્ટ બનાવી લેવી,
• થોડા લીમડા ના પાન,
• 4 ચમચી કોથમીર , બારીક સમારેલી,
• 1/4 ચમચી મરી નો ભૂકો,
• 1/2 ચમચી જીરા નો ભૂકો,
• મીઠું,
• તળવા માટે તેલ,

રીત :

સૌ પ્રથમ એક મોટા બાઉલ માં 4 બ્રેડ ની સ્લાઈસ ને કટકા કરો. હાથ થી શક્ય એટલા બારીક કટકા કરવા. આપ ચાહો તો ફૂડ પ્રોસેસોર માં પણ ભૂકો કરી શકો. હવે એમાં ચોખા નો લોટ , રવો ઉમેરી સરસ મિક્સ કરો.

ત્યારબાદ એમાં દહીં , ગાજર, ડુંગળી, લીલા મરચા+આદુ ની પેસ્ટ, બારીક સમારેલો લીમડો, જીરા નો ભૂકો , મીઠું અને કોથમીર ઉમેરો.

હાથ થી સરસ મસળી ને લોટ જેવું તૈયાર કરો. જરૂર લાગે તો 1 2 ચમચી પાણી કે બ્રેડ નો ભૂકો ઉમેરી શકાય.

બંને હથેળી માં તેલ ના થોડા ટીપા લઇ વડા નો આકાર આપો.

તેલ એકદમ ગરમ થાય પછી જ તળવા. ગરમ તેલ માં એક બાદ એક વડા મૂકીને તળો… મધ્યમ આંચ પર કડક થાય ત્યાં સુધી તળવા …

ચટણી અને સોસ સાથે ગરમ ગરમ પીરસો.

આ વડા આપ બેક પણ કરી શકો છો. 180C પર 15 થી 16 મિનિટ માટે બેક કરો. આશા છે પસંદ આવશે..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

Comments

comments


4,291 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 2