બ્રામ્હણ શા માટે નથી ખાતા લસણ અને ડુંગળી, જાણો હિંદુ ગ્રંથો અનુસાર સત્ય હકીકત…

આપળે ઘણી વાર ડુંગળી અને લસણ ના ખાવા વિશે ઘણી બધી વાતો સાંભળી છે. તેમાય જો વાત કરીએ બ્રામ્હણ જ્ઞાતિ ની તો તે લોકો તો આના નામ થી પણ છેટા ભાગે અને જયારે કારણ પૂછવામાં આવે તો ઘણા બધા જવાબો મળતા હોય છે.

ખેરખર સત્ય શુ છે એ તો કોઈ જાણતો જ નથી. જો શાસ્ત્રો મુજબ આનુ કારણ જાણવામા આવે તો એ ઘણુ લાંબી વાત છે.

તો ચાલો જાણીએ ડુંગળી અને લસણ ની આત્મ કથા તેમજ તેનાથી થતા નુકસાનો વિશેની માહિતી.

જયારે સમુદ્ર મંથન સમયે તેમાંથી અમૃત કળશ બહાર આવ્યું તો ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધરી બધા દેવતાઓને અમર કરવા માટે અમૃત આપી રહ્યા હતા. તે સમયે રાહુ અને કેતુ નામના બે દાનવો એમની વચ્ચે આવીને બેસી ગયા હતા, એવામાં ભૂલથી ભગવાને એમને પણ અમૃત પીવરાવી દીધું પરંતુ જેવું તેમને આ વાત નો આભાસ થયો તો વિષ્ણુ ભગવાને સુદર્શન થી એ દાનવો ના શીશ ધડ થી અલગ કરી દીધા.

શીશ અલગ થયા ત્યાં સુધીમાં તો અમૃતપાન થઈ ગયું હતું તેથી તે બન્ને દાનવો ના શીશ અમર થયા અને સુદર્શન ના ટકરાવ થી જે લોહી ના ટીપાં પડ્યા તેમાંથી ડુંગળી અને લસણ ઉત્તપન્ન થયા. દાનવો નુ લોહી હોવાથી તેની ખરાબ વાસ આપડા મોઢાં માં વાસ આવે છે. દાનવો ના લોહી હોવાથી બ્રામ્હણ તેને આરોગતા નથી.

આયુર્વેદ મુજબ ખાન-પાન ની વસ્તુઓ ને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. સાત્વિક, રાજસિક અને તામસિક. માનસિક સ્થિતિઓના આધાર પર આપણે એને આ રીતે વહેંચી શકીએ.

ડુંગળી અને લસણ ના છોડને રાજસિક અને તામસિક રૂપમાં વર્ગીકરણ કરવામાં આવ્યા છે. તેમા ઉતેજીત કરવાની તેમજ અજ્ઞાનતા માં વધારો કરવાની ક્ષમતા હોય છે. હિન્દૂ ધર્મમાં, હત્યા પાપ ગણાય છે. જયારે જમીનની નીચે ઉગતા ભોજન માં પુરતી સફાઈની જરૂર હોય છે અને તેને સાફ કરવાથી જે સુક્ષ્મ જીવાત મૃત્યુ પામે છે. માટે એ માન્યતા પણ ડુંગળી અને લસણને બ્રાહ્મણો માટે નિષેધ બનાવે છે. પરંતુ ત્યારે પ્રશ્ન બટાકા, મૂળા અને ગાજર પર પણ ઉઠે છે.

અત્યાર ના સમય મા આ વાત નુ હવે માન રહ્યું નથી, અત્યારની ઝડપી જીવનશૈલી આ બધી માન્યતાઓ ને અંધવિશ્વાસ નુ નામ આપે છે. અત્યાર ના ખાન-પાન માં મશગુલ યુવા ધન હવે આવી કોઈ પણ માન્યતા ને સાથ આપતા નથી.

Comments

comments


3,503 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 7 = 14