ફક્ત શાસ્ત્રો જ નહિ વિજ્ઞાન પણ કહે છે કે સવારે વહેલાં ઊઠી જવાથી મળે છે અદ્ભુત લાભ…

તમે અનેકવાર સાંભળ્યું હશે કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં પૂજા કરવી. આ વાત આદ્યાત્મિક દ્રષ્ટિથી તો અલગ મહત્વ ધરાવે છે પરંતુ બ્રહ્મ મુહૂર્ત એટલે કે વહેલી સવારે જાગવાથી અનેક લાભ થાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ સવારે વહેલા જાગવાથી લાભ થાય છે.

ચોવીસ કલાકમાં 30 મુહૂર્ત આવે છે. તેમાં સૌથી પહેલા બ્રહ્મ મુહૂર્ત આવે છે. આ સમય નિંદ્રા ત્યાગ કરવાનો શ્રેષ્ઠ સમય છે. જે વ્યક્તિ આ સમયે જાગી અને અભ્યાસ કરે છે તેની બુદ્ધિ શક્તિ વધે છે. સૂર્યોદય પહેલાનો દોઢ કલાકનો સમય બ્રહ્મ મુહૂર્તનો હોય છે.main
બ્રહ્મ મુહૂર્તનું વિશેષ મહત્વ વૈજ્ઞાનિકોએ પણ માન્યું છે. વૈજ્ઞાનિકોની શોધ અનુસાર સવારના આ સમયમાં વાયુ મંડળ પ્રદૂષણ રહિત હોય છે. આ સમયે જ વાયુ મંડળમાં ઓક્સિજનની માત્રા સૌથી વધારે હોય છે જે ફેફસાની શુદ્ધિ માટે મહત્વનું છે. શુદ્ધ વાયુ મળવાથી મન અને શરીર બંને સ્વસ્થ રહે છે.

આયુર્વેદ અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં ઊઠવાથી અને હરવા ફરવાથી શરીરમાં સંજીવની શક્તિનો સંચાર થાય છે. આ સમય શરીરમાં જે વાયુ પ્રવેશ કરે છે તે શરીર માટે અમૃતતુલ્ય કહેવાય છે. આ સમય અભ્યાસ માટે પણ ઉત્તમ ગણાય છે. આ સમયે મસ્તિષ્ક સૌથી વધારે સક્રિય હોય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર
તો હવે કાલ સવારથી જ વહેલા ઉઠ્જો.

Comments

comments


4,279 views

Leave a Reply

Your email address will not be published.


2 − = 0