ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં તમે સમુદ્રની લહેરો પર શાનદાર ક્રુઝને ચાલતી જોઈ હશે. તેને જોઈને અનેકવાર તમને તેમાં બેસવાનો વિચાર આવ્યો હશે. પરંતુ તેનું બજેટ એટલું મોઘુદાટ હોય છે કે બધા તેમાં બેસી શક્તા નથી. પરંતુ કેટલાક લોકોના આ સપનાને સાકાર કરવા માટે 1 ઓક્ટોબરથી ભારતની પહેલી ક્રુઝ સર્વિસ શરૂ થવા જઈ રહી છે. મુંબઈથી ગોવા માટે શરૂ થઈ રહેલી આ ક્રુઝ સર્વિસથી તમે બંને શહેરોની વચ્ચે રોયલ રીતથી ક્રુઝની મજા માણી શકો છો. ખાસ વાત તો એ છે કે, આ ક્રુઝ સર્વિસની મજા લેવા માટે તમારે વધુ રૂપિયા ચૂકવવા નહિ પડે. આજે અમે તમને દેશની પહેલી ક્રુઝ સર્વિસની ખાસિયત જણાવીશું.
નીતિન ગડકરીએ આપી માહિતી
મુંબઈથી ગોવાની વચ્ચે ચાલનારી આ લક્ઝરી ક્રુઝ સેવાની શરૂઆત 1 ઓક્ટોબરથી કરવામાં આવશે. કેન્દ્રીય રોડ-રસ્તા પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તેની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, પહેલી ક્રુઝ સેવા મુંબઈથી ગોવાની વચ્ચે ઓક્ટોબરથી શરૂ થશે, જેનું ટ્રાયલ ઓગસ્ટમાં કરી દેવાયું હતું.
ક્રુઝમા હશે 6 કેટેગરી
ક્રુઝને ચલાવનારી કંપની ઈગલના અનુસાર, ક્રુઝમાં મુસાફરો માટે ટિકીટની 6 કેટેગરી રાખવામાં આવી શકે છે. આ તમામ કેટેગરીમાં લઘુત્તમ ભાડુ 7500 રૂપિયા હશે. તેમાં તમને ભોજન, રિફ્રેશમેન્ટ અને બ્રેકફાસ્ટમાં પણ સામેલ હશે. રોયલ સુવિધાવાળી આ ક્રુઝમાં એકસાથે 400 લોકો સફર કરી શકશે.
ચોખ્ખા હવામાનમાં જ ચાલશે
કહેવામાં આવી રહ્યું છે કે, આ ક્રુઝને માત્ર સાફ મોસમમાં જ ચલાવવામાં આવશે. એટલે કે ઓક્ટોબરથી મે મહિનાની વચ્ચે જ તેની સફર રહેશે. સમયની વાત કરીએ તો ક્રુઝનું ટાઈમિંગ રોજ સાંજે 5 વાગ્યાથી હશે, જે આગામી સવારે 9 વાગ્યે તમને ગોવા પહોંચાડી દેશે.
આ સુવિધાથી હશે સજ્જ
આ ક્રુઝમાં તમને રોયલ અનુભૂતિ થશે. જેમાં ક્રુઝમાં 8 રેસ્ટોરન્ટ્સ અને 24 કલાક ખુલ્લા રહેનારા કોફી શોપ પણ હશે. આ ઉપરાંત મહેમાનીની પસંદગીની દરેક ડિશ અહીં મળી રહેશે. સ્વીમિંગ પુલ, આધુનિક લાઉન્જ અને અન્ય સુવિધાઓ પણ હશે.
આવું નથી કે, મુંબઈથી ગોવાની આ ક્રુઝ સર્વિસ એકમાત્ર સર્વિસ છે. ભલે તે ભારનતી પહેલી ક્રુઝ સર્વિસ છે, પરંતુ તે પહેલા અનેક આંતરરાષ્ટ્રીય ક્રુઝ કંપનીઓ આ પ્રકારની સુવિધાઓને ભારતમાં શરૂ કરી ચૂકી છે. જે અંતર્ગત તમે ચાહો તો મુંબઈથી ક્રુઝની મુસાફરી કરી શકો છો. આ માટે તમારે ઓનલાઈન બુકિંગ કરવાની હોય છે.
લેખન સંકલન : અશ્વિની ઠક્કર
તો ટેગ કરો જેની પાર્ટી તમે ગોવામાં લેવા માંગતા હોવ.