બ્લેક પાવભાજી – રેગ્યુલર ભાજી કરતાં એકદમ અલગ ને સ્વાદિષ્ટ ભાજી આજે જ બનાવો …

કેમછો મિત્રો? આજે હું મુંબઈ ના વિરેપારલા ની ફેમસ પાવભાજીની રેસીપી લાવી છું .આ રેગ્યુલર પાવભાજી કરતા different છે. આ પાવભાજી ની એ ખાસિયત છે કે આ બ્લેક પાવભાજી છે. આમાં ખડામસાલા અને સૂકા કોપરાનો ઉપયોગ કરીયો છે. આ બ્લેક પાવભાજી different, unique, spicyઅને flavorful છે જે રેગ્યુલર ભાજી કરતા જુદી છે આમાં કોપરાને બૅન કરી પીસીને યુઝ કરીયો છે જેનાથી જ એમાં બ્લેક કલર આવે છે.તો ચાલો બનાવીયે તદન યુનીક પાવભાજી..

સામગ્રી :-

 • એક બાઉલ બાફેલા શાક ( ફલાવર, વટાણા ,બટાકા )
 • ૨ ડુંગળી બારીક ચોપ કરેલી
 • ૨ ટામેટા બારીક ચોપ કરેલા
 • ૧ કેપ્સિકમ બારીક ચોપ કરેલું
 • ૮ થી ૧૦ લસણ
 • ૧ ટે.સ્પૂન કાશ્મિરી લાલમરચું
 • ૧ ટી.સ્પૂન ધાણાજીરું
 • ૧ ટી.સ્પૂન આમચૂર પાવડર
 • ૧ ટી.સ્પૂન મરી પાવડર
 • કોથમીર
 • મીઠું
 • ખડામસાલા માટે
 • ૨ થી ૩ તમાલ પત્ર
  થોડા ડગળ ફૂલ
 • ૧ ટે.સ્પૂન આખા ધાણા
 • ૧ ટે.સ્પૂન મરી
 • ૧ ટી.સ્પૂન જીરું
 • ૧ ટી.સ્પૂન શાહજીરુ
 • ૧૦ થી ૧૨ લંવીગ
 • સૂકું કોપરુ ૧/૨ ટૂકડો
 • તેલ અને બટરIMG_20180904_182102

રીત :-
સૌથી પહેલાં બધા બધા ખડામસાલા ને નોન્સ્ટિક કડાઈમાં શેકી લો. શેકાય જાય એટલે એક પ્લેટ માં ઠંડું કરી બારીક પીસીલો.photo_collage11536071101418કોપરાની કાચલીને ગેસ ઉપર શેકેલો. ( ફોટા માં દેખાડીયુ છે ). શેકાઈ જાય એટલે એને પણ ઠંડું કરી પીસી લો .photo_collage11536071165239લસણ અને લાલમરચાને પીસીને પેસ્ટ તૈયાર કરો. એક કડાઈમાં તેલ અને બટર લઈ ગરમ કરી પહેલાં ડુંગળી સાતળો .ડુંગળી થોડી ગુલાબી થાય એટલે એમાં કેપ્સીકમ નાખી સાતળો .હવે તેમાં ટામેટાં નાખી એક રસ થાય ત્યાં સુધી સાતળો .photo_collage11536071194101એમાં મીઠું અને ધાણાજીરું નાખી મિકસ કરી થોડું સ્મેસ કરો.ત્યારબાદ તેમાં એક એક ટે.સ્પૂન લસણની પેસ્ટ , કોપરાનો પાવડર, ખડમસાલાનો પાવડર નાખી તેલ છૂટુ પડે ત્યાં સુધી સાતળવું.photo_collage11536125257946સતળાય એટલે તેમાં બાફીને સ્મેસ કરેલા શાક નાખી મિક્સ કરવું. જોઈએ તો પાણી ઉમેરવું. શાક ની કન્સીટન્સી તમારે જોઈએ એવી રાખવી.IMG_20180904_195051

થોડું શાક ખદખદે એટલે મરીપાવડર, આમચૂર પાવડર નાખી છેલ્લે કોથમીર નાખી મિકસ કરી લેવું. તો તૈયાર છે બ્લેક પાવભાજી. આ ગરમ ગરમ ભાજીને શેકેલા પાવ, પાપડ અને ડુંગળી, ટામેટા ના સલાડ સાથે સવૅ કરો.

નોંધ :-
* આમચૂર પાવડર જોઈએ તો જ નાખવો. ખટાસ ચાખી લેવી. * કોપરાનો પાવડર તમારા ટેસ્ટ પ્રમાણે વધ ધટ કરી શકો છો.

આ મુંબઇ ની બ્લેક પાવભાજી ઘરે બનાવો અને કેવી લાગી એ મને જણાવજો. મારી આ રેસીપી ને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવી યુનીક, ટેસ્ટી રેસીપી સાથે ફરી મળશું.

રસોઈની રાણી : કાજલ શેઠ ( મોડાસા )

Comments

comments


3,588 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 2 = 9