જો તમારે શ્રીલંકા ફરવા જવાની ઈચ્છા હોય તો હવે તમે વિઝા વગર પણ ત્યાં જવાની પરવાનગી મળી શકે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, શ્રીલંકાના પર્યટક મંત્રી જોન અમારતુંગાએ આ વાત તરફ ઈશારો કરતા કહ્યું કે ત્યાંની સરકાર ભારત અને ચીનથી આવતા પર્યટકોને વિઝા વગર પર ફરવાની પરવાનગી આપવા પર વિચાર કરી રહી છે.અમારતુંગાના અનુસાર, શ્રીલંકાની સરકાર દેશમાં પ્રવાસને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે, જેના હેઠળ એવા દેશોની લિસ્ટ બનાવામાં આવી રહી છે, જ્યાંના નાગરિક શ્રીલંકા ફરવા આવવા માંગતા હોય છે. તેમને કહ્યું કે, શ્રીલંકા સરકારના આ પગલાથી ભારત, ચીન સિવાય યૂરોય અને મધ્ય એશિયાના કેટલાંક દેશને તેનો લાભ મળી શકે છે. પર્યટક મંત્રીના અનુસાર, આ ભલામણનો સ્વીકાર કરવામાં આવશે તેના પછી ઓક્ટોબર-નવેમ્બર અને માર્ચ-એપ્રિલમાં તેને લાગુ કરવામાં આવી શકે છે.
તમને જણાવી દઈએ કેસ લિટ્ટે સમુદાયના કારણે શ્રીલંકાનો પ્રવાસી ઉદ્યોગની હાલત લગભગ એક દશકથી ખરાબ છે. જો કે, હવે જઈને એશિયાના સૌથી ફેમસ ફરવા લાયક સ્થળ તરીકે ઓળખાય છે.
શ્રીલંકાના સુંદર પર્યટક સ્થળ-
એલા- શ્રીલંકાના ફરવા લાયક સ્થળોમાં પ્રખ્યાત જગ્યા છે, જ્યાં પહાડો અને જંગલની વચ્ચેથી ટ્રેન પસાર થાય છે.
એડમાસ પીક-શ્રીલંકાનો એડમાસ પીક પર્યટક સ્થળ પોતાની આગવી સુંદરતાથી લોકોનું આકર્ષણનું કેન્દ્ર છે. અહીં પર્યટકો ઉગતા સૂર્યની સુંદરતા જોઈ શકે છે. આ જગ્યાને યૂનેસ્કો દ્વ્રારા વર્લ્ડ હેરિટેજ સાઈટનો હિસ્સો બનાવામાં આવ્યો છે.
સિગરિયા રોક-શ્રીલંકામાં પાંચમી સદીમાં આ સુંદર જગ્યાને બનાવામાં આવી હતી. અહીં પણ તમે ફરવા જઈ શકો છો.
યાલા નેશનલ પાર્ક-યાલા નેશનલ પાર્કને દુનિયાનો સૌથી ઝડપી ચિત્તાનું ઘર કહેવામાં આવે છે. આ જગ્યાની સુંદરતા જોઈને મનને શાંતિ મળે છે.
લેખન સંકલન-