આજે હું લઈને આવી છું. નાના મોટા સૌ કોઈના ફેવરીટ ભરેલા મારચા. ક્યારેય ઘરમાં અપડું પસંદગીનું શાક ના બન્યું હોય તો આપડે આ ભરેલા મારચા જોડે જમી શકીએ છે.
આ મરચાં ગરમ ગરમ તો ટેસ્ટી લગે જ છે … પરંતુ આ મરચાને અપડે એક વીક સુધી ફ્રીઝ સ્ટોર પણ કરી શકીએ છે.
અને ભાખરી જોડે નાસ્તામાં પણ રોજ ખાઈ શકીએ છે.
આ ભરેલા મરચાંના ભજીયા તો મારા ફેવરીટ છે. તમને પણ ભાવે છેને ? તો ચાલો આજે બનવીએ ભરેલા મરચાં.
સામગ્રી:
- ૧૦-૧૫ નંગ મરચા,
- ૧ ચમચી ગોળ,
- ૧ વાડકો ચણાનો લોટ,
- ૨ ચમચી તેલ,
- નામક, મારચુ પાઉડર, હળદલ અને ધાણાજીરું સ્વાદ મુજબ.
રીત:
સૌપ્રથમ આપણે ભરેલા મરચાં બનાવવા માટે લઈસુ મરચાં, ચણાનો લોટ લો.
એમાં આપડે ગોળ ઉમેરીશ.
હવે એમાં બધો મસાલો ઉમેરો. મીઠું,હળદર વગેરે.
હવે અપડે એક પેન ગરમ મુકીસુ. પેન ગરમ થઇ જાય એટલે તેમાં ચણાનો લોટ ઉમેરી લોટને સેકી લઈસુ. લોટ લાઈટ બ્રાઉન થઈ એટલો સેકવાનો છે.
હવે લોટ સેકાઈ ગયા બાદ તેને અપડે એક બાઉલમાં કાઢી તેમાં ૨ ચમચી જેટલો ગોળ ઉમેરો.
ગોળ લોટ ગરમ કરી ને તરતજ ઉમેરી દેવો જેથી ગરમ લોટમાં ગોળ ઉમેરવાથી ગોળ ગોગળી જય.
હવે લોટમાં અપડે મસાલા ઉમેરીસુ જેવાકે સ્વાદ મુજબ નમક, હળદલ, ધાણાજીરું, અને મરચું પાઉડર.
હવે તેમાં ૨ ચમચી જેટલું તેલ ઉમેરીસુ જેથી લોટ પ્રોપર મિક્સ થઈ જાય. અને મારચામાંથી નીકળી ના જાય
હવે આ પ્રોપર મિક્સચરને એક બાઉલમાં કાઢી લઇસુ. હવે આ મસાલો મારરચામાં ભરવા માટે તૈયાર છે.
હવે મારચાને ધોઈ અને એમાં આકા પડવાના છે કે જેમાં અપડે મસાલો ભરી શકીએ. એક પછી એક બધા મરચામાં મસાલો ભરી શકાય એટલા આકા પાડી લેવાના છે
હવે તેમાં અપડે તૈયાર કરેલો મસાલો ભરવાનો છે. મરચામાં આકા પડ્યા છે ત્યાંથી તેને ખોલી લો. અને ચમચી વડે મસાલો ભરો. તેમાં પ્રોપર ભરવા માટે તમે હાથનો પણ ઉપયોગ કરી શકો છો
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં મારચા ઉમેરો અને બને બાજુ સેકી લો મરચાં.
હવે મસાલો મરચાંમાં ભરતા જે મસાલો બચ્યો છે તે મરચાં ની ઉપર નાખી દો જેથી મારચા ટેસ્ટી અને ગ્રેવી વાળા
હવે તેને એક પ્લેટ માં લઇ સર્વ કરો તો તૈયાર છે ભરેલા મરચાં.
નોંધ :
તમે ગોળની જગ્યા પર મીઠાસ માટે ખાંડ પણ ઉપયોગમાં લઇ શકો છો. મરચાંમાં આકા પાડીએ ત્યારે ધ્યાન રાખવું નહીંતર મરચાં તૂટી જવાથી મસાલો છૂટી જશે.
રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.