ભરેલા ડુંગળી બટેટાનું શાક એ કાઠિયાવાડી સ્પેશિયલ શાક છે. આ શાક શિયાળા સ્પેશિયલ છે. એમાં પણ બાજરાના રોટલા અને ભરેલું ડુંગળી બટેટાનું શાક મળી જાય તોતો મજા જ પડી જાય ને.
જ્યારે ઘરે મહેમાનો અચાનક આવી જાય ત્યારે બીજા કોઈ શાક હોય કે ના હોય આ બને વસ્તુ તો બધાના ઘરમાં હોય જ છે અને મહેમાનો ભરેલા શાકની ડિમાન્ડ કરે તો આ શાક બનાવી મહેમાનોના દિલ જીતી શકાય છે… હું તો આવું જ કરું છું. શું તમે પણ આવું કરવા માંગો છો ? તો ચાલો બનાવીએ ભરેલું ડુંગળી બટેટાનું શાક.
સામગ્રી:
- ૫-૬ નંગ ડુંગળી,
- ૫-૬ નંગ બટેટા,
- તેલ.
- મસાલા માટે….
- નમક,
- તેલ,
- મરચું પાઉડર,
- હળદર ,
- હિંગ,
- અને ધળાજીરું.
ગાર્નીશ માટે
- એક નંગ ડુંગળી અને કોથમરી પાન.
રીત:
સૌપ્રથમ ભરેલા ડુંગળી બટેટાના શાક માટે અપડે લાઈસુ આખા ડુંગળી અને બટેટા. હવે બને ની છાલ કાઢી ધોઈ લાઇસુ અને જો બટેટા બોવ મોટા હોય તો તેનાબે ટુકડા કરી લઈશું અને તેમાં વચ્ચે થી આકા પાડી લઈશું .. મસાલો ભરવા માટે.
ભરેલુ શાક બનાવવા માટે તનો માંસલો બનાવસુ. જેના માટે અપડે લાઈસુ નમક, મરચું પાઉડર, હળદર ધાણાજીરું અને હિંગ. બધું સ્વાદ અનુસાર લઇ શકીએ.
હવે બધા મસાલામાં તેલ ઉમેરી બધું ચમચી વડે પ્રોપર મિક્સ કરી લેવું. અને જેટલો મસાલો ભરવો હોય એટલી માત્રામાં બનાવી શકાય.
મસાલો બની ગયો હોય તેને અપડે આકા પડેલા બટેટા અને ડુંગળીમાં મસાલો ભરી લેવો. અને બચેલો મસાલો રાખી દેવો જેથી ઉપર ઉમેરી શાકના રસા માં ગ્રેવી કરી શકાય
હવે કુકરમાં તેલ ગરમ મુકીસુ અને તેલ ગરમ થઇ જાય
હવે તેમાં ભરેલા શાક ડુંગળી અને ટામેટા ઉમેરીસુ.
હવે શાકમાં ઉપર રસામાં ગ્રેવી કરવી હોય તો આગળ શાકમાં ભરરયો એ મસાલો બચ્યો હોય તો તે ઉપરથી ઉમેરી શકાય છે. હવે કુકર બંદ કરી તેમાં ૨ થી ૩ સિટી થાઈ આટલી વાર માટે રહેવા દઈએ.
તો તૈયાર છે ગ્રેવીવાળું ભરેલા ડુંગળી બટેટાનું શાક.
શાકને સરવિંગ બાઉલમાં કાઢી તેને કોથમરી પાન અને ડુંગળી વડે સર્વ કરીશુ.
નોંધ: જો ભરેલું શાક બનાવવું હોય અને જો આપણી પાસે સમય ન હોય તો આપડે શાક વધારી ને જે મસાલો અંદર ભરીએ તે ઉપરથી પણ મસાલો ઉમેરી કરીએ છે. જેથી ઓછા સમયમાં સરસ એવું ભરેલું શાક બનાવી શકીએ છે.
રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.