છત્તીસગઢનું ચિરમિરી બહુ જ સુંદર હિલ સ્ટેશન છે. જ્યાં જઈને તમે વિકેન્ડ કે કેટલાક દિવસો રજાને ભરપૂર એન્જોય કરી શકો છો. ચારે તરફ ફેલાયેલી લીલોતરી, પહાડોથી પડતા ઝરણાં અને અનેક એવા ટુરિસ્ટ સ્પોટ જે સુંદરતાને બમણી કરી દે છે. આમ, તો ચિરમિરી કોરિયા જિલ્લામાં વસેલું છે. જે ક્યારેક પણ બ્રિટિશ સામ્રાજ્યનો હિસ્સો હતો. સન 1998માં તે અલગ જિલ્લોબની ગયો હતો. તો મસૂરી, મનાલી અને સિમલાથી બિલકુલ અલગ સ્ટેશનમાં કેમ છે ખાસ, જાણો તેના વિશે..
ભગવાન જગન્નાથ મંદિર
આ મંદિરને બનાવવા માટે પુરીમાંથી કારીગર બોલાવવામાં આવ્યા હતા. તેથી આ મંદિરની બનાવટ ઘણે અંશે પુરીના જગન્નાથ મંદિર જેવી છે.
કાલીબાડી
આ મંદિર હલ્ડીબાડીમાં આવેલું છે.
બૈગાપારા
દેવી કાલીનું શક્તિપીઠ કહેવાતું બૈગાપાર છે, જે બારતુંગામાં આવેલું છે.
ગુફા મંદિર
આ હિલ સ્ટેશનની મુલાકાત પર જાઓ તો ગોદારિપારાની ગુફામાં જરૂર જજો. તેની બનાવટ મુસાફરોને પોતાની તરફ આકર્ષિત કરે છે.
રતનપુરમાં મહામાયા મંદિર
ભારતના કુલ 52 શક્તિપીઠોમાંથી એક છે મહામાયા મંદિર. જે દેવી લક્ષ્મી અને માતા સરસ્વતીને સમર્પિત છે. આ મંદિરનું નિર્માણ કાર્ય 12-13મી શતાબ્દીમાં રાજા રત્નદેવ દ્વારા કરવામાં આવ્યું હતું. મંદિરની પરિસરમાં શિવ અને હનુમાન પણ મંદિર છે.
અમૃતધારા વોટરફોલ
ચિરિમિરીથી 38 કિલોમીટર દૂર માનેન્દ્રગઢમાં આ વોટરફોલ આવેલો છે. જે ખાસ કરીને પિકનિક સ્પોટના રૂપમાં ફેમસ છે. વોટરફોલ પાસે એક શિવ મંદિર પણ છે.
કેવી રીતે પહોંચવું
ચિરિમિરીમાં એક બહુ જ નાનું રેલવે સ્ટેશન છે, પરંતુ બિલાસપુર રેલવે જંક્શન લગભગ તમામ મોટા શહેરો સાથે જોડાયેલું છે. જો તમે રસ્તા દ્વારા જવાનું પ્લાનિંગ કરો છો, તો બિલાસપુરથી ચિરીમીરિનું અંતર 238 કિલોમીટર છે અને ભોપાલથી લગભગ 654 કિલોમીટર.
ક્યાં રોકાવું ?
ચિરિમિરીથી થોડે જ દૂર આવેલ અનુપૂર, કોટમાં અને અંબિકાપુરમાં તમને સારા હોટલ્સના ઓપ્શન મળી જશે.
કયા મોસમમાં જશો ?
જો તમે અહીં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો ચોમાસા બાદ તમને અહીં સુંદર નજારો જોવા મળશે. ઓક્ટોબરથી એપ્રિલની વચ્ચે મોસમ ખુશ્નુમા રહે છે. ઠંડી ગરમીથી દૂર આ મોસમમાં તમે હિલ સ્ટેશન પર આવીને મજા કરી શકો છો.