ભારતના 13 અનોખા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ…

ભારત, એ ઘણા બધા વૈવિધ્ય માટે જાણીતું છે અને કેટલીક બાબતોમાં તો ભારતે દરેક દેશને માત આપી છે અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ પણ નોંધાવ્યા છે. તો ચાલો જાણીએ કે ભારત કેવી રીતે ઘણા બધા દેશો કરતાં અલગ છે અને તેણે એવું તે શું અલગ કર્યું છે કે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ મેળવ્યું છે.

વિશ્વની સૌથી લાંબી પાઘડીવિશ્વની સૌથી લાંબી પાઘડી. આ પાઘડીની લંબાઈ 13 ઓલિમ્પિક સ્વીમીંગપુલ જેટલી છે અને તેનું વજન લગભગ સાડા પીસ્તાલીસ કીલોગ્રામ છે. પંજાબ, પતિયાલાના અવતાર સીંઘ મૌની કે જેઓ આ રેકોર્ડ ધરાવે છે તેમને આ પાઘડી બાંધતાં લગભગ છ કલાક થાય છે.

વિશ્વની સૌથી મોટી રોટલીવિશ્વની આ સૌથી મોટી રોટલીનું વજન છે 154 કી.ગ્રા.. જેને ડાગદુ સેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવ દ્વારા જામનગરમાં બનાવવામાં આવી હતી. આ રેકોર્ડ 22 સપ્ટેમ્બર 2012માં નોંધાવવામાં આવ્યો હતો. આ રોટલી એક મેટલ પ્લેટ પર બનાવવામાં આવી હતી જેનું ક્ષેત્રફળ 3 મીટર x 3 મીટર (10 ફૂટ X 10 ફૂટ) હતું.
વિશ્વની સૌથી મોટી બિરિયાની

ભારતના 60 પ્રોફેશનલ શેફે આ બિરીયાની રાંધી હતી. આ ડીશનું વજન 13 ટન એટલે કે 28,600 પાઉન્ડ હતું જેના કારણે તેનું ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધવામાં આવ્યું હતું.

વિશ્વની સૌથી ટુંકી સ્ત્રીનાગપુરની આમજી 20 વર્ષની છે તેણી ભારતના નાગપૂરમાં રહે છે. તેણીનું વજન લગભઘ 5.5 કી.ગ્રા છે અને તેણીની ઉંચાઈ 23 ઇંચ છે, ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણે તેણી વિશ્વની સૌથી ટુંકી સ્ત્રી છે.

સૌથી ખર્ચાળ લગ્ન

એમ પણ ભારત લગ્નો પાછળ પુષ્કળ રૂપિયા ખર્ચે છે માટે ભારતીયો માટે આ કંઈ વધારે આશ્ચર્યની વાત તો નહીં જ હોય. તેમ છતાં તમને જણાવી દઈએ કે સ્ટીલ ટાઇકુન લક્ષ્મીમિત્તલની દીકરીના લગ્નમાં સૌથી વધારે ખર્ચો કરવામા આવ્યો હતો. વેનિષા મિત્તલના લગ્ન ઇન્વેસ્ટમેન્ટ બેન્કર અમીત ભાટીયા સાથે વર્ષ 2004માં થયા હતા જ્યાં મહેમાનોને બોલીવૂડ સુપરસ્ટાર શાહરુખખાન દ્વારા એન્ટરટેઇન કરવામાં આવ્યા હતા. આ લગ્નમાં કૂલ 60 મીલીયન યુએસ ડોલર ખર્ચવામાં આવ્યા હતા. એટલે કે લગભગ 400 કરોડ રૂપિયા.

વિશ્વની સૌથી લાંબી મૂંછવિશ્વની સૌથી લાંબી મૂછની લંબાઈ છે 14 ફૂટ અને આ રેકોર્ડ ભારતના રામ સીંઘ ચૌહાણ ધરાવે છે. તેની માપણી રોમમાં ઇટાલીયન ટીવી શો “લો શો ડી રેકોર્ડ” પર 4 માર્ચ, 2010ના રોજ કરવામાં આવી હતી.

એક સાથે સૌથી વધારે સેલ્ફી લેવાનો રેકોર્ડ

આજના સેલ્ફી ઓબ્સેસ્ડ જગતમાં, આ રેકોર્ડ ભારતીયોના નામે છે. ફેડરલ ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ દ્વારા બહોળી સંખ્યામાં એટલે કે એક સાથે 1000 લોકોએ સેલ્ફી લીધી હતી.

ફાસ્ટેસ્ટ નોઝ ટાઇપીસ્ટભારતના વિનોદ કુમાર ચૌધરીએ 22 ડીસેમ્બર 2014માં દીલ્હીમાં માત્ર 46.30 સેકન્ડમાં 103 અક્ષરો નાકના ટેરવાથી ટાઇપ કરવાનો અનોખો રેકોર્ડ નોંધાવ્યો હતો.

ફાર્ધેસ્ટ ડીસ્ટન્સ લીમ્બો સ્કેટીંગ અડર કાર્સઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ્સમાં ગગનનો આ રેકોર્ડ-બ્રેકીંગ સ્ટન્ટ “ફાર્ધેસ્ટ ડીસ્ટન્સ ઇન લીમ્બો સ્કેટીંગ અન્ડર કાર્સ”ના શીર્ષક હેઠળ નોંધવામાં આવ્યો હતો. જો કે આ રેકોર્ડને હજુ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન નથી મળ્યું. ભારત ખાતે પોતાનું આ લક્ષ પામવા માટે ગગને પૂર્વ રેકોર્ડ બ્રેકર શ્રીયા દેશપાન્ડેનો રેકર્ડ તોડવો પડ્યો હતો.

વિશ્વની સૌથી ટુંકી ગાયમાનિક્યામ નામની ગાયને વિશ્વની સૌથી નાની ગાય તરીકે જાહેર કરવામાં આવી છે. તેણીએ પોતાનો આ રેકોર્ડ જૂના રેકોર્ડને 3 ઇંચથી પાછળ રાખીને બનાવ્યો છે. તેના આ રેકોર્ડને નોંધવા માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડની ટીમના પાંચ સભ્યો તે ગામમાં આવ્યા હતા.

એક કલાકમાં સૌથી વધારે હગ (ભેટવાનો) આપવાનો રેકર્ડ

ભારતના, આંદ્રપ્રદેશના ટેક્કાલીની આદિત્ય ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટના જયસીમ્હા રવીરાલાના નામે એક કલાકમાં 2436 વાર હગ કરવાનો એટલે કે ભેટવાનો રેકોર્ડ નોંધાયેલો છે. આ રેકોર્ડ 29 સપ્ટેમ્બર 2012માં નોંધવામાં આવ્યો હતો. જયસીમ્હા રવિરાલા આ ઉપરાંત પણ બીજા કેટલાક ગીનીસ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે.

લોન્ગેસ્ટ સોલો ડાન્સ મેરાથોન

37 વર્ષીય હેમલથાએ ભારતીય ક્લાસીકલ ડાન્સ ફોર્મમાંના એક એવા મોહિનીયત્તમને સતત 123 કલાક અને પંદર મીનીટ કરીને ગીનીસ વર્લ્ડ રેકર્ડ નોંધાવ્યો હતો.

મોહનદાસ ગાંધીના વેશમાં સૌથી વધારે લોકોની હાજરીનો રેકોર્ડટ્રેઇનીંગ રીસોર્સ એન્ડ કેર ફોર કીડ્સ, કોલકાતાના 485 બાળકો દ્વારા 29 જાન્યુઆરી 2012ના રોજ ગાંધીજીના વેશમાં એક સાથે હાજર રહેવાનો રેકોર્ડ નોંધાયેલો છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

Comments

comments


4,376 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 2 =