લોકો એવી જગ્યાની શોધમાં હોય છે, જ્યાં ફેમિલી અને ફ્રેન્ડ્સની સાથે મળીને એન્જોય કરી શકાય. ત્યારે મૂવી અને મોલ ફરીને લોકો કંટાળી જાય છે. ત્યારે હવે એમ્યુઝમેન્ટ પાર્કનો ઓપ્શન તેઓ શોધી રહ્યાં છે. એમ્યુઝમેન્ટ પાર્કમાં ફરીને ક્યારે સવારની સાંજ થઈ જાય છે તે ખબર જ પડતી નથી. વોટર રાઈડ્સ, વંડર રાઈડ્સ ઉપરાંત ફાઉન્ટેન શો, અલગ અલગ પ્રકારના ગાર્ડન અને અહીં થતા મ્યૂઝિકલ શોનો નજારો જ અલગ હોય છે. આજે અમે તમને ઈન્ડિયાના આવા જ એમ્યુઝમેન્ટ પાર્ક વિશે જણાવીશું, જ્યાં જવા માટે તમને કોઈ સીઝન કે પાર્ટનરની રાહ જોવી નહિ પડે.
રામોજી ફિલ્મ સિટી, હૈદરાબાદ
હૈદરાબાદનું રામોજી, દુનિયાના સૌથી મોટા ફિલ્મ સિટી તરીકે પ્રખ્યાત છે. 2000 એકરમાં ફેલાયેલ આ થીમ પાર્ક 1996માં બનાવવામાં આવ્યું હતું. દર વર્ષો લાખોની સરખામણીમાં અહીં લોકો ફરવા આવે છે. અહીં 50 શુટિંગ ફ્લોર અને 500થી વધુ સેટ લોકેશન છે. નવી ટેકનિક અને આકર્ષણો હોવાથી બોલિવુડથી લઈને હોલિવુડ સુધીના ફિલ્મોની શુટિંગ અહીં થાય છે. આ ઉપરાંત અહીં બીજા પ્રકારના ઈવેન્ટ્સ, કોન્ફરન્સ, પિકનીક માટે પણ સારી વ્યવસ્થા કરાઈ છે. બાળકોની સાથે વિકેન્ડ એન્જોય કરવા અથવા હનિમૂન વિતાવવા માટે પણ પ્લેસ બેસ્ટ છે. ફરવાની સાથે અહીં તમને થતાં પ્રોગ્રામ્સ, ડાન્સ, રાઈડ્સ અને શોપિંગની પણ મજા લઈ શકો છો.
વંડરેલા એમ્યુઝમેન્ટ પાર્ક, બેંગલુરુ
બેંગલુરુના 82 એકરમાં ફેલાયેલ આ એમ્યુઝમેન્ટ પાર્કમાં આવીને તમે આખો દિવસ એન્જોય કરી શકો છો. 60 અલગ અલગ પ્રકારના રાઈડ્સ ઉપરાંત લેઝર શો, વરચ્યુઅલ રિયાલિટી શો અને ભારતનો સૌથી મોટો મ્યૂઝિકલ ફાઉન્ટેન શો જોવાનો પણ તમને અહીં મોકો મળશે. ફેમિલી અને બાળકો નહિ હોય તો પણ તમે એકલા ફરીને કંટાળી નહિ જાઓ.
વંડરેલા એમ્યુઝમેન્ટ પાર્ક, કોચ્ચી
એડવેન્ચરસ વોટર સ્લાઈડ્સ, રોલર કોસ્ટર અને બાળકો માટે અલગ અલગ ગેમિંગ ઝોનવાળું આ એમ્યુઝમેન્ટ પાર્ક બહુ જ અદભૂત છે. તે તમારા માટે બેસ્ટ એક્સપિરીયન્સ બની રહેશે. 35 એકરવાળી આ જગ્યામાં 56 થ્રીલ રાઈડ્સ છે. અહીં સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
એસ્સેલ વર્લ્ડ, મુંબઈ
મુંબઈનું એસ્સેલ વર્લ્ડ દુનિયાના સૌથી જૂના અને સૌથી મોટા વોટર પાર્કમાંનું એક છે. આનાથી જ ભારતમાં એમ્યુઝમેન્ટ પાર્કની શરૂઆત થઈ હતી. 42 એકરમાં ફેલાયેલી આ જગ્યામાં માત્ર બાળકો જ નહિ, મોટેરાં અને વૃદ્ધો પણ જોરદાર મસ્તી કરી ચૂક્યાં છે. અહીં થ્રીલ અને એન્જોયમેન્ટવાળી રાઈડ્સમાં સુરક્ષાની ખાસ વ્યવસ્થા જોઈ શકાય છે. સ્કૂલ, કોલેજની ટ્રિપ્સ માટે આ જગ્યા હોટ ડેસ્ટિનેશન ગણાય છે.
સાયન્સ સિટી, કોલકાત્તા
કોલકાત્તાનું આ એમ્યુઝમેન્ટ પાર્ક 1997માં બનીને તૈયાર થયું હતું. જે દુનિયાનું સૌથી મોટું અને શાનદાર સાયન્સ મ્યૂઝિયમમાં સામેલ છે. એન્ટરટેઈનમેન્ટની સાથે અહીં શીખવા માટે અનેક સારી બાબતો છે. જો તમે સાયન્સના સુંદર નમૂનાની સાથે ડાયનાસોર વિશે જાણવાની ઈચ્છા રાખો છો, તો કોલકાત્તાનું સાયન્સ સિટી ફરવા જવાનું પ્લાન જરૂર કરો.