દક્ષિણ ભારતીય રેસીપી ફ્યૂજન આજકાલ ખૂબ પસંદ કરાય છે આજે અમે તમને ઇન્સ્ટન્ટ બીટરૂટ અપ્પમ બનાવીશું

રોજ રોજ શું બનાવું… ચાલો આજે કાંઈક નવીન બનાવીયે. બીટ પ્રેગ્નન્ટ મહિલા, ડાયાબિટીસ પેસન્ટ, એનિમિયા પેસન્ટ માટે બહુ જ ગુણકારી છે, પણ સલાડમાં ભાવતું નથી? તો તેને વાનગીમાં મિક્સ કરી બનાવી પીરસો…

સામગ્રી:

  • ૧ વાટકી રવો,
  • ૧/૨ વાટકી છાસ,
  • ૧-૨ વાટકી પાણી,
  • ૧ ચમચો શીંગદાણા,
  • ૧ ચમચો કાજુ,
  • અડધું બીટ,
  • મીઠું.

રીત:

– સૌ પ્રથમ રવાને છાસ અને પાણીમાં ૨-૩ કલાક માટે પલાળી દેવો.

– ઇડલીનું ખીરું હોય તો તેમાં પણ આ પ્રમાણે રેસિપી ફોલો કરી શકાય.


– શીંગ દાણા અને કાજુના ટુકડા કરી લેવા અને બીટને ચીઝની છીણીમાં છીણી લેવું.

– હવે પલાળેલા રવામાં શીંગદાણા, કાજુ, બીટ અને મીઠું ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું, જરૂર પડે તો થોડું પાણી ઉમેરવું

– અપ્પમ પાત્ર તેલ વડે ગ્રીસ કરી તેમાં ખીરું રેડવું.

– થોડીવાર પછી પલટાવી દેવાનું.


– તો તૈયાર છે ઇન્સ્ટન્ટ બીટ રૂટ અપ્પમ.

– નાળીયેરની ચટણી કે ડુંગળી ટમેટાની ચટણી જોડે સર્વ કરી શકાય.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,436 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × 5 =