જયારે આપણે કોઈ જગ્યાએ ગયા હોઈએ અને ત્યાં હોટેલ જો જંગલ માં હોય તો? ખરેખર, આપણને નબળા એવા વિચારો આવવા લાગે જેમકે જંગલ માં ભૂત તો નથી થતું ને? અહી કોઈ ખતરનાક અવાજ તો નથી આવતા ને? વગેરે…
વેલ, અહી જે હોટેલ બતાવવામાં આવી છે તેમાં જો તમે જશો તો તમને ડર નહિ લાગે. ઘણા લોકોની ચાહત એવી હોય છે કે તેઓ પણ એવી વસ્તુનું નિર્માણ કરે જે દુનિયામાં કોઈની પાસે ન હોય. મતલબ કઈ નવું કરવાના ક્રિયેટીવ આઈડિયાઝ.
તેવું આ હોટેલના માલિકને પણ થયું અને તેમણે પણ બનાવી દીધી આ પ્રકારની અફલાતૂન હોટેલ. વેલ, આ હોટેલ ચીનના ગુઝ્ઝુંના વાનફેંગ એરિયામાં સ્થિત છે. આ ભવ્ય અને યુનિક હોટેલનું નામ ‘માઉન્ટ ફોરેસ્ટ હોટેલ’ છે.
પ્રદુષણથી પીડાઈ રહેલ ચીન હાલમાં જંગલની થીમ પર બનેલ શહેર બનાવવા માંગે છે. આ હોટેલ પણ તેમાંથી એક જ છે. આ હોટેલ બનાવવાનો એકમાત્ર આશય એ છે કે પર્યાવરણની લીલોતરીને કારણે હવા શુદ્ધ થાય. જેથી લોકો પ્રદુષણ મુક્ત સ્વચ્છ હવા લઇ શકે.
ખરેખર, આ હોટેલના દરેક ખૂણામાં એવી જગ્યા રાખેલ છે કે ત્યાં ઝાડ રોપી શકાય અને બહારથી જોવામાં એવું લાગે કે આ બિલ્ડીંગની અંદર જંગલ છે. જોકે વાસ્તવિકતા માં એવું નથી. આમાં ઝાડ ને એવી શાનદાર રીતે રોપ્યા છે કે તે બહારથી એકદમ જંગલ નો લુક આપે છે.
આ શાનદાર હોટેલમાં ૨૪૦ રૂમો છે. આ ૪૦૦ એકર ની જગ્યામાં ફેલાયેલ છે. આ ચીની હોટેલ પોતાના લાજવાબ પકવાનો માટે પણ પ્રખ્યાત છે. આમાં ભોજન પણ ટેસ્ટી સર્વ કરવામાં આવે છે. જયારે તમે આ હોટેલની ગેલેરીમાં બેઠા હોવ ત્યારે તમને જંગલમાં બેઠા હોવ તેવો અહેસાસ થશે.