ઘણા Waterfalls એવા છે જે દુનિયાના સૌથી અસાધારણ છે. દુનિયા ઘણી મોટી છે અને તેમાં અનેક રાજ પણ છુપાયેલ છે. જોકે, બધા રાજ આપણે એક સાથે ન જાણી શકીએ તેથી જયારે આનો યોગ્ય સમય આવે ત્યારે આપણને ચોક્કસ જાણવા મળે છે.
દુનિયા ઘણી જ સુંદર છે તેના વિષે આપણે ત્યારે જાણીએ છીએ જયારે આપણને પ્રકૃતિના અલગ અલગ એવા અનેરા રંગો જોવા મળે.
આ Waterfalls કેનેડા માં આવેલ છે, જેનું નામ ‘કૈમરોન વોટર ફોલ’ છે. આ કેનેડાના અલબર્ટામાં સ્થિત છે. તમને જુન મહિનામાં આ પિંક પાણીથી ભરેલ જોવા મળશે.
બધા ઝરણાથી અલગ આ ઝરણાની ખૂબી એ છે કે આમાં બધા Waterfall ની જેમ સફેદ કે દુરથી જોતા ભૂરું પાણી નથી વહેતું પણ પિંક પાણી વહે છે. આ પોતાના માં જ એક ખૂબી છે. આને જોવા માટે સેકડો લોકો વેકેશનમાં અહી જાય છે.
ખરેખર, આ ગુલાબી રંગનું એટલા માટે દેખાય છે કે ભારે વરસાદ ને કારણે આમાં એક એગ્રીલાઈટ (પહાડોની ભેખડોમાંથી મળી આવતો પદાર્થ) નામનો પદાર્થ ભેળવાય જાય છે જેથી તડકામાં આનું પાણી ગુલાબી રંગનું દેખાય છે. જયારે આ વોટરફોલ પાણી ઉપરથી નીચે પડે છે ત્યારે ખરેખર જોવાલાયક દ્રશ્ય પ્રકટ થાય છે.
અહી બતાવેલ ફોટોમાં જરા પર ફોટોશોપ ની ઈફેક્ટ નથી આ ૧૦૦ % સાચો ફોટો છે. ઉલ્લેખનીય છે કે અમે તમને આના અગાઉ લોહીથી વહેતું ઝરણું, પાણીની વચ્ચે આગ અને તુર્કીના ગરમ પાણી ના ઝરણા સાથે રૂબરૂ કરાવી ચુક્યા છીએ.