બટાકાની ફરાળી ખીર – ખાવામાં સ્વાદિષ્ટ ને બનાવવામાં સરળ છે …..

હેલો ફ્રેન્ડસ કેમ છો ? શ્રાવણ માસ ચાલતો હોય ત્યારે ઘરમાં કોઈને કોઈ ઉપવાસ કરતુ જ હોય છે. ત્યારે આપણે ઘરે કંઈક ખાસ બનાવવાનું વિચારતા હોઈએ છીએ, ત્યારે તમે બટાકાની ફરાળી ખીર ટ્રાય કરી શકો છો. આજે હું તમને બટાકાની ફરાળી ખીર બનાવતા શીખવીશ, જે ખાવમાં સ્વદિષ્ટ હોવાની સાથે તેને બનાવવી પણ સહેલી છે. તેમજ તેને બનાવવા માટે વધારે સમય પણ લાગતો નથી, તો ચાલો બનાવતા શીખીએ બટાકાની ફરાળી ખીર.

બટાકાની ફરાળી ખીર બનાવવા માટેની સામગ્રી :

  • · 4 નંગ બટાકા (બાફેલા)
  • · 1 વાડકી દુધ
  • · 1/2 વાડકી ખાંડ
  • · 1 ચમચી એલચી પાવડર
  • · 1 ચપટી જાયફળ પાવડર
  • · 4 ચમચી સુકામેવાની કતરણ
  • · 2 ચમચી ઘી2

બટાકાની ફરાળી ખીર બનાવવા માટેની સામગ્રી :

બટાકાની ફરાળી ખીર બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને ધોઈ લો, ધોયા બાદ તેને બે- બે ટુકડા કરી લો, હવે તેને પ્રેશર કુકરમાં બાફી લો, બટાકા બફાઈ જાય એટલે તેને પ્રેશર કુકરમાંથી કાઢી ઠંડા થવા દો, બટાકા ઠંડા થઈ જાય એટલે બટાકાની છાલ ઉતારી લો, ત્યારબાદ બાફેલા બટાકાને ઝીણી ખમણી વડે છીણી લો,3 હવે એક જાડા તળિયાવાળી પેન ગેસ પર ગરમ કરવા મુકો,4 પેન ગરમ થાય એટલે તેમાં ઘી નાખો, ઘી ગરમ થાય એટલે તેમાં છીણેલા બટાકા નાખી થોડી વાર હલાવો, ત્યારબાદ તેમાં દુધ નાખી ગેસ ધીમો કરી હલાવતા રહો, ખીર ઘટ્ટ થાય ત્યારબાદ તેમાં ખાંડ નાખી ધીમી આંચ પર 15 મીનીટ સુધી ચડવા દો,5 તે બરાબર ચઢી જાય એટલે તેમાં એક ચમચી એલચી પાવડર અને જાયફળ પાવડર ઉમેરો, હવે તેને થોડીવાર માટે ગેસ પર રાખો, ત્યારબાદ ગેસ પરથી ઉતારી લો, 6ત્યારબાદ તેના સુકામેવાની કતરણ નાખી બરાબર મીક્ષ કરી લો અને તેને ઠંડી થવા દો. ખીર બરાબર ઠંડી થઈ જાય એટલે તેને સુકામેવાની કતરણ વડે ગાર્નીશીંગ કરી સર્વ કરો. તો તૈયાર છે, બટાકાની ફરાળી ખીર.1

નોંધ- બટાકાની ખીર બનાવતી વખતે બટાકા 2 થી 3 કલાક પહેલા બાફી લેવાથી ખીર એકદમ કણીવાળી બને છે. તાજા બાફેલા બટાકાની ખીર બનાવશો તો ખીર ચીકાસ વાળી બને છે.

શ્રાવણ માસ દરમિયાનની મારી ફરાળી વાનગી સિરીઝની આ વાનગી આપને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને આ રેસીપી બનાવવા માટે આપને કોઈ સવાલ હોય તો કોમેન્ટ પણ આપ કરી શકો છો.

રસોઈની રાણી : સિધ્ધી કમાણી (અમદાવાદ)

Comments

comments


3,303 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − 2 =