બપોર સાંજ જમતા પેહલા કરો માત્ર આ એક કામ, ઘરમાં ક્યારે પણ નહિ આવે ગરીબી

મિત્રો, કોઈપણ મનુષ્ય ના જીવન ની પાયા ની ત્રણ જરૂરીયાતો હોય છે રોટી , કપડા અને મકાન અને તેમા પણ આહાર એ માનવી ની પ્રાથમિક અને મુખ્ય જરૂરીયાત છે. આ આખા વિશ્વ મા દરેક માનવી બે સમય નુ ભોજન મેળવવા માટે આખો દિવસ પરિશ્રમ કરે છે જેથી તેમને ખાધા વગર નો દિવસ વ્યતીત ના કરવો પડે. આપણે સૌ જાણીએ છીએ કે આ ધરા પર ભોજન વિના નુ જીવન શક્ય જ નથી.

એક સંશોધન પ્રમાણે જે લોકો ભરપેટ ભોજન કરે છે તેમને સારી ઊંઘ આવે છે અને તેના થી વિપરીત જે લોકો યોગ્ય આહાર ગ્રહણ નથી કરતા તેમનુ મન અશાંત રહે છે અને તે યોગ્ય ઊંઘ મેળવી શકતા નથી. આહાર નુ ખરૂ મુલ્ય તે જે સમજી શકે જેમને ભોજન મેળવવા માટે દિવસ-રાત પરિશ્રમ કરવો પડે. જે લોકો ને વિના માંગ્યે બધુ જ મળી જતુ હોય તેમને આ ભોજન ની કદર નથી હોતી. આપણા દેશ મા આહાર ને દેવ તરીકે પૂજવામા આવે છે.

એવી માન્યતાઓ પણ છે કે જે વ્યક્તિ અન્ન ની કદર નથી કરતુ તેની ક્યાય પણ કદર નથી થતી. આહાર એ આપણા શરીર ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે અનિવાર્ય છે. શાસ્ત્રો અનુસાર જે ઘર મા આહાર નુ મહત્વ સમજવા મા આવે છે તે ઘર મા ક્યારેય પણ નાણા ની ઉણપ સર્જાતી નથી. માટે જો તમે પણ તમારા ઘર મા લક્ષ્મીજી ને ટકાવી રાખવા માંગતા હોવ તો હાલ તમને એવા સરળ ઉપાયો વિશે જણાવીશુ. જે તમને આર્થિક રીતે સધ્ધર બનાવશે.

દરેક મનુષ્ય ની લાઈફ મા આહાર એક મહત્વ નો ભાગ ભજવે છે. માટે જો તમે તમારા ઘર મા ધન ને ટકાવી રાખવા માંગતા હોવ તથા ધન ના દેવી લક્ષ્મીજી ને રાજી કરવા માંગતા હોવ તો તમારે આ એક કાર્ય કરવુ પડશે. નિયમીત આહાર ગ્રહણ કરતા પૂર્વે ભોજન માંથી એક કોળીયો બહાર કાઢવો. આ કાર્ય કરવા થી તમારા ઘર મા ક્યારેય પણ નાણા ની ઉણપ નહી સર્જાય તથા ઘર મા માતા લક્ષ્મી ના આશીર્વાદ જળવાઈ રહેશે.

આ ઉપરાંત ભોજન ગ્રહણ કરતા પૂર્વે પ્રભુ નુ નામ સ્મરણ કરી ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરવુ. જેથી ઘર મા સકારાત્મક વાતાવરણ બને. આપણે સૌ જાણીએ છીએ કે પ્રભુ વિશ્વ ના કણ-કણ મા વસે છે. માટે જો ભોજન કરતા પૂર્વે પ્રભુ નુ નામ સ્મરણ કરવા મા આવે તો તમારુ મન શાંત રહેશે તથા તમારી ઈચ્છા શક્તિ મા વધારો થાય છે. આમ, કરવા થી તમારા શરીર મા એક નવીનતમ ઉર્જા નો સંચાર થાય છે તથા ઘર મા સુખ-સમૃધ્ધિ આવે છે અને તમારા ઘર મા રહેલી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.

શાસ્ત્રો અનુસાર જે ઘર મા અન્ન નુ અપમાન થાય છે તે ઘર મા ક્યારેય પણ લક્ષ્મીજી વાસ નથી કરતા તથા ધન ની ઉણપ સર્જાય છે. માટે ક્યારેય પણ ભોજન ગ્રહણ કર્યા બાદ થાળી મા હાથ ન ધોવા. કારણ કે તેમ કરવા થી લક્ષ્મિજી અત્યંત ક્રોધિત થાય છે અને ઘર મા વસતા નથી. માટે જ્યારે પણ ભોજન ગ્રહણ કરી લો ત્યારબાદ અન્ય વાસણ મા વ્યવસ્થિત રીતે હાથ સાફ કરવા જેથી તમારે કોઈ સમસ્યા નો સામનો ના કરવો પડે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,243 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 6