ગુજરાતમાં ટ્યુશન મુક્ત શિક્ષણ બનાવવાનું બીડું ઝડપનાર નાના એવા ગામનાં એક સામાન્ય શિક્ષક રોજ એમની વેબસાઇટની મદદથી 92 લાખ લોકોને આપી રહ્યા છે ફ્રીમાં શિક્ષણ….
કહેવાય છે કે, જો જીજાબાઈ જેવી મા શિક્ષક બને તો જ બાળકને સાચી કેળવણી અને શિક્ષણ મળી શકે ને જો બીજો શિક્ષક મા બને તો જ બાળકને સાચી યોગ્ય શિક્ષણ ને યોગ્ય કેળવણી મળી શકે છે.
શિક્ષક કભી સાધારણ નહિ હોતા..પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હે… આ પંક્તિ જૂનાગઢ જિલ્લાનાં નાના એવાં ગામનાં શિક્ષકે સાકાર કરી છે. એક એવી પણ કહેવત છે કે, “શિક્ષક કભી સાધારણ નહી હોતા !” સાચી વાત છે. શિક્ષક એક નાની એવી ચોપડીમાં જ આખું વિશ્વ સમાવીને બેઠો હોય છે. જો એ ધારે તો ચાર દીવાલની વચ્ચે બનેલા ક્લાસ રૂમમાં જ દુનિયાની સેર કરાવી શકે છે.
બસ, આજે વાત કરવી છે ગુજરાતનાં એક એવાં શિક્ષકની જે પોતાના ઘરની ચાર દીવાલમાં બેસીને આખા ગુજરાતભરનાં બાળકોને એક વેબસાઇટની મદદથી પૂરા 92 લાખ વિધ્યાર્થીઓને ધોરણ એક થી લઈને 12 સાયન્સ સુધીનું બધા જ વિષયનું શિક્ષણ આપી રહ્યાં છે. એમનાં શિક્ષણ કાર્ય પછી ઘરે આવીને એ દિવસનો બાકીનો સમય બસ આ જ કાર્ય માટે ફાળવી રહ્યાં છે એ પણ કોઈ પણ પ્રકારનાં સ્વાર્થ વગર..નામ છે એમનું બળદેવ પરી.
ગુજરાતમાં બે શિક્ષકોને રાષ્ટ્રપતિ એવોર્ડ 5 સપ્ટેમ્બર, ૨૦૧૮ ના રોજ એનાયત કરવામાં આવ્યો હતો. એમાં એક શિક્ષક હતા બળદેવ પરી. બળદેવપરીએ સાયન્સ ટેકનોલોજીમાં અનેક સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. તેમણે યુ ટ્યુબ ઉપર ‘ શિક્ષણના પ્રેરણા પુષ્પ’ નામની યુ ટ્યુબ ચેનલ અને વેબસાઈટ શરૂ કરી. જેમાં દુનિયાભરના 92 લાખ કરતા વધુ લોકો આ ચેનલ અને વેબસાઇટની મુલાકાત લઈ રહ્યાં છે અને એમાંથી જ ઘરે બેઠા શિક્ષણ મેળવી રહ્યાં છે.
ભેસાણ તાલુકાના નાના એવા બરવાળા ગામની માધ્યમિક શાળામાં સાયન્સ શિક્ષક તરીકે તેઓ હાલમાં ફરજ બજાવી રહ્યાં છે અને ગણિત અને વિજ્ઞાનમાં તેમણે અનેક સિદ્ધિઓ હાંસલ પણ કરી છે. ગણિત વિષયમાં મોડ્યુલ બનાવવામાં શીખવવામાં આવ્યું છે અમદાવાદમાં આવેલી આઈ. આઈ. એમની વેબસાઈટમાં. એમાં બે ઇનોવેશન રજૂ કરવામાં આવ્યા હતાં બળદેવ પરી દ્વારા જે .જિયો જીબ્રા સોફ્ટવેરના આધારે રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામા પ્રતિસ્પર્ધી તરીકે મૂકવામાં આવેલ. જેનો મુદ્દો હતો “નળાકારનું ઘનફળ કેવી રીતે શોધી શકાય. આ સિદ્ધિ આ જ સુધી ભારતનાં કોઈ ગણિત વિષયનાં શિક્ષકે મેળવી નથી.
.www.baldevpari.com નામની વેબસાઇટ અને પ્રેરણાના પુષ્પ નામની વેબસાઈટમાંથી અસંખ્ય લોકોએ પ્રેરણા લીધી છે. તેમાં ધોરણ 6 થી ધોરણ ૧૨ સુધીનું ગણિત અને વિજ્ઞાન વિષયનું પેપર સોલ્યુશન બોર્ડની કિ અને કઈ રીતે બોર્ડના પેપર લખવામાં આવે છે. તેની તમામ માહિતી આ વેબસાઈટ ઉપર મૂકવામાં આવી છે. કોઈપણ પ્રકારનાં સ્વાર્થ વગર ગરીબ બાળકો ટેક્નોલોજીનાં ઉપયોગથી અને ઇન્ટરનેટનાં માધ્યમથી મફતમાં ઘરે બેસીને જ પોતાનું શિક્ષણ કાર્ય શીખે એ હેતુથી નાનાં મુદ્દાઓની પણ સચોટ માહિતી આપવામાં માટે બને તેટલો સમય એ કાર્યમાં જ ફાળવે છે.
એવું નથી કે ભરતામાંથી ૯૨ લાખ લોકો એમની આ વેબસાઇટની મુલાકાત લે છે. આખી દુનિયાનાં દેશોમાંથી ૧૧૦ દેશોમાં દેશોમાં રહેતા ગુજરાતીઓ પણ એમની આ વેબસાઇટમાંથી જ્ઞાન મેળવી રહ્યાં છે.
.બાળકોમાંથી જે મૂલ્ય શિક્ષણ નષ્ટ થતું જાયછે. જે મૂલ્ય શિક્ષણ બાળકો સરળ રીતે પ્રાપ્ત કરી શકે અને એ પણ કોઈપણ પ્રકારનો ખર્ચ કર્યા વગર, તેમજ બાળકો ઘરે બેસીને જ શિક્ષણ મેળવી શકે ને ગણિત જેવા વિષયના ડરમાંથી મુક્ત થઈ શકે એ હેતુથી ગણિત વિષય પર તેઓ ખૂબ ભાર મૂકી રહ્યાં છે.
બળદેવ પરીને એમનાં આ ઉમદા કાર્ય માટે , રાજ્યપાલ એવોર્ડ 2015માં પ્રાપ્ત થયો હતો. તે ઉપરાંત 14 જેટલા અન્ય એવોર્ડ પ્રાપ્ત મેળવ્યાં છે. તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડ – ૨૦૧૮ માટે દેશભરમાંથી 150 જેટલા શિક્ષકોની ફાઈલો સરકારે મંગાવેલી એમાથી આખાભારતભરનાં માત્ર ૪૪ શિક્ષકોને જ રાષ્ટ્રપતિ એવોર્ડ- ૨૦૧૮ પ્રાપ્ત થયો, એમાના એક બળદેવ પરી હતાં.
બૈજિક ગણિત વિષય ઉપર તેઓ ખાન એકેડેમી જેવુ જ કામ ઈન્ટરનેટના માધ્યમથી કરી રહ્યાં છે. એક સામાન્ય શિક્ષક તરીકે ફરજ બજાવતાં આ શિક્ષક માત્ર તેમનો નહી આખા દેશનાં બાળકોનાં ભાવિનો વિચાર કરી રહ્યાં છે. આ કાર્ય માટે તેમનો પરિવાર પણ ખૂબ સાથ આપી રહ્યો છે. આ વાત એમનાં પત્ની ભાવનાબેન જેઓ એક સરકારી આયુર્વેદિક કોલેજમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. તેઓ જણાવે છે કે, અમે સાહેબને કોઈ જ વ્યવહારિક કામમાં કે કોઈ જ પારિવારિક બાબતને લઈને એમને કોઈ પણ પ્રકારની જવાબદારીમાંથી ને ચિંતામાંથી મુક્ત રાખીએ છીએ. જેના કારણે એ એમનાં કાર્યમાં વધારે સમય ફાળવી શકે અને એમનાં જીવનમાં જોયેલ સ્વપ્ન ‘ટ્યુશન મુક્ત શિક્ષણ’ ને સાકાર કરી શકે. એમનાં કાર્યમાં હું ને મારો દીકરો બની શકે તેટલો વધારે સાથ આપીએ છીએ.
.દિવસે દિવસે સમાજમાં રહેલા બાળકોમાંથી મૂલ્ય શિક્ષણ નષ્ટ થતું જાય . છે બાળકો હતાશા અને નિરાશામાં ધકેલાઇ આપઘાત કરે છે. મૂલ્ય શિક્ષણ ફરી ઉભું થાય અને બાળકોમાં હિંમત આવે તે ઉદ્દેશથી દર શનિવારે પ્રેરણાની વાતોનો પણ તેમની યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે. જેના કારણે શિક્ષણ સાથે બાળકોમાં મોટિવેશન પણમળી રહે.
‘જાત મહેનત જિંદાબાદ’ આ કહેવત બળદેવ પરી માટે જ બની હશે એવું જ લાગે છે, કારણ કે તેમણે પોતાના જ ઘરમાં એક, બે નહી પણ પૂરા સાત લાખનાં ખર્ચે પોતાના જ ઘરમાં ભવ્ય સ્ટુડિયો બનાવ્યો છે. એ સ્ટુડિયોમાં તે અલગ અલગ વિષયનાં શિક્ષણ પર વિડીયો બનાવીને પોતાની યુટ્યુબ ચેનલ પર રોજ અપલોડ કરે છે. જેમાં તેમને એમનાં પત્ની અને દીકરો ખૂબ જ સહાકાર આપી રહ્યાં છે. પતિ- પત્ની બંને સાથે મળી અલગ અલગ પ્રકારનું યુ ટ્યુબનાં માધ્યમથી પારદર્શક શિક્ષણ શીખવવાનું કામ કરી રહયા છે.
મારી સાથેની વાતચીત દરમ્યાન, બળદેવ પરીએ જણાવ્યુ હતું કે, મારા બાળપણથી લઈને અત્યાર સુધીના લગભગ બધા શિક્ષકો યાદ છે. અમુક સંપર્કમાં છે તો અમુક આ દુનિયામાં જ નથી. એવી જ રીતે હું મારા દીકરા દીકરીને પણ જણાવું કે જેટલાં શિક્ષકોએ જ્ઞાન આપ્યું હોય તેને ક્યારેય ભૂલતા નહી. કડો ઘૂંટાવનાર શિક્ષકનું મહત્વ સો ટકા વધુ છે. પછી એ ગમ્મે તે ફિલ્ડ કેમ ન હોય ?? બે પૈડાં વાળી સાઇકલ શીખવનાર મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા કે મિત્રથી લઈને માતૃત્વના પાઠ શીખવનાર માતા પણ તમારા જીવનનાં શિક્ષક જ કહેવાય.
આ સાથે એટલું જણાવીશ કે એક શિક્ષકે હંમેશા એક વિદ્યાર્થી તરીકે જ રહેવું જોઈએ. જો શિક્ષક નવું નવું શીખતો રહેશે તો અને તો જ એ શિક્ષક વિધ્યાર્થીને શ્રેષ્ઠ જ્ઞાન આપી શકશે !!
સ્ટોરી : તૃપ્તિ ત્રિવેદી