બાજરાના ગ્રીન સ્ટફ પરાઠા – સ્વાસ્થ્યવર્ધક ને પૌષ્ટિક છે તો ટ્રાય કરજો

એક નવા જ પ્રકારના સ્ટફ પરાઠા.તમે બાળકોને, મોટાઓને લન્ચબોક્ષમાં આપી શકો છો.બાળકોને કલર વધારે પસન્દ હોય છે, અને બાળકો બાજરીના રોટલા કે પાલક જમવાની ના પાડતા હોય છે.તો ચાલો બાળકોના પ્રિય બટેકા જોડે બીજી બે વસ્તુ ખવડાવી લઈએ કે જેમને તે પસન્દ નથી.

સામગ્રી:

પરાઠા માટે

  • 2 વાટકી ઘઉંનો લોટ,
  • ૨ વાટકી બાજરાનો લોટ,
  • ૨ વાટકી પાલકની પ્યોરી,
  • ૪ ચમચી તેલ, મીઠું.

સ્ટફિંગ માટે:

  • ૬ મોટા બટેકા,
  • ૧ બાઉલ વટાણા,
  • ૨ લીલા તીખા મરચાની પેસ્ટ,
  • ૧.૫ બાઉલ કોથમીર,
  • ૨ ચમચી ધાણાજીરું,
  • મીઠું.

રીત:

સૌ પ્રથમ બટેકા અને વટાણાને બાફી લઇ, તેને મોટા વાસણમાં મેશ કરી લેવા. પછી તેમાં કોથમીર, લીલા મરચાની પેસ્ટ, મીઠું, ધાણાજીરું નાખી મિક્ષ કરવું.


પરાઠા માટે સ્ટફિંગ તૈયાર.
મોટા વાસણમાં બને લોટ લઇ તેમાં મીઠું, તેલ નાખી મિક્ષ કરી લેવો.હવે તેમાં પાલકની પ્યોરી ઉમેરી લોટ બાંધવો, જરૂર પડે તો જ પાણી લેવું.

લોટ બહુ નહિ કઠણ કે બહુ ઢીલો એવો બાંધવો, પછી પરાઠા કરતી વખતે લુવાને હાથમાં લઇ મસળી નરમ કરવો.
હળવા હાથે ઘઉંના લોટનું અટામણ લઇ રોટલી વણવી, એક પરાઠામાં બે રોટલી જોશે.

પછી એક રોટલી પર સ્ટફિંગ બરાબર પાથરી બીજી રોટલી ઉપરથી કવર કરવી.કિનારી દાબી, સેજ વેલણ ધીમે ધ્યાનથી મારવું.તવો ગરમ થાય એટલે તેલવાળો તવેથો ફેરવી ગ્રીસ કરી પરોઠું નાખવું, સાદા પરોઠા શેકીએ તેમ આ પરોઠા મીડીયમ તાપે શેકવા.

 તો તૈયાર છે ગરમ ગરમ બાજરા ગ્રીન સ્ટફ પરાઠા. આ પરાઠા દહીંની ચટણી કે ગ્રીન ચટણી જોડે પીરસવા.

નોંધ: આ પરાઠા સિમ્પલ પરાઠા એટલે કે સ્ટફિંગ વગરના કરવા હોય તો પણ થાય. આવી રીતે પાલકની પ્યુરીની બદલે બીટની પ્યુરી વાપરીને પણ થાય.જો બાળકો ટિફિન પૂરું કરીને ન આવતા હોય તેમના માટે બેસ્ટ ઓપશન છે

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Comments

comments


3,391 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 7 =