બધાના મનમા ગૂંચવાયેલો પ્રશ્ન ફરાળમા ખાવામા આવતા સાબુદાણા શાકાહારી છે કે માંસાહારી? તમે પણ તમારો મત રજુ કરો

મિત્રો કોઈ વાર તહેવાર આવે અને ફરાળ કરવાનું મન થાઈ એટ્લે પહેલી વસ્તુ જે મનમાં આવે એ સાબુદાણા છે. જેની ખીર તો દરેક ગુજરાતી ઘરમાં બનતી જ હોય છે. તદ્દોપરાંત તેની બીજી ઘણી વાનગીઓ પણ બને છે. સાબુદાણામાંથી ખીચડી, ખીર, પાપડ, વડાં અને ચકરી જેવી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરીને લોકો ખાતા હોય છે. પણ તમે ક્યારેય એ વાત વિચારી છે કે સાબુદાણા શામાંથી બને છે? અને કેવી પ્રક્રિયા કરવામાં આવે છે તેની બનાવટ પાછળ? આને હાલ ના એક સોશિયલ મીડિયા ના મેસેજ મુજબ સાબુદાણાના શાકાહારી હોવા પર સંદેહ શા માટે કરવામાં આવી રહ્યો છે? શું આ બાબતની જાણકારી તમારા પાસે છે ? નહી, તો ચાલો જાણીએ સાબુદાણા વિશેનો ખુલાસો.

આવી રીતે ઝાડના મૂળમાથી બને છે સાબુદાણા

સાબુદાના ને ટેપિયોકા(Tapioca) નામક વૃક્ષના મૂળમાંથી બનાવવામાં આવે છે, જેને મૂળ દક્ષિણ અમેરીકામાંથી ભારત લાવવામાં આવેલ.. ૧૯મી સદીમાં સાબુદાણાનું સૌપ્રથમ ઉત્પાદન તમિલનાડુના સેલમ ખાતે કરવામાં આવેલ હતું. અને આજે સેલમ જ ભારતનું મુખ્ય સાબુદાણા ઉત્પાદક મથક છે. જ્યાં ૭૦૦ જેટલી ફેક્ટરીઓ આ વિસ્તારમાં આવેલ છે. આઝાદી મળ્યાંના ત્રણ-ચાર વર્ષ પહેલાં જ ભારતમાં પ્રથમ વખત સાબુદાણા બનાવવામાં આવેલ. સાબુદાણાનું ઉત્પાદન એ પછી મોટાભાગે ગૃહઉદ્યોગ પર જ થતું.

જો આપણે સાબુદાણાની બનાવટની વાત કરવામાં આવે તો, આ માટે સૌપ્રથમ ટેપિયોકા વૃક્ષના મૂળને કાઢીને એમને સારી રીતે સાફ કરવામાં આવે છે. આ મૂળ ને કસાવા નામથી પણ ઓળખાય છે. ત્યાર બાદ એક મશીન દ્વારા કસાવા મૂળની ઉપરની છાલને કાઢવામાં આવે છે. છાલ કાઢ્યાં પછી અંદર મૂળનો ઘટ્ટ ગર કે માવો બચે છે. જેને ત્યારબાદ જરૂરી પાણીની માત્રા ઉમેરી પીસવામાં આવે છે. હવે આ ગર ને એક વિશાળ પાત્રમાં ઠાલવવામાં વામાં આવે છે, અને બાદમાં સુકવવામાં આવે છે. એમાં રહેલ વધારાના પાણીને કાઢવામાં આવે છે. હવે બાકી રહેલ મૂળના સુકાયેલા માવાની મશીનની મદદથી નાની નાની ગોળીઓ બનાવવામાં આવે છે. એ ગોળીઓ એટલે કે સાબુદાણા.

તો અંતે બધાનો એક જ સવાલ કે શુ સાબુદાણા માંસાહારી છે કે પછી શાકાહારી?

આ પ્રશ્નનો થોડો ઘણો જવાબ તો તમને ઉપરના ફકરા માથિ મળી જ ચુક્યો હશે. હાલ ના એક સોશિયલ મીડિયાના મેસેજ માં એવું કહેવામા આવેલ છે કે, સાબુદાણા બનાવવા માટે ટેપિઓકાના કસાવાને જમીનમાં ખાડો ખોદીને નાખવામાં આવે છે. અને તેને સડવા દેવા માટે એમાં જીવડાં પડે છે, ઇયળ પડે છે, અળસિયાં પડે છે. મૂળના ગર સમેત એ બધાંનો છૂંદો કરીને પછી સાબુદાણા બનાવવામાં આવે છે. અને વધારામાં કહેવાય છે કે, એની કંપનીઓની આસપાસ પણ ખરાબ ગંધ આવતી હોય છે. દોસ્તો સોશિયલ મીડિયાના લેખો પર આધારિત આવા વિકૃત અને બોગસ છાપાંઓ પર વિશ્વાસ ન રાખતા. સાબુદાણા પૂર્ણ પણે શાકાહારી છે.

Comments

comments


4,215 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 1 = 9