B R ચોપરાની મહાભારતના આ કલાકારો આજે લાગે છે કઈક આવા, જુઓ બધાની તસ્વીરો

અત્યારે મહાભારતને આમ તો લગભગ ૩ દાયકા થઈ ગયા છે પરંતુ આજે પણ બધા દર્શકો એ મહાભારતને પસંદ કરે છે તો આજે અમે તમને જણાવીશુ કે મહાભારત ના આ કલાકારો વિશે જે અત્યારે ક્યાં અને કેવા દેખાય છે.

ભીષ્મ પિતામહ એટલે કે મુકેશ ખન્ના

અત્યારે મહાભારતના રણક્ષેત્રમા ઘણા બધા તીરોથી જે મૃત્યુશૈયા પર રહેલા એ ભીષ્મ પિતામહ ને કોઈ કેવી રીતે ભૂલી શકે કારણ કે તેમના પાત્રમા મુકેશ ખન્ના એ ટીવી પર દેખાતા હતા અને અત્યારે તેઓ પોતાની એક્ટિંગ સ્કૂલની સાથે સાથે કેટલીક સીરિયલમા પણ જોવા મળે છે.

દૂર્યોધન એટલે કે પુનીત ઈસ્સર

આમ તો કૌરવોનો સૌથી મોટો ભાઈ અને આ ૫ પાંડવોનો સૌથી મોટો દુશ્મન એ દુર્યોધન હતો અને તેનુ પાત્ર એ પુનિત ઈસ્સારે નિભાવ્યુ હતુ અને તેમના અભિનય વિશે પણ બહુ વખાણ થયા હતા અને આ પુનીત રિયાલિટી શો બિગબોસમા પણ જોવા મળ્યો હતો.

દ્રોપદી એટલે કે રૂપા ગાંગુલી

આમ તો પાંડવોની પાંચાલી એટલે કે દ્રોપદીના રૂપમા તે નાના પડદા પર જોવા મળી હતી અને રૂપા ગાંગૂલી એ બહુ ઓછા લોકો જાણતા હશે કારણ કે રૂપા ગાંગુલી એક સારી સિંગર પણ છે જો કે તે અત્યારે તે રાજનીતિમા હાથ અજમાવી રહી છે.

શ્રીકૃષ્ણ એટલે કે નીતીશ ભાર્દ્વવાજૃ

આમ તો પોતાના ચહેરા પર મંદ મંદ મુસ્કાન માટે ભગવાન શ્રીકૃષ્ણના રોલમા બધાનું દિલ જીતી લેનાર એ નીતીશ ભાર્દ્વવાજ હતા અને આજકાલ નીતિશ ભાર્દ્વવાજ એ ફિલ્મ ડિરેક્શન અને સ્ક્રિપ્ટ રાઈટિંગની કળા સીખી રહ્યો છે.

યુધિષ્ઠિર એટલે કે ગજેન્દ્ર ચૌહાન

ધર્મરાજ યુધિષ્ઠરના રોલમા જોવામા આવેલ એવા ગજેન્દ્ર ચૌહાન હતા અને ત્યારથી લઈને અત્યાર સુધીમા તેમણે આમ તો ઘણી સીરિયલો અને ફિલ્મોમા કામ કર્યું છે પણ ગજેન્દ્ર થોડાક સમય માટે FTII હેડ પણ બન્યા હતા અને તેમણી પસંદગી કરવામા આવી તેનાથી તે ઘણા લોકોને વાંધો હતો તેથી થોડાક સમયમા તેમણે હટાવી દેવામા પણ આવ્યા હતા.

કર્ણ એટલે કે પંકજ ધીર

આ મહાભારત મા કુંતીપુત્ર કર્ણની ભૂમિકામા જોવા મળ્યો હતો અને તે પંકજ ધીર હતો એ આજકાલ ફિલ્મોમા કામ કરવાની સાથે અભિનય નામવી એક એક્ટિંગ સ્કૂલ પણ ચલાવી રહ્યા છે.

ભીમ એટલે કે પ્રવીણ કુમાર

આ પ્રવીણ કુમારે ભીમનો રોલ કરીને બધાનુ દિલ જીતી લીધુ હતુ પરંતું એ બહુ ઓછા લોકોને ખબર હશે તે તેમણે Discus Thrower આ ઓલંપિક્સમા ઈન્ડિયાને તે રિપ્રેજન્ટ કરી ચૂક્યા છે અને તે અત્યારે રાજકારણમા છે.

શકુની એટલે કે ગુફી પટેલ

આ કૌરવોના ચાલાક એવા મામા શકુની ની લોકો આજે પણ મિસાલ આપે છે કારણ કે અભિનેતા ગુફી પટેલે આ રોલ નિભાવ્યો હતો અને તેમણી એક્ટિંગ હજુ પણ ચાલું જ છે.

અર્જુન એટલે કે ફિરોઝ ખાન

આ યુદ્ધની ભૂમિમા શ્રીકૃષ્ણ પાસેથી ગીતાનુ જ્ઞાન પ્રાપ્ત કરનાર એવા અર્જુનનો રોલ એ ફિરોઝ ખાને કર્યો હતો અને તે મહાભારત પછી એટલા ફેમસ થઈ ગયા તેના પછી તેમણે પોતાનુ નામ જ અર્જુન રાખી લીધુ હતુ અને છેલ્લે તેઓ યમલા પગલા દીવાના મા જોવા મળ્યા હતા.

દૃતરાષ્ટ્ર અને ગાંધારી એટલે કે ગિરજા શંકર અને રેણુકા ઈસરાની


આ સીરીયલ માં કૌરવોના માતા અને પિતાનો રોલ કરનાર આ ગિરજા શંકર અને રેણુકા ઈસરાની હતા અને આજે પણ બંને કોઈના કોઈ સીરિયલમા તમને જોવા મળે જ છે.

દ્રોણાચાર્ય એટલે કે સુરેન્દ્ર પાલ

આ કૌરવો અને પાંડવોના ગુરુ એવા દ્રોણાચાર્યની ભૂમિકામા જોવા મળેલ આ સુરેન્દ્ર પાલ એ આજે પણ ઘણી સીરિયલમા અને ફિલ્મોમા જોવા મળે છે.

Comments

comments


5,334 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × 2 =