Samsung Galaxy S6 ટૂક સમય માં થશે લોન્ચ

Avengers will be launched on the theme of the new Samsung Galaxy S6EDGE, will be special featuresAvengers will be launched on the theme of the new Samsung Galaxy S6EDGE, will be special features

એવેન્જર્સ (Age of Ultron) ફિલ્મની સીરીજને સેલિબ્રેટ કરવા માટે સાઉથ કોરિયન મોબાઇલ મેકર કંપની સેમસંગ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન સેમસંગ S6 એઝને આયર્ન મેનના અવતારમાં લોન્ચ કરવા જઇ રહી છે. કંપનીએ પોતાના અધિકારીક ટ્વીટર એકાઉન્ટની મદદથી તેની જાણકારી આપી હતી. સાથે સાથે તેનો ફોટો પણ શેયર કર્યો હતો. S6 એઝ આયર્ન મેન સીરીજના આ સ્માર્ટફોન લિનિટેડ એડિશનમાં લોન્ચ કરવામાં આવશે. જો તમે આયર્નમેનના ફેન હોવ અને આ તે સ્માર્ટફોન કરીદવાનુ વિચારી રહ્યા હોવ તો તમારે કંપની તરફથી નેક્સ્ટ એનાઉન્સમેન્ટની રાહ જોવી પડશે. કારણ કે કંપનીએ ફોનની કિંમત અને લોન્ચિંગ ડેટ વિશે કોઇ જાણકારી નથી આપી.

Avengers will be launched on the theme of the new Samsung Galaxy S6EDGE, will be special features

તેના માટે સેમંસંગે એવેન્જર્સ ફિન્મને બનાવેલી કંપની Marvel માર્વેલ સાથે ભાગીદારી કરી છે. તમને જણાવી દઇએ કે પહેલી વાર નહી જ્યારે કંપની કોઇ ફિલ્મની થીમ પર સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. આ અગાઉ સેમસંગે ગેલેક્સી નોટ 4 માટે પણ એવેન્જર્સ ફોન કેસ લોન્ચ કર્યુ હતુ.

શુ છે ખાસિયત:

– રેડ અને ગોલ્ડન કલરમાં આયર્ન મેન થીમ સાથે લોન્ચ કરવામાં આવશે.
– આવનારા દિવસોમાં કંપની એવી બીજી ફિલ્મોની થીમ્સ પર પોતાના સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે.

ફિચર્સ:

સેમસંગ ગેલેક્સી એસ 6 એઝના ફિચર્સ

સ્ક્રીન અને ડિઝાઇનઃ

ગેલેક્સી એસ 6 એઝ સેમસંગની ફેક્ટરીમાંથી નીકળેલો અત્યાર સુધીનો સૌથી ખૂબસૂરત સ્માર્ટફોન છે.‘ફુલ મેટલ અન્ડ ગ્લાસ ડિઝાઇન’ સાથે આવનારો આ ફોન આકર્ષક છે. સેમસંગ ગેલેક્સી S6માં 5.1 ઈંચની સુપર AMOLED સ્ક્રીન આપવામાં આવી છે. આ ફોનમાં Quad-HD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ સ્ક્રીન HD કરતાં ચાર ગણી સારી સ્ક્રીન આપવામાં આવી છે. આ ફોનમાં 577 પિક્સ્લ પ્રતિ ઇંચની ડેન્સિટી આપવામાં આવી છે. જેટલી વધુ પિક્સલ ડિન્સિટી હોયછે સ્ક્રીન ક્વોલિટી એટલી જ વધુ સારી હોય છે. વધુ પિક્સલ ડેન્સિટીના કારણે વધુ પ્રકાશની સ્થિતિમાં પણ સ્ક્રીનની ડિસ્પ્લે ક્લિયર દેખાશે. ગેલેક્સી S6 અને S6 એજમાં ક્વાડ-HB ડિસ્પ્લે અને S5 કરતાં 77 ટકા વધુ પિક્સલ છે. આ સુપર AMOLED સ્ક્રીન છે જે વધુ સારી સ્ક્રીન છે.

Avengers will be launched on the theme of the new Samsung Galaxy S6EDGE, will be special features

ડિસ્પ્લે અને પ્રોટક્શન :

સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 4 આપવામાં આવ્યા છે. આ ફોનની સ્ક્રીન ગેલેક્સી નોટ 4 કરતાં 50 ટકા વધુ મજબૂત છે. તેની સાથે જ, ફોનમાં એન્ડ્રોઇડ લોલોપોપ 5.0 ઓપરેટિંગ સિસ્ટમ પણ આપવામાં આવી છે. આ ફોન નેનો સિમ સપોર્ટ કરે છે. આ જ જગ્યાએ ગેલેક્સી S6 એજમાં ડ્યુઅલ કર્વ્ડ સ્ક્રીન આપવામાં આવી છે. કર્વ્ડ સ્ક્રીન નોટિફિકેશન જોવા, સમય જોવા અને કેમેરા ઓન કરવામાં કામ આવશે. ઉપરાંત, અન્ય સ્પેસિફિકેશન ગેલેક્સી S6 જેવા જ છે. ફોનની ફ્રેમ આ વખતે ફ્લેગશિપ ફોનને પ્રિમિયમ લુક આપી રહી છે.

પ્રોસેસર અને રેમ:

સેમસંગનો આ ફોન ખૂબજ પાવરફુલ છે. કંપનીએ આ ફોનમાં 64 બિટ આર્કિટેક્ચર વાળુ પ્રોસેસર લગાવ્યુ છે. આ ફોનમાં ગેમિંગ અને મલ્ટિટાસ્કિંગ ખુબજ સારી રીતે કરી શકાય છે. આ ફોનમાં ઝડપી પ્રોસેસર લગાવવામાં આવ્યુ છે. ગ્રાફિક્સ માટે ફોનમાં Mali-T760 ગ્રાફિક્સ કાર્ડ આપવામાં આવ્યુ છે. આ 64 બિટ આર્કિટેક્ચર વાળો ફોન છે.જે ગેલેક્સી નોટ 4થી 20 ગણુ વધારે ઝડપથી કામ કરે છે. આ ફોનમાં DDR 4 રેમ આપવામાં આવી છે જે નોટ 4 થી 80 ટકા ઝડપી મલ્ટિટાસ્કિંગ કરી શકે છે.

ઓપરેટિંગ સિસ્ટમઃ

સેમસંગ ગેલેક્સી એસ 6 એઝ એન્ડ્રોઇડવપ લેટેસ્ટ વર્જન 5.0 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

કેમેરાઃ

Avengers will be launched on the theme of the new Samsung Galaxy S6EDGE, will be special features

આ ફોનમાં 16 મેગાપિક્સલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. ફોનનો કેમેરો ઓલવેઝ ઓન સ્ટેન્ડબાય મોડ પર રહેશે. સ્ક્રિન પર ડબલ ક્લિક કરતા જ કેમેરો ખુલી જશે. 5 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા F1.9 લેન્સનો છે જે 60 ટકા વધારે લાઇટ આપે છે. અને તે લો લાઇટમાં પણ સારી ફોટોગ્રાફી કરવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત રિયસ ટાઇમ HD વીડિઓ રેકોર્ડીંગ કેમેરા પણ છે જે દુનિયાનો પહેલો કેમેરો છે.

બેટરીઃ

ગેલેક્સી એસ 6 એઝમાં 2550 mAh બેટરી છે કંપની પ્રમાણે તે વાઇ-ફાઇ નેટવર્ક પર 12 કલાકનો ટોકટાઇમ આપે છે આ ઉપરાંત 4જી પર 11 કલાકનો ટોકટાઇમ આપે છે. આ બેટરી મ્યુઝિક પ્લેબેકમાં 49 કલાક ચાલે છે. અને વીડિઓ પ્લેબેકમાં 13 કલાક ચાલે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,420 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + 1 =