અત્યારે ઉનાળાની સીજનમાં ઘરે બનાવો કેરી નો બાફલો, નાના હોય કે મોટા બધાને વળગશે દાઢે

મિત્રો, અત્યારે ઉનાળા ની શરૂવાત થઇ ચુકી છે. સુરજ નારાયણ ઊગતા ની સાથે જ ગરમી વરસાવવા લાગે છે અને જેથી માનવી ને આ તડકા એ તોબા પોકારવા મજબુર કરી દીધો છે. અત્યારે બપોર ના સમય શેરીઓ સાવ ખાલીખમ જોવા મળે છે. તો આ માટે હવે ઘર ના વડીલો તેમજ બાળકો ને આ ઉનાળા મા લૂ ન લાગે તેની તકેદારી રાખવાની છે.

તો આ લુ થી બચવા અને ગરમી મા ઠંડક મળે તે માટે આજ ના આ આર્ટીકલ મા એવી જ એક રેસીપી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેનું નામ છે ‘કેરી નો બાફલો’. આ રેસીપી મોટા વડીલો થી લઇ ને નાના બાળકો સવ ને ભાવશે અને તેનો સ્વાદ ક્યારેય નહી ભૂલાય. તો ચાલો જાણીએ આ રેસીપી વિષે.

આ ‘કેરી નો બાફલો’ બનાવવા માટે ની સાધન-સામગ્રી:
બાફેલ કેરી બે નંગ, ખાંડ પાંચ ચમચી, નમક અડધી ચમચી, શેકેલું જીરું ભુક્કો કરેલ અડધી ચમચી, સંચળ પાવડર અડધી ચમચી, ફુદીનો ચાર થી પાંચ નંગ, બરફ ના ટુકડા પાંચ થી છ નંગ અને પાણી બે ગ્લાસ.

હવે આ રેસીપી બનાવવા ની રીત:
સૌથી પેહલા એક પાત્ર મા કેરી ને બાફવા રાખો અને તે બફાઈ જાય ત્યારબાદ તેની છાલ કાઢી નાખો. હવે આ કેરી ના ગર્ભ ને મિક્ષર મા નાખો અને તેમા ઉપરોક્ત જણાવ્યા મુજબ નો ફુદીનો અને ખાંડ ઉમેરી ને બધું ભેગું કરી મિશ્રણ તૈયાર કરી લો. આ મિશ્રણ બનાવતા સમયે તેમા પાણી ઉમેરવું નહી. ત્યારબાદ આ તૈયાર કરેલ મિશ્રણ ને એક ગ્લાસ મા કાઢી લો અને તેમા તમારી જરૂર મુજબ પાણી ઉમેરી શકો છો જેથી તે ઘાટું કે પાતળું થઇ શકે.

ત્યારબાદ આ મિશ્રણ મા ઉપર થી સંચળ અને નમક ઉમેરો અને ત્યારબાદ તેમા જીરા નો ભુક્કો ઉમેરો ને આ મિશ્રણ ને સારી રીતે ભેળવી લો. તો લો તૈયાર છે તમારું ‘કેરી નો બાફલો’ હવે તેમા ઉપર થી બરફ ઉમેરી ને પરોસી શકો છો. આ બનાવેલ મિશ્રણ જો વધે તો તેને તમે ફ્રીઝ મા સંગ્રહ કરી ને પણ રાખી શકો છો. આ રેસીપી એક વાર જરૂર થી બનાવજો બધા ને ભાવશે. આ રેસીપી થી લુ સામે રક્ષણ મળે છે જેથી પરિવાર ના દરેક સભ્યો આ ને પી શકે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,259 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 5