તમારી સાથે પણ જો ATMમાં આવું થાય તો આ માહિતી કામ લાગશે…

અનેકવાર ATMમાંથી કેશ કાઢતા સમયે આવી તકલીફનો સામનો કરવો પડે છે. બને છે એવું કે, તમે ATMમાંથી રૂપિયા કાઢવાની બધી જ પ્રોસેસ કરી લો છો, તમારા ખાતામાં રૂપિયા કપાઈ જવાનો મેસેજ પણ આવી જાય છે, પણ ATM મશીનમાંથી રૂપિયા નીકળતા નથી. આવી સ્થિતિમાં લોકો ટેન્શનમાં આવી જાય છે, પણ આજે અમે તમને આવું થાય તો સૌથી પહેલા શું કરવું તે ટિપ્સ જણાવીશું.
આવી સ્થિતિમાં તમે રૂપિયાનો ક્લેમ કરવા માટે તમારી બેંકમાં ફરિયાદ કરવાની હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં બેંક આવા ટ્રાન્ઝેક્શનના મામલે રૂપિયા તમારા ખાતામા ક્રેડિટ કરે છે. પરંતુ જો કોઈ કારણોસર બેંક આવું નથી કરતી અને તમને લાગે છે કે તમારી સાથે ખોટું થઈ રહ્યું છે, તો તમે તેની પણ ફરિયાદ કરી શકો છો.૧ખુદ ગ્રાહક ખાતાના મંત્રી રામવિલાસ પાસવાને આ વિશે માહિતી આપી હતી. તેમણે એક ટ્વિટ કરીને આ સમસ્યામાંથી કેવી રીતે મુક્તિ મેળવવી તેની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું છે કે, ATMમાંથી રૂપિયા કાઢતા સમયે ગ્રાહકોને રૂપિયા નથી મળતા, પરંતુ તેમના ખાતામાંથી રૂપિયા કપાઈ જાય છે. આવા કેસમાં તમે બેંકમાં ફરિયાદ કરો. અને જો બેંકમાંથી તેનું સમાધાન ન મળે તો નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈનમાં ગ્રાહકો સંપર્ક કરી શકે છે.૨

જો તમારી સાથે પણ આવું થાય છે, તો તમારે સાત દિવસની અંદર કન્ઝ્યુમર હેલ્પલાઈન ટોલ ફ્રી નંબર 14404 અથવા 1800-11-4000 પર તમારી ફરિયાદ દાખલ કરી શકો છો. તમે ચાહો તો કન્ઝ્યુમર વિભાગની વેબસાઈટ www.consumerhelpline.gov.in પર જઈને પણ તમારી ફરિયાદ દાખલ કરી શકો છો.૩

મંત્રીએ આ નંબરની જાણકારી આપતા કહ્યું હતું કે, એક ગ્રાહકે વિભાગની હેલ્પલાઈન પર ફોન કરીને આ મામલે ફરિયાદ કરી હતી અને માત્ર 18થી પણ ઓછા દિવસોમાં તેની સમસ્યાનું સમાધાન કરાવાયું હતું, અને ગ્રાહકને તેના રૂપિયા મળી ગયા હતા.૪આ સમસ્યાઓ તો બેંક કે એટીએમ મશીનમાં થતી હોય છે, પણ એટીએમમાં થતા ફ્રોડના કિસ્સાઓમાં પણ ગ્રાહકે કેટલીક તકેદારી રાખવાની જરૂર છે. એટીએમનો ઉપયોગ કરતા સમયે ક્યારેય કોઈ અજાણ્યા વ્યક્તિની મદદ ન લો. બીજું એ કે, એટીએમ પીન ભૂલી જવાની આદત છે તો ક્યારેય તેને કાર્ડ પર સ્ટીકર લગાવીને ચોંટાવી ન રાખો. જો કાર્ડ ખોવાય તો કોઈને પણ તેનો પિન સરળતાથી મળી શકે છે. ત્રીજું એ કે, તમારા સિવાય પરિવારના અન્ય કોઈ પણ સદસ્ય કે, સંબંધીને એટીએમ કાર્ડનો ઉપયોગ કરવા ન આવો. આવી શક્યતાઓમાં ફ્રોડ થવાની શક્યતા રહેલી છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણાં પેજ પર.

Comments

comments


4,248 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × 1 =