આ રીતે તમારી ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ જેવુ જ વેજ ડ્રાય મન્ચુરિયન, નોંધી લો આખી રેસીપી

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા ગુજરાતીઓ બે વસ્તુ માટે ફેમસ છે. એક તો હરવા-ફરવા માટે અને બીજુ ખાણી-પીણી માટે. આપણે ઘણી વખત અનુભવ્યુ હશે કે જે વાનગી હોટેલ મા ટેસ્ટ કરતા હોય છે તે વાનગી આપણે ઘરે બનાવવા નો પ્રયત્ન કરીએ તો ના બને. પરંતુ હાલ હુ તમને એક એવી પધ્ધતિ વિશે જણાવીશ જેથી તમે હોટેલ મા મળતુ સ્વાદિષ્ટ મન્ચુરીયન ઘરે બેઠા બનાવી શકો.

મન્ચુરીયન બનાવવા માટે જોઈતી વસ્તુઓ :
બારીક સમારેલ કોબીજ – ૧ નંગ, છીણેલા ગાજર – ૪ નંગ, મેંદો – ૨ ચમચા, આજીનો મોટો – અડધી ચમચી, કોર્નફ્લોર – ૬ ચમચી, બારીક સમારેલા મરચા – ૪ નંગ, કાળા મરી પાવડર – ૧ ચમચી, નમક – સ્વાદ અનુસાર, ઓઈલ – ૧ બાઉલ.

મન્ચુરિયન સોસ બનાવવા માટે જોઈતી વસ્તુઓ :
બારીક સમારેલા મરચા – ૨ નંગ, બારીક સમારેલી ડૂંગળી – ૧ નંગ, બારીક સમારેલુ લસણ – ૧ નંગ, આદૂ ની પેસ્ટ – ૨ ચમચી, ટમેટા સોસ – ૧ ચમચી, રેડ ચીલી સોસ – ૧ ચમચી, ગ્રીન ચિલી સોસ – ૧ ચમચી, સોયા સોસ – ૧ ચમચી , આજીનો મોટો – એક ચપટી, કેપ્સિકમ – ૧ નંગ, ઓઈલ – ૪ ચમચી, નમક – સ્વાદ અનુસાર.

સૌપ્રથમ કોબીજ ને મિક્સર મા નાખી ક્રશ કરી લેવી. ત્યારબાદ તેમા બારીક સમારેલ ગાજર અને મરચા મિક્સ કરવા. ત્યારબાદ તેમા કોર્નફ્લોર , નમક , મેંદો , તીખા , આજીનો મોટો , ચાઈનીઝ મસાલો , ગરમ મસાલો , ગ્રીન ચીલી સોસો , સોયા સોસ , કોથમીર વગેરે વ્યવસ્થિત રીતે મિક્સ કરો. ત્યારબાદ આ પેસ્ટ ને ઘટ્ટ બનાવવા માટે જરૂરીયાત પડે તો મેંદો અને કોર્નફ્લોર વધુ ઉમેરી શકો.

૫ મિનિટ સુધી આ મિશ્રણ ને આ જ સ્થિતી મા રહેવા દો. ત્યારબાદ તેમા બટર ઉમેરો. ત્યારબાદ કડાઈ મા ઓઈલ ગરમ કરી મન્ચુરીયન ગોળ-ગોળ વાળી ને તળી નાખવા. આ ગોળીઓ મધ્યમ આંચ પર તળવી. થોડી વાર તેને ચમચા વડે હલાવતા રહેવુ. જ્યારે ગોલ્ડન કલર થઈ જાય એટલે તેને કાઢી લેવા. તો લો આ તમારા મન્ચુરીયન તૈયાર.

હવે મન્ચુરીયન સોસ સૈયાર કરવા માટે એક કડાઈ મા ઓઈલ ગરમ કરો. ત્યારબાદ તેમા બારીક સમારેલી કોબીજ ક્રશ કરેલા મરચા, બારીક સમારેલુ કેપ્સિકમ મધ્યમ આંચ પર શેકવુ. ત્યારબાદ જો તમે ડુંગળી અને લસણ ના સ્વાદ ના શોખીન હોવ તો તેની સાથે પણ ઉમેરી દેવા.

ત્યારબાદ તેમા આજીનો મોટો , નમક , ગ્રીન ચીલી સોસ , રેડ ચીલી સોસ , સોયા સોસ તથા ટોમેટો કેચઅપ ઉમેરવા. ૧ મિનિટ બાદ તેમા પાણી સાથે મિક્સ કરેલો કોર્નફ્લોર ઉમેરવો અને વ્યવસ્થિત રીતે હલાવવુ. ત્યારબાદ તેમા થોડુ પાણી અને કોથમીર ઉમેરવી. હવે તેમા તૈયાર કરેલા મન્ચુરીયન ઉમેરી દેવા. તો લો તૈયાર છે તમારા હોટેલ જેવા જ સ્વાદિષ્ટ મન્ચુરીયન.

Comments

comments


3,200 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 5 = 3