આ રીતે એક સાવરણી બનાવી શકે છે તમને શ્રીમંત અથવા કંગાળ, જાણો સાવરણીની આ વાતો

મિત્રો , જ્યોતિષશાસ્ત્ર એ એક એવું શાસ્ત્ર છે જેમાં ઘણી વસ્તુઓ નો ઉલ્લેખ કરાયો છે. જેનો આપણે રોજિંદા જીવન મા સામાન્ય વસ્તુ સમજી ને ઉપયોગ કરતા હોય છીએ. પરંતુ વાસ્તવિકતા મા તે આપણા જીવન મા ખુબ જ વિશેષ મહત્વ ધરાવે છે. તેનો પ્રભાવ આપણા જીવન મા વિશેષ બદલાવ લાવી શકે છે. આવી જ એક ચીજવસ્તુ છે સાવરણી જેને આપણે ઝાડુ તરીકે પણ ઓળખીએ છીએ.

ઘર ના સામાન્ય કાર્યો મા ઉપયોગ મા લેવાતુ આ ઝાડુ આપણા જીવન મા આર્થિક દ્રષ્ટિ એ વિશેષ મહત્વ ધરાવે છે. આ સામાન્ય દેખાતુ ઝાડુ આપણ ને શ્રીમંત તથા કંગાળ બનવા ની ક્ષમતા ધરાવે છે. માટે આ ઝાડુ સાથે સંકળાયેલી અમુક બાબતો નુ વિશેષ ધ્યાન રાખવુ પડશે. જેથી , તમારા ઘર મા પ્રવર્તતી સમસ્યાઓ નો અંત આવશે અને તમારા ઘર મા લક્ષ્મીજી નો વાસ થશે. ચાલો આ બાબતો વિશે વિસ્તૃત મા ચર્ચા કરીએ.

૧. સૌપ્રથમ તો એ બાબત ની વિશેષ કાળજી રાખવી કે જયારે પણ કોઈ ઘર નુ સદસ્ય મહત્વપૂર્ણ કામ હેતુસર ઘર ની બહાર જતુ હોય તો તેના માર્ગ મા સાવરણી ના આવવી જોઇએ. કારણકે , જો આ સમયે સાવરણી માર્ગ મા આવે તો બનતુ કાર્ય બગડી જાય છે.

૨. અન્ય વાત એ છે કે ક્યારેય પણ સુર્યાસ્ત થઇ જાય ત્યારબાદ ઘર મા ઝાડુ ના મારવુ. કારણ કે, સુર્યાસ્ત થઇ ગયા બાદ ઘર મા ઝાડુ મારવા થી ધન ના દેવી લક્ષ્મીજી નારાજ થઇ જાય છે. તમારે મોટા પાયે ધનહાનિ નો સામનો કરવો પડી શકે માટે બને ત્યાં સુધી સૂર્યાસ્ત બાદ ઘર મા ઝાડુ ના લગાવવુ.

૩. આ ઉપરાંત જયારે પણ તમારું સાફ-સફાઈ નુ કાર્ય પૂર્ણ થઇ જાય ત્યારબાદ હમેંશા સાવરણી પર લાગેલો કચરો દૂર કરી ને તેને તેની જગ્યા એ વ્યવસ્થિત ગોઠવવી. આ સિવાય ક્યારેય પણ સાવરણી ને ઉભી ના રાખવી નહીંતર ઘર મા વાદ – વિવાદ નુ સર્જન થઇ શકે.

૪. આ ઉપરાંત એ વાત ની વિશેષ કાળજી રાખવી કે ક્યારેય પણ ભૂલ થી પણ સાવરણી પર પગ ના મુકવો. કારણ કે , આપણે ત્યાં એવુ માનવામા આવે છે કે સાવરણી મા દેવી લક્ષ્મીજી વસે છે. જો સાવરણી પર પગ મુકવા મા આવે તો લક્ષ્મીજી નું અપમાન થયુ ગણાય.

સાવરણી ના પ્રયોગ થી સુખ – સમૃધ્ધિ પ્રાપ્ત કરવા ના નુસ્ખાઓ :
જો તમે તમારા જીવન મા સુખ – સમૃધ્ધિ મેળવવા ઇચ્છતા હોવ તથા ધન ના દેવી લક્ષ્મીજી ને પ્રસન્ન કરવા ઇચ્છતા હોવ તો કોઈપણ દેવસ્થાને બ્રહ્મ મહુર્ત મા ત્રણ વાર સાવરણીઓ નુ ગુપ્ત દાન કરો. કોઈપણ દેવસ્થાને સાવરણી નુ દાન કરતા પૂર્વે શુભ મહુર્ત અવશ્ય ચકાસી લેવુ અને શુભ મહુર્ત મા જ દાન કરવું. જો આ દિવસે કોઈ શુભ સંયોગ કે તહેવાર આવતો હોય તો દાન નું મહત્વ વધી જાય છે તથા તમારા ઘર મા લક્ષ્મીજી નો વાસ થાય છે.

આ ઉપરાંત જે દિવસે સાવરણી દાન કરવા ઈચ્છો છો તેના એક દિવસ પહેલા જ તેની ખરીદી કરી લેવી. જો તમે કોઈ નવા મકાન ની ખરીદી કરો છો અને આ ઘર મા પ્રથમ વાર પ્રવેશ કરવા જાવ છો ત્યારે નવી સાવરણી સાથે લઇ ને જ ઘર મા પ્રથમ વાર પ્રવેશવુ જે અતિ શુભ ગણાય છે. આમ કરવા થી તમારા નવા ઘર મા સુખ-શાંતિ અને સમૃધ્ધિ જળવાઇ રહે છે. શનિવાર ના દિવસે નવી સાવરણી નો પ્રયોગ કરવો અતિ શુભ ગણવામા આવે છે.

Comments

comments


3,369 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 8 =