આપના દેશ માં વાસ્તુ શાસ્ત્રને ઘણું વધુ મહત્વ આપવામાં આવ્યું છે. અહિયાં લોકો પોતાનું ઘર બનાવવા માં પણ વાસ્તુનું વિશેષ ધ્યાન રાખે છે. ઘર જો વાસ્તુ મુજબ બનાવવામાં આવે તો ત્યાં હંમેશા પોઝેટીવ એનર્જી રહે છે. અને જો ઘરમાં વાસ્તુ ખરાબ હોય તો ત્યાં નેગેટીવ એનર્જી આવી જાય છે. જેથી ઘરમાં સુખ અને દુ:ખનું આવવાનું થતું રહે છે. થી લે છે. અહી લોકો ઘર બનાવતી વખતે વાસ્તુનું પાલન કરે છે, પણ જયારે ઘરની અંદર સામાન રાખવાનો સમય આવે છે તો ત્યાં વાસ્તુનું ધ્યાન નથી રાખતા. અન આ ભૂલ ના કારણે તેની સજા પણ ભોગવવી પડે છે.
વાસ્તુ મુજબ ઘરની તમામ વસ્તુને યોગ્ય સ્થાન ઉપર રાખવાની ઘણી ટીપ્સ ઉપલભ્ધ છે. પણ આપણે આજે ઘરમાં અરીસા ને કઈ જગ્યાએ રાખવો તેના વિષે જાણીશું. આમ તો અરીસો હરેક ઘરમાં જોવા મળશે. આ અરીસાના સ્થાન નું પણ માણસ ના જીવન પર ઊંડી અસર થાય છે.
ઘરમાં ક્યારે પણ ન રાખવો જોઈએ તૂટેલો અરીસો
જો તમે સુખી થવા માંગો છો તો ઘરમાં ક્યારે પણ તૂટેલો અરીસો ન રાખવો જોઈએ. તમે જોયું હશે કે ઘણા લોકો અરીસામાં તિરાડ પડી ગયા પછી પણ તેનો ઉપયોગ કરે છે. જ્યારે અમુક લોકો તેને ફેંકી દેવાને બદલે સ્ટોર રૂમમાં રાખી દેતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ બન્ને વસ્તુ વાસ્તુના હિસાબે અશુભ ગણાઈ છે.
જો તમે ઘરમાં તૂટેલો અરીસો રાખશો તો તમે સામેથી મુશ્કેલીને આમંત્રણ આપો છો. તૂટેલા અરિસાથી ઘરમાં લડાઈ ઝગડા વધે છે અને ગરીબી પણ આવે છે. સાથે પરિવાર માં આરોગ્ય ઉપર પણ તેની અસર પડે છે. કારણ કે તૂટેલો અરીસો સૌથી વધુ નકારાત્મક ઉર્જા ઉત્પન કરે છે. જેની અસર તમારે સહન કરવી પડે છે. માટે ક્યારે પણ ઘરમાં તૂટેલો અરસો ન રાખો.
જો તમારા ઘરમાં આ દિશામાં અરીસો લગાવેલો હશે તો સૌથી મોટું અપશુકન થશે
વાસ્તુ મુજબ ઘરમાં ક્યાં ખૂણામાં કે કઈ દિશામાં અરીસો રાખવો એ પણ એક જરૂરી વાત છે. જો તમારા ઘરે દક્ષીણ દિશામાં અરીસો છે તો એ સૌથી ખતરનાક સંકેત છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ દક્ષીણ દિશામાં સૌથી વધુ નકારાત્મક ઉર્જા રહે છે. અને જો આ દિશામાં રહેલા અરીસા માં જો તમે તમારું પ્રતિબિંબ જોશો તો તમારી અંદર પણ નેગેટીવ એનર્જી ઉત્પન થશે.
આ દિશામાં રહેલા અરિસના કારણે તમારો સ્વભાવ પણ બદલાઈ જાય છે. અને તેથી તમે વધુ ગુસ્સો કરવા લાગશો જેથી ઘરમાં લડાઈ ઝગડા પણ વધશે. તેથી આ દિશા સિવાય તમે કોઈપણ દિશામાં અરીસો લગાવી શકો છો.