Apple iWatch: આ ચાર કારણો થી ભારતમાં થઇ શકે છે ફ્લોપ

એપ્પલ કંપનીએ પોતાની પહેલી iWatch લોન્ચ કરી દીધી છે. આ ગેજેટને લઇને ગ્લોબલ માર્કેટમાં ખુબ હલચલ મચી છે. પાંચ વર્ષેબાદ એપ્પલે પોતાની નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે. એપ્પલ iWatch નુ પ્રિ-બુકિંગ 10 એપ્રિલથી શરૂ થશે અને તેનુ વેચાણ 24 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. તેને ભારતમાં જુન મહિનામાં વેચાણ માટે આવે તેવી સંભાવના છે. iWatch ને ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. પ્લાસ્ટિક બેન્ડ વાળી વોચ 21800 રૂપિયામાં મળશે.

Apple iWatch: four reasons why this can happen to flop in India

કંપનીએ વોચની મહત્તમ કિંમત 6 લાખ સુધીની રાખી છે. વોચની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ તે 18 કલાકનુ બેકઅપ આપે છે. વોચની સાથે કંપનીએ અત્યાર સુધીનુ સૌથી પાતળુ મેકબુક પણ લોન્ચ કર્યુ હતુ. આમ તો એપ્પલની iWatch આકર્ષક છે. પરંતુ ભારતીય બજારમાં તે કેટલાક કારણોસર ફ્લોપ થઇ શકે છે. Janvajevu.com તમને જણાવી રહ્યુ છે. કયા કરણોસર ભારતીય બજારમાં iWatch ફ્લોપ થઇ શકે છે.

1. મોંઘી છે એપ્પલ iWatch-

ભારતીય બજારના હિસાબ પ્રમાણે એપ્પલની iWatch ખુબ મોંઘી છે. ભારતીય બજારમાં સ્માર્ટવોચની કિંમત 6000 રૂપિયાથી શરૂ થાય છે. એવામાં એપ્પલની 21800 રૂપિયીથી શરૂ થતી સ્માર્ટવોચ ખરીદવી યુઝર્સ માટે મોટી ડીલ સાબિત થઇ શકે છે. એપ્પલ iWatchની સૌથી મોંઘી ઘડિયાળની કિંમત 6 લાખ રૂપિયા છે. જેને 18 કેરેટ ગોલ્ડમાં બનાવવામાં આવી છે.

ફક્ત ઘળીયાડ જ મોંઘી નથી પરંતુ તેનો યુઝ કરવા માટે યુઝર્સે આઇફોનનુ લેટેસ્ટ મોડલ ખરીદવુ પડશે. તેની કમ્પેબિલિટી આઇફોન 5 અને તેનાથી ઉપરના વર્જન સાથે છે. માની લોકે જો તમે આઇફોન 6 ખરીદી રહ્યા છો તો તેનુ સૌથી સસ્તુ 16GBનુ મોડલ પણ 4700 રૂપિયામાં મળે છે. એવામાં બન્ને ગેજેટ્સની કિંમત લગભગ 70,000 રૂપિયા સુધી પહોચી જશે. એક મોંધા ગેજેટનો ઉપયોગ કરવા માટે બીજા મોંઘા ગેજેટને વેચવો તે ખોટનો સોદો સાબિત થઇ શકે છે.

Apple iWatch: four reasons why this can happen to flop in India

2. બેટરી અને ચાર્જિંગ

લોન્ચ પહેલા સૌથી વધારે ચિંતા સતાવી રહી હતી કે એપ્પલ આઇવોચની બેટરી કેવી હશે. કંપનીએ આ વાતને સીક્રેટ રાખી હતી. લોન્ચ ઇવેન્ટ દરમિયાન એપ્પલના સીઇઓ ટીમ કુકએ જણાવ્યુ હતુ કે ઘડિયાળ 18 કલાનો બેકઅપ આપે છે. જો આવાત સાચી છે તો સારૂ છે પરંતુ બેટરી લાઇફ ઓછો ઉપયોગ કરતા હોય એ વખતની છે. વર્કઆઉટ, એપ્સનો ઉપયોગ અને સતત નોટિફિકેશન્સ આવતા રહેતો બેટરી ઝડપથી પૂરી થઇ જાય છે.

એપ્પલની આ વોચ સતત વર્કઆઉટ દરમિયાન 7 કલાકનુ બેકઅપ આપે છે. અને 6.5 કલાકનો બેકઅપ મ્યુઝિક સ્ટ્રીમિંગ દરમિયાન મળે છે. ભારતમાં ઉપલબ્ધ વેરિએન્ટ પર નજર કરીએ તો iWatchની સૌથી મોટી પ્રતિદ્વંધી મોટો 360 અને સેમસંગ ગેલેક્ષી ગિયર S બન્ને સ્માર્ટવોચ iWatch થી વધારે બેકઅપ આપે છે અને સસ્તી પણ છે.

મોટો 360 (17000 રૂપિયાથી 19000 રૂપિયા વચ્ચેની કિંમતમાં ભારતમાં મળે છે.) 20 કલાકનો બેકઅપ આપે છે. અને ગેલેક્ષી ગિયર નોર્મલ યુઝેસ પર કેટલાક દિવસ સુધી ચાલે છે.(ભારતમાં 21000 રૂપિયામાં ઉપલબ્ધ) છે. જ્યારે LG G Watch R પણ કેટલાક દિવસ સુધી(3જી બઘ કરતા)નો બેકઅપ આપે છે. અને પેબેલ ટાઇમ વોચ 7 દિવસ સુધી સિંગલ ચાર્જમાં ચાલે છે. આવામાં iWatch ની બેટરી થોડી ઓછી પડે છે .

Apple iWatch: four reasons why this can happen to flop in India

3. ભારતમાં મોબાઇલ પેમેન્ટ

એપ્પલની iWatch બાકીની સ્માર્ટવોચ કરતા એટલા માટે અલગ છે કારણ કે એપ્પલના ડિવાઇસમાં મોબાઇલ પેમેન્ટની સુવિધા છે. એપ્પલના સીઇઓ ટીમ કુકના જણાવ્યા પ્રમાણે iWatch ક્રેડિટ કાર્ડની જગ્યા લઇ શકે છે. પરંતુ ભારતમાં એવુ નહી થાય ભારતમાં મોબાઇલ પેમેન્ટ આવતા ઘણો સમય લાગશે. આઇફોન 6માં પણ એપ્પલ પે ભારતમાં નહોતુ આવ્યુ એવામાં iWatchનુ સૌથી ખાસ ફિચર મુળ ભારતીય યુઝર્સ માટે બેકાર સાબિત થશે.

ભારતીય બજારમાં ઉપલબ્ધ અન્ય સ્માર્ટવોટ પણ એપ્પલવોચની જેમ ફિટનેસ ફિચર્સ આપે છે. એવામાં એપ્પલની વોચને ભારતીય બજારમાં જગ્યા બનાવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવા પડશે. ફ્યુચરમાં જ્યારે પણ એપ્પલ પે ભારતમાં આવશે ત્યારે આ ડિવાઇસ કામનુ સાબિત થઇ શકશે. પરંતુ અત્યારે તેની જરૂરીયાત ઓછી છે.

Apple iWatch: four reasons why this can happen to flop in Indiaસૌજન્ય
દિવ્ય ભાસ્કર

4. બિનજરૂરી

સૌથી મોટુ અને મહત્વનુ કારણ એ છે કે એપ્પલની iWatch બિનજરૂરી છે. મોબાઇલ પેમેન્ટ ભારતમાં કામ નહી કરે, આઇફોન સાથે કમ્પિટેબલ હોવુ જરૂરી છે. એવામાં ફક્ત ફિટનેસ ફિચર્સ  માટે આટલો બધો ખર્ચ કરવો બિનજરૂરી છે. ભારતીય બજારમાં કેટલાય ફિટનેસ બેન્ડ્સ ઉપલબ્ધ છે. જેની મદદથી  તેનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત સસ્તી સ્માર્ટવોચ પણ મોટાભાગમા ફિચર્સ આપે છે. એવામાં એપ્પલ iWatchને ખરીદવાની જરૂર ઓછી જણાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,269 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 3